________________
રડવું-કૂટવું.
વાથી આપણું મટી જશે ! અહા ! કેટલી હલકી મનોવૃત્તિ ! કેટલી તુચ્છ ભાવના ! કેટલી અધમતા !
હેને, આ ભેદભાવથી કન્યાઓને કેળવવાનું અટકી પડતાં દેશની, સમાજની અને જાતિની અર્ધગતિનાં બીજ રોપાયાં છે. તેથી હવે જાગૃત થઈ આ ભેદભાવને સદંતર તિલાંજલિ આપવાથી જ આ પ્રશ્નને નીકાલ લાવી શકશે.
રડવું ફુટવું.
પ્લેને, સ્ત્રીજીવનને છ પ્રશ્ન મરણ પ્રસંગે રડવાકૂટવાને લગતે છે. હિંદુ સમાજની હાંસી કરાવનાર, અરે! તેને નિ:સત્વ અને નિર્માલ્ય પણ બનાવી મૂકનાર આ કુરીવાજે જનસમાજની જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દુર્દશા કરી મૂકેલ છે તે વર્ણવી જાય તેમ નથી !
બહેને, અલબત, કોઈ સગાં-સ્નેહી જનનું મરણ થતાં રડવું આવે એ સ્વાભાવિક છે અને તેમ હાઈ એ રડવું અટકાવવું એમ તો હું કહેવાજ માંગતો નથી. આ સ્થળે મારે જે મુદ્દો છે તે ૨ડવા અને કૂટવાને લગતે છે. મતલબ કે કૃત્રિમ રાગડા તાણીને ૨ડવા સાથે કૂટવાની અરે ! પછાડીઓ ખાવાની પણ જે ઘેલછા સ્ત્રીવર્ગમાં પ્રવર્તી રહી છે તે કેવળ અકુદતીજ છે એમ નહિ, પરંતુ અર્થહીન અને નિંદનીય પણ હાઈ સદંતર દૂરજ કરવા યોગ્ય છે.
બહેને, આપમાંથી મને કઈ કહેશે કે, ગયેલું માણસ રડવા કૂટવાને ભગીરથ !) પ્રયત્ન કરતાં પાછું આવે છે? ના, કદિજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com