________________
અમર પુરસ્કાર
જિન્દગીમાં [વાસ્તવિક મહત્ત્વ અને વાસ્તવિક સફલતા મેળવવા માટે આપણે ચારિત્ર ઘડનારા ગુણા કેળવવા જોઈએ. ચારિત્ર એ જિન્દગીના મુકુટ છે, અથવા જિન્દગીનુ' વાસ્તવિક તત્ત્વ ચા શ્રેષ્ઠ સૌન્દ્ર છે. ચારિત્ર એટલે અભ્યાસરૂપ બનેલ સદાચરણેાના ગુચ્છ. આપણે સારી ટેવ પાડવી જોઇએ-નિયમિતતાની, વખતસર વર્તવાની અને માનસિક તથા શારીરિક શુદ્ધતાની, તેમજ વન-વ્યવહાર તથા રીતભાતને અંગે શિષ્ટતા-સભ્યતાની. આપણે આપણા સઘળા ઉદ્યોગા અને ક્રિયા-પ્રવૃત્તિમાં નિશ્કલ, નિષ્કપટ, પ્રામાણિક અને સત્યવાદી બનવું જોઇએ. આપણામાં નૈતિક હિમ્મત, ખળ અને વીરતા હેાવાં જોઇએ; વિવેક સમ્પન્ન સાહસિક બનવા જેટલાં નિર્ભયતા અને શૂરાતન જોઈએ. પરમ આદેશના પૂજક બની આપણામાં આત્મનિગ્રહ, આત્માનુશાસન અને સ્વાશ્રયિત્વનું તેજ પ્રદીપ્ત થવુ જોઈએ.
આ ગુણેથી માસ મહાન, પ્રતાપી અને પ્રભાવશાણી બને છે અને જિન્દગી જીતી ગયાના મહાન્ અને અમર પુરસ્કારને પ્રાપ્ત કરે છે.
—મુનિ ન્યાયવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com