________________
ઘત, મધ, હિંસા કહેવાય, તેમાં તારો વાસ જ થાય. સુ પરીક્ષિત કેરાં વચન, કળિયુગ થયે મનમાંહી પ્રસન્ન. કનક મુગટમાં પેઠે તહીં, બુદ્ધિ ભષ્ટ રાજાની થઈ. તેણે બોલાવ્યા ઋષિરાય, પણ ના તે બોલ્યા ત્યાંય. રાજાને લાગ્યું અપમાન, આણું ઋષિની ઠેકાણે સાન. મુલે ત્યાં સાપ જ એક, નાંખ્યો ષિના ગળામાં છેક ત્રાષિપુત્રે દીધે શાપ, જેણે નાંખે આ તે સાપ. પિતાને દુભાવ્યાથી લાગી આગ, સાતમે દિને કરડે તક્ષક નાગ. પિતાએ જ્યાં જાણી વાત, કહેવા પુત્રને લાગ્યા સાક્ષાત. શાને દીધો તે તે શાપ, રાજા એ તે છે માબાપ. શાપ દીધે તપ નિષ્ફળ થાય, વગર વિચાયું આ કેમ કરાય. વાત કરે આ રાજાને જાણ, જેથી બચાવે તેને પ્રાણ.
બ્રાહ્મણે તે ચાલ્યા સાર, આવ્યા તે સભા મઝાર. રાજાએ બહુ દીધાં માન, કહયું પધાર્યા કૃપાનિધાન. કેમ પધાર્યા આણે ઠામ, મુજ સરખું કહે કાંઈ કામ. બ્રાહ્મણોએ કહ્યું તે ઠામ, કરડશે તક્ષક નાગ નામ. દિન સાતની અવધ છે સાર, તમે કાંઈ કરજો નિરધાર. સુણી રાજાએ જોડયા હાથ, ધન્ય ધન્ય તમે કૃપાનાથ. વાત કરી સાચી તમે, ઉપાય કાંઈ કરીશું અમે. રાચે તેડયા વિપ્ર અપાર, પૂજા તેમની કરી નિરધાર. દાન દીધાં અપરમપાર, ગણવે ના આવે પાર. જન્મેજયને ઍપ્યું રાજ, આવ્યા જ્યાં છે શુકમહારાજ.
પરીક્ષિત કીધી વાત, શુકદેવજી થયા રળિયાત ભગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com