________________
એજ દેશકાળમાં અન્ય લોક કેવા રહે છે? રાગદ્વેષાદિથી ભરેલાં ચરિત્રોવાળા દેવામાં એમની શ્રદ્ધા, જ્યાં મલીનતા. રહેલી હોય તેવા મંદિરેમાં એમની શ્રદ્ધા, અને તમને વીતરાગ અને એનાં મંદિરે કે જ્યાં કેવળ વૈરાગ્યભાવના આત્મ
લ્યાણ અને ત્યાગની છોળો ઉછળે છે તેમાં શ્રદ્ધા નહિ. એ લેકે રંગરાગ અને તમાસામાં ધન ખરચીને સફળતા માને અને તમે આત્મકલ્યાણને અંગે, ત્યાગને અંગે, વીતરાગભાવને અંગે ખર્ચવામાં ધુમાડે અને પાછું માને. બીજાઓ પોતાના દારૂ માંસ વાપરનારા અને કંચન કામીની રાખનારા ગુરૂઓને ગુરૂ તરીકે માને અને તમે તમારા નિગ્રંથ ત્યાગી ગુરૂઓને પણ ન માને. એક પાદરીના ખુનથી ખ્રીસ્તીઓએ આખા ચીનદેશની ખરાબી કરી અને તમે તે ચાહીને તમારા ગુરૂઓનું અપમાન કરો અને કરાવે. તમારે જ્યારે દેશકાળ જેવા છે ત્યારે તે શાસ્ત્રકારોએ કહેલા જોશે કે તમે માની લીધેલા જેશે? કેવળ જ્ઞાનાદિમાં, પંચમહાવતાદિમાં, ધર્મના મૂળ સિદ્ધાંતેમાં દેશકાળ નહિ ચાલે. દિગબર લોકો ભગવાનના વચનને વિચછેદ થયેલું માને છે અને શાસ જે છે તે આચાર્યોએ નવું કરેલું માને છે. ભગવાનની મૂર્તિને યુક્તિ વિરૂદ્ધ ચક્ષુ વિકલ અને ગુહા ભાગને પ્રગટ દેખાડતી માને છે છતાં તેની શ્રદ્ધા એટલી બધી કે તેમનામાં ઘણાએ શિક્ષિત અને ખારીઅર થયા છતાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com