________________
શક્તિ છે? રાક્ષસ અભિમાન યુકત બે . “હે ભૂપતિ : જે ધારું તે જ્યાં જલ ત્યાં થલ અને થલ ત્યાં જલ કરવા હું સમર્થ છું. અને સર્વ વાત જાણવાની તથા સર્વત્ર જવાની પણ શક્તિ મારામાં છે ? ત્યારે તે તમે કહે કે મારું આયુષ્ય કેટલા વર્ષનું છે.
અગ્નિવેતાળે વિચારી તરત જ રાજાને કહ્યું કે તમારું આયુષ્ય એક સો વર્ષનું છે. ભૂપતિ બન્યા કે “અહા! શું કહો છો ? મારાં આયુષમાં એક સાથે બે મીંડા પડ્યા છે. તે કઈ રીતે શાભાને પામતા નથી યતઃ કહ્યું કે'शून्यं गृहं वनंशून्य शून्यं चैत्यं महत्पुनः । नृपशून्यं वलं नैव भाति शून्यमिव स्फुटम् ॥७॥
અર્થાત–શૂન્ય ઘર, શૂન્યવન, અતિવગરનું મોટું મન્દિર અને રાજા વગરનું લશ્કર જેમ શેભાને પામતા નથી. માટે હું અસિવેતાળ ! મારા આયુષ્યમાથી એક શૂન્યમીંડાને ખશેડી ને તેની સ્થાને પાંચ અગર એક મુકીને બે શૂન્ય ના દેષને દુર કરે.
રાક્ષસ બોલે “હે અવંતીપતિ ! ત્રણે લેકમાં કોઈ પણ દેવ કે દાનવ અથવા સાક્ષાત્ ઈન્દ્ર પણ તારા આયુષમાં ઘટાડો કે વધારે કરવા શક્તિમાન નથી.” વિગેરે વિદપૂર્વક વાર્તાલાપ કરી અગ્નિવેતાળ સ્વસ્થાને ગયો. બીજા દીવસની રાત્રીએ ભૂપતિએ બલિ વિગેરે કાંઈ પણ કર્યા વગર નિરાતે નીદ્રાધીન થયો. હંમેશના નિયમાનુસાર જ્યારે અગ્નિવેતાળ રાજમહેલમાં આવી બલિની કાંઈ પશુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com