________________
:
૪૧ :
દીઠા તવ એક ગૃહપતિ, પાયે હરખ આનંદ રે. ધન૧૦ મુનિ આવ્યા તસુ આંગણે, પડિલાલ્યા મનરાશે રે, માદક સુઝતા મુનિ ગ્રહી, ચઢતે મન વૈરાગે રે. ધન૧૭ જિન વંદીને પૂછીયે, તૂટ્યો ? તે અંતરાય રે નાથ કહે જદુનાથને, કારણથી તમે પાયે રે. ધન ૧૮ સાંભળી મુનિ અતિ હરખીયા, ધન ધન એ ગુરુરાજે રે, વીતરાગ ઉપગારીયા, કૃપા કરી મુજ આજે રે. ધન, ૧૯ સાધ્ય અધુરે કુણુ કરે, એ આહાર અસાર રે, પુદ્દગલ જગની એંઠ એ, કેમ કે મુનિ સુવિચારે રે. ધન, ૨૦ સાધન વધતે આદરે, એ સાધક વ્યવહાર રે, નિષ્કારણ પર વસ્તુને, છીપે નહિ અણગાર રે. ધન. ૨૧ એમ ચિંતવી શુદ્ધ થંડિલે, પરઠવતા તે પિંડે રે, પુદ્ગલ સંગની નિંદના, નિજ ગુણ રમણ પ્રચંડે રે. ધન. ૨૨ પર પરિણતિ વિચ્છેદતાં, નિજ પરિણતિ પ્રાગભાવે રે, ક્ષપકશ્રેણ ધ્યાને રમ્યા, પામ્યા આત્મસ્વભાવે રે. ધન૨૩ આતમ તવ એકાગ્રતા, તન્મય વીરજ ધારે રે, ઘનઘાતી સવિ ખેરવ્યા, રત્નત્રયી વિસ્તારે રે. ધન૨૪ ક્ષીણ મેહ કરી ચરણની, ક્ષાયિક્તા કરી પૂરી રે, કેવલ જ્ઞાન દર્શન વર્યા, અંતરાય સવિ ચૂરી છે. ધન૨૫ પરમ દાન લાભ નીપન, કીધે કારજ સૂધ રે, “ સમવસરણમેં આવીયા, સાધ્ય સંપૂરણ સીધે રે. ધન. ૨૬ એહવા મુનિને ગાઈએ, થાઈયે ધરી આનંદે રે, દેવચંદ્ર પદ પાઈયે, લહીયે પરમાનંદ રે. ધન, ર૭
દ્રાવિડ-વારિખિલ મુનિ-સઝાય. ધન ધન મુનિવર સંજમ વર્યા છે, પરિહર્યા પાપ અઢાર રે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com