________________
બ્રહ્માજી વાછરું હરીને જાય, નિપજાવે બીજા શ્રી જગરાય. લીલા જોઈ બ્રહ્માજી ત્યાંય, ઘણા એ તે વિસ્મય થાય. કરતા શ્રી કૃષ્ણની સ્તુતિ અપાર, પમાય ના માયાનો છે.. અપરાધ ક્ષમા કરજો સાર, વંદુ તમને હું વારંવાર ગાયે, ચારવા ગોવિદ જાય, બંસીનાદ ત્યાં તે થાય. ધેનુ નામે અસુર પ્રખ્યાત, કરવા આવે છે તે ઘાત. શ્રી કૃષ્ણ મારી છે લાત, અસુરને ત્યાં જે ઘાત ગોવાળ રૂપે પ્રલંબ આવ્યું ત્યાંહી, અજા મહિષી ગૌરી સાડી. બલદેવે ત્યાં તે કીધે ઘાય, તેથી પ્રચંડ નાદ થાય. દડે રેવાને જગરાય, પડયા એ યમુનામાંય. ત્યાં કાળી સાથે યુદ્ધ જ થાય, શ્રી કૃષ્ણથી નાગ નથાય. નાગણીઓ કરે સ્તુતિ અપાર, એવાતણ આપ જગદાધાર. દયાળુએ દયા કરી અપાર, આવ્યા પછી જળની બહાર. મન્યા ત્યાં તે જશેઢા માત, કરવા લાગ્યા આંસુપાત. આવું યમુનામાં પર અપાર, ફૂખ્યાં ગોવાળે સાર. બચાવ્યાં તેને તે ઠાર, કૃષ્ણલીલાને નાવે પાર. દાવાનળ પીધે વનમાંય, ગોવર્ધન તે કરમાંય, કીધાં વ્રત ગેપીએ સાર. પૂછ માગે કૃષ્ણ ભરથાર. ગોપીઓ સ્નાન કરવા જાય, વસ્ત્ર હરી લીધાં જગરાય. વિનવે ગોપીએ જેડી હાથ, વસ્ત્ર આપે જદુનાથ. બ્રાહ્મણીઓને જોઈ પ્રેમ, જાચવા આવ્યા હરિ તેમ. ઋષિપત્નીએાએ ફળ દીધ, પ્રભુએ પ્રેમ કરીને લીધ.
ગવર્ધન ઓચ્છવ કર્યો, ઈંદ્ર તણે તે ગર્વ હર્યો. વરુણ નંદને હરી જાય, છોડાવી લાવ્યા ત્યાં જગરાય. બંસી બજાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com