________________
lull
છે
ye' .|| v[" ;
T
शयनेषु रम्भा.
ગહરાજ્યમાં શયનગૃહમાં આર્યગૃહિણીનું સ્થાન એક અપ્સરા યાને દેવકન્યા તુલ્ય મનાય છે. અપસરા, રંભા, અને મેનકા વગેરે સ્વર્ગીય સ્ત્રીપાત્ર ગણાય છે. તેઓ સ્વર્ગમાં જેમ સુખનું વાતાવરણ વિસ્તારી મૂકે છે, તેમ માનવ જાતિની અપ્સરા તુલ્ય ગણાતી આર્યગૃહિણીએ શયનગૃહમાં સુખનું વાતાવરણ વિસ્તારો મૂકવામાં કચાશ રાખવી ઘટે નહિ.
શયનગૃહમાં ઉપયોગમાં લેવાની સગ્ન સામગ્રી ઉત્તમ પ્રકારની તેમજ સ્વચ્છ જોઈએ. તળાઈ, ઓછાડ અને એશીકાં વગેરે સાહિત્ય સુંદર હોવાં જોઇએ, ઉપરાંત શયનગૃહમાં ખુલ્લી હવા આવવાનાં પુષ્કળ બારી-બારણાં પણ જરૂરનાં છે. આખું શયનગૃહ સુગંધી પુપોથી અને ગુલાબજળ વગેરેની ખુશબેથી મઘમઘી રહેવું જેએ. - આર્યગૃહિણીનું શયનગૃહ એવું તે સુંદર હોય કે જાણે તે સ્વર્ગ જ છે. આર્યગૃહિણનાં રાત્રે પહેરવાનાં વસ્ત્રો સ્વચ્છ, સુગંધવાળાં અને આકર્ષક હોવાં જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com