________________
તેમને યોગ્ય દાન આપતા. આવી રીતે અનેક પંડિતના અને દરિદ્રી માણસેના દારિદ્ર દુર કર્યા. ૮. અવતિપતિ અને સૂરીશ્વરજીને મેલાપ–
એક દિવસે તે કાલના પ્રસિદ્ધ અને પ્રખર વિદ્વાન શ્રી વૃદ્ધવાદિસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન સર્વજ્ઞપુત્ર બિરૂદધારક શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજ સાહેબ કે જેઓ જૈનશાસનની પ્રભાવના કરતા અને ભવ્ય જીને બધ આપી ઉપકાર કરતા તેઓશ્રી ગ્રામાનુગામ વિચરતા અનુક્રમે ઉજયિની–અવંતિના બહારના ઉદ્યાનમાં પધાર્યા. અવંતિપતિ મહારાજા વિક્રમાદિત્ય ક્રીડા કરવા અર્થે બહાર ફરવા જતા હતા. ત્યાં આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજને જોઈ તેઓશ્રીને મહાન પુરૂષ જાણીને મહારાજા વિક્રમાદિત્યે મનમાંજ નમસ્કાર કર્યો.
સૂરીશ્વરે પણ મનનભાવ જાણી, તરત જ હાથ ઉંચ કરી ભૂપતિને ધર્મલાભ આપે. આથી મહારાજાએ સૂરીશ્વરજીને પૂછયું કે આપે મને ધર્મલાભ શા માટે આપે?' સૂરીશ્વરજી બેલ્યા કે “હે અવન્તિપતિ? તમે મને મનથી વંદના કરી, તેથી મેં તમને ધર્મલાભ આપે વૃથા ધર્મલાભ આપે નથી. વધુમાં પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ બોલ્યા કે “હે ભૂપાલ! વંદના કરનારને જ ધર્મલાભ અપાય છે. તમે મને કાયાથી વંદન નથી કર્યું, પણ મનથી વંદના તે કરી છે, તેથી મેં તમોને ધર્મલાભ આપે છે. સૂરીશ્વરજીનું અલૌકિક શાને જોઈને, અને મધુર વચન સાંભળીને, હષીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com