________________
૩૪
ભિન્ન વિધાન ઉપલબ્ધ થાય છે. કેટલાક જણાવે છે કે રાજા માલદેવનું મૃત્યુ થયા પછી અ૯૫ કાળમાં, અર્થાત્ ઈ. સ. ૧૫૬૯ માં તે મારવાડના સિંહાસન પર બેઠે હતો, અને કોઈ તેને ઈ. સ. ૧૫૮૪ માં સિંહાસન રૂઢ થયેલે જણાવે છે. આ ઉભય મતોમાંથી કયો મત સત્ય છે, તેને નિર્ણય અમારાથી થઈ શકતો નથી.”
પ્રસ્તુત શિલાલેખમાં સં. ૧૮૫૯ હોઈને તે ઉદયસિંહ કે ધર્મમૂર્તિસૂરિના જીવનકાળ સાથે બંધ બેસતો નથી થતો. પૂરણચંદ્રજી નાહર તેને ચક્કસાઈથી ઉકેલી શક્યા હોત તો ઉપર્યુક્ત રાજકીય બાબતમાં સારે પ્રકાશ પાડી શકાત.*
મારા પ્રકાશિત લેખસંગ્રહના “કિંચિત વક્તવ્યમાં અગરચંદ નાહટા લેખક્ત રાઉત” વિશેષણને આધારે જણાવે છે કે ઉદયસિંહ જોધપુરના રાજા નહીં પણ કોઈ ગામના ઠાકુર હશે. આ મત પણ વિચારણીય છે. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ પટ્ટાવલીમાં તેને જોધપુરનો રાજા કહ્યો હઈને આ પ્રશ્નને અંતિમ નિર્ણય કરતા પહેલાં વિશેષ પ્રમાણેની આવશ્યક્તા રહે છે. (૩) લેખાંક ૩૨૧ માં રાઘવદેવજીને દેવકુલપાટકના રાજા તરીકે ઉલ્લેખ છે. તેના વર્ણન પરથી જાણી શકાય છે કે સં. ૧૭૯૮ માં ઉક્ત રાજા પ્રજાનું શ્રેય કરનારો તેમ જ બધા ધર્મોને સમદર્શિતાથી જોનારે હતો. કર્નલ ટેડે મેવાડના રાજકર્તાઓમાં રાઘવદેવને ઉલેખ ન કર્યો હોઈને તે માત્ર વહીવટકર્તા કે ખંડિયો રાજા પણ હોઈ શકે. (૪) શત્રુંજયગિરિના જિનાલયના લેખાંક ૩૧૫ માં મોગલ શહેનશાહ વિશે આ પ્રમાણે ઉલલેખ છેઃ “પાતિશાહ જિહાંગીર શ્રી સલેમશાહ ભૂમંડલામંડલ વિજય રાધે.” તે પરથી સિદ્ધ થાય છે કે પાલિતાણાના રાજાઓએ દિલ્હીની આણ સ્વીકારી લીધી હશે. (૫) લેખાંક ૩૦૦-૮ ની પ્રતિમાઓના મસ્તક ભાગમાં જહાંગીરનું નામ ઉત્કીર્ણિત છે. આ પ્રમાણે સાધારણ રીતે બનતું નથી. અહીં એ પ્રમાણે થવાનું કારણ તત્કાલીન ધમધતાનું દર્શન કરાવે છે. જનશ્રુતિ કહે છે કે –જહાંગીરને કહેવામાં આવ્યું કે “સેવડને મૂર્તિમાં બનવાઈ હૈ ઔર હજૂર કે નામકો અપને બુત કે પૈ કે નિચે લિખા દિયા હૈ!” આ સાંભળતાં જ પાદશાહના ક્રોધનો પાર ન રહ્યો. તેનું નિવારણ કરવા પાદશાહના નામને મસ્તક ભાગમાં કાતરાવી દેવામાં આવ્યું છે જે આવી સમયસૂચકતા દર્શાવાઈ ન હોત તો અન્ય ધર્મસ્થાપત્યોની જેમ આગરાનું એ જિનાલય પણ પાયાથી ખેરાઈ જાત! પટ્ટાવલીમાં આચાર્ય કલ્યાણસાગરસૂરિએ જહાંગીરને ચમત્કાર દાખવેલો એ અંગે વર્ણન છે તે આ ઘટનાને સૂચવતું તે નહીં હોયને? (૬) પ્રે. બનારસીદાસને આગરાના જિનાલયની ઓરડીમાંથી પ્રાપ્ત થયેલી શિલાપ્રશસ્તિ (લેખાંક ૨૮૮)માં કુરપાલ–સાનપાલને જહાંગીરના મંત્રી કહેવામાં આવ્યા હોઈને તેમણે આ પ્રશ્ન ઉહાપોહ કર્યો. જહાંગીરના શાસનકાળ સંબંધિત ફારસી ગ્રંથોમાં પણ આ * કર્નલ ટેડ પ્રણેત રાજસ્થાનને ઈતિહાસ' ગુજરાતીમાં અનુદિત, ભા. ૨; પૃ. ૪૨-૩. » ‘જેન લેખ-સંગ્રહ’, સ. પૂરણચંદ્ર નાહર, ખંડ ૧, લેખાંક ૭૪૩. 0 નાહરજીએ આ પ્રસંગ નોંધ્યો છે. જુઓ જેન લેખ-સંગ્રહ ખંડ ૨, લેખાંક ૧૫૭૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com