________________
૮૦
આર્યધર્મ : લેખક, વા. મે. શાહ શકે. ખચ્ચર પર લધાયેલા ગાડાંની પેઠે જીદગીને મરતાંરોતાં ખેંચ્યા કરવામાં શું મઝા છે?
મુક્ત આર્યો, અને મુકત આર્યાએ આર્યાવર્તને રમતાં-ખેલતાં મુક્ત કરશે,-ના મનુષ્યજાતિને મુક્ત કરશે.
હમે મુક્ત થવાના પરિશ્રમ પેજનાપૂર્વક અને ઉત્સાહપૂર્વક કરવા છતાં આ જીદગીમાં મુકિત મેળવી શકે તે પણ એ પ્રયતથી મુકિતને નજીક તે લાવી જ શકે અને હમારી પ્રજા મુકિતને એથી ય વધુ નજીક લાવી શકે, અને હેની પ્રજા મુક્તિ પર સવાર થઈ શકે. એ સિંહણ પર સવાર થવાની તાલાવેલીવાળી પ્રજાને જન્માવે તે ય હમારી મુક્તિ જ સમજજે, હમારી તે પ્રજાની મુક્તિ એ હમારી નવા જન્મની મુક્તિ છે–હમારી બીજી કે બારમી આવૃત્તિની મુક્તિ છે.
ગુલામ દેશ ગુલામ માટે જ રહેવા દે.............
x
x
x
x
x
x
– સમાસ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com