________________
તેમના સહુ રે હર્યા. પછી કંસ બેઠે એકાંત, થયું મન તેનું અશાંત. કેશી પ્રલંબ કહે કર ન ખેદ, જરૂર શેધી લાવીશું ભેદ. પુતનાને કરે આજ્ઞાય, તેથી એ ગોકુળ જાય. બાળક કેરી કરે હત્યાય, તેથી નાશ શત્રુને થાય. સુણ હરખે મથુરાને રાય, પુતનાને કિધી આજ્ઞાય.
નંદ ઘેર આનંદ ભયે, ગોવાળને મન આનંદ થયે, નંદઘેર તેરણ બંધાય, વાત્રોના નાદ જ થાય. એક આવે બીજે જાય, સહુ કેઈ આનંદ મંગળ ગાય. દૂધ દહીંની ભેટ જ જાય, કંસની રાણીઓ તેથી ન્હાય. વસુદેવનંદ મળ્યા એકાંત, પૂછી ક્ષેમકુશળની વાત. નંદે કહ્યું પુત્ર માર્યા સાત, કરે છે ઘણે ઉત્પાત.
ગેકુળ આવી પુતના નાર, કરવા બાળકને સંહાર. ઉર હળાહળ ઝેર ભરી, કૃષ્ણને ધવરાવવા વિચાર કરી. કચ્છ હેર્યા શ્રી કૃષ્ણ મેરાર, ત્યાં તે વર્યો જય જયકાર. શકટાસુરત આવ્યા ત્યાંય, ત્યારે કૃષ્ણ ઝેળી માંય. મારી શ્રીકૃષ્ણ લાત, શકટાસુરની કીધી ઘાત. મહિષાસુરે કીધે ઉત્પાત, ગેવિંદે કીધી તેની ઘાત.નંદ ઘેર આવ્યા ગર્ગાચાર્ય, ન દીધાં માન અપાર. ગગાચાર્યે પાડ્યાં નામ, કૃષ્ણને બળદેવ સુખધામ. ઘુંટણએ હરિ ચાલ્યા જાય, ખરડયે કાદવે ને માટી ખાય. જશેદા કહે મુખ ઉઘાડ, શું ખાધું તે દેખાડ. કૃષ્ણ મુખ કર્યું પહોળું જ્યાંય, ચૌદ બ્રહ્માંડ ત્યાં દેખાય. માને છેડે ઝાલે ત્યાંય, માયા પ્રભુની કેથી ન કળાય. ત્યાં તે દૂધ ઉભરાયા જાય, કરે કૃષ્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com