________________
૩૮
આર્યધર્મ ઃ લેખક, વા. મે. શાહ જ્યાં ઘણા ધર્મો હોય ત્યાં એકતા ન થઈ શકે.” પણ વસ્તુતઃ ઘણા ધમે થવા પામ્યા એ તે હિંદી માનસની સ્વતંત્રતા–વ્યક્તિત્વની ખિલવટ સૂચવે છે. હા, એ જુદા ધર્મો મૂળ આશયમાં ન મળતા હોય અને જાદા ખાબોચીઆ તરીકે જ જીવતા હોય તો તે અલબત ભયરૂપ છે, કે જેમ આજે બનવા પામ્યું છે.
કોઈપણ માન્યતા અને કોઈપણ ક્રિયાકાંડને છેવટના સત્ય તરીકે, સાધન નહિ પણ સાધ્ય તરીકે, નરા સત્ય તરીકે, મનાવવાને દુરાગ્રહ થાય ત્યારે લેકેમાં જડતા, ધમધપણું, પ્રગતિને બદલે ઝનૂનીપણું અને હેમીપણું આવે, એક્તાને ભંગ થાય અને પ્રજા સડવા લાગે.
એમ કયારે બનવા પામે ?
ધર્મગુરૂ જે અધૂર, અપકવ, બીન અનુભવી જ્ઞાન-ક્રિયાશકિતના ભંડોળ વગરને સ્થિતિચુસ્ત, પ્રમાદી થાય તે જ,
જીવનસંગ્રામ ખેલીને પરાક્રમ કર્યા પછી જ અને તે દ્વારા જ્ઞાનશક્તિ પણ પૂરી ખિલવ્યા પછી જ ઋષિ કે ધર્મગુર બનવાને જે કાળે રિવાજ હતો તે કાળે વિવિધ હિંદુ ધર્મે સ્થપાયા હતા તેથી તે વખતે પ્રગતિને ભય નહોતે.
તેઓ તે અમુક બદલાતી માન્યતાઓ અને ક્રિયાકાંડો વડે સ્ત્રી-પુરુષને ઉંચા ને વધુ ઉંચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com