________________
માટે તે આ રિયતિ બાળકને
તે જ. આજના હિંદીઓ પોતે અગવડ, ખર્ચ, માનસિક પીડા સહી લઈને પણ હિંદી બાલાઓને જોગમાયા જેવી બનાવવા કમર કસે તો એ ભૂમિમાંથી ઉપજતી “પ્ર–જા” (Pro-creation) એક દિવસ ખરા આર્યો ઉપજાવશે. અને એ આર્યો “પિતાનો આર્યાવર્તબનાવશે. હિંદુઓને જ્યારે એમ કહેવામાં આવે છે કે હમે હમેશ દાન કરતા રહે, હમેશ અમુક તપ અને નિયમનું પાલન કરતા રહો, અમુક ધર્મગુરૂના વચનને ઈશ્વરવચન તરીકે માથે ચહડાવી સર્વસ્વ એને અર્પણ કરતા રહે તો, સેપાંચસે કે હજાર ભવે મુક્તિ પામશે,–એવું જ્યારે કહેવામાં આવે છે ત્યારે તે વાત તેઓ માની શકે છે અને એ માન્યતા પર સગવડ અને નાણુને ભેગ પણ આપી શકે છે તથા પરિણામ માટે સો કે હજાર ભવની રાહ પણ જોઈ શકે છે. ધર્મોએ હિંદી માનસને આ સ્થિતિ પર લાવી મૂક્યું તે તો ઠીક જ કર્યું છે, પણ હવે એમને વધુ વખત બાળક ન માનતાં પુખ્ત વયના સમજી ખુલ્લું સંભળાવી દેવું ઘટે છે કે હિંદીઓ ! હમે આજે જેવા છે તેવાથી કાંઈ મુકિત–સ્વાતંત્ર્ય મળી શકે જ નહિઃ મુકિત માટે જે આંતરિક બળ જોઈએ તેવા બળવાળા સંતાન ઉપજાવો તે તેઓ વડે એક દિવસ મુકિત મળે ખરી. એ સંતાન માટે આજથી તૈયારી કરે તો પાંચ કે પચીસમી પેઢીએ મુકિત મેળવી શકનારા હમારાં જ સ્વરૂપો પાકે. હમે આજે “કાચા” છેઃ હમને પાકવાને એટલે વખત લાગશે. પાકશો ત્યારે હમારો જ અંશ ફળ તરીકે -પરિપક્વ શક્તિવાળી પ્રજા તરીકે-જન્મશે. એ જ હમારે ન જન્મ! એટલો સમય રાહ જોવાની ધીરજ હમારે કેળવવી જોઈએ અને એટલા વખત સુધી હમારાં સઘળાં સાધને ભવિષ્યના ઉદ્ધારકોને હયાતીમાં લાવવાના કામ પાછળ જ ખર્ચવા હસતે મુખે-પુણ્ય કાર્ય તરીકે–મુક્તિની કિંમત તરીકે–તૈયાર રહેવું જોઈએ. પુણ્ય એ જ છે, કારણ કે હમારા એ ભાવિ સંતાનેથી જ હમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
હવે