SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર (૫) । ૐ॰ ।। આ ચિહ્નને મારવાડમાં બાળકને ‘ૐ નમેા સિદ્ધાં', સ્વરનજન, તથા કાતંત્ર વ્યાકરણના પ્રથમપાદ વગેરેની જે પાટીએ ભણાવવામાં આવે છે, તેમાં ‘ભલે મીંડું એ પાણ' તરીકે ગેાખાવવામાં આવતું હાઇને અત્યારના લહિયાએ તને ‘ભલે મીંડું' કહે છે, કિન્તુ આ નામ તેના વાસ્તવિક આશયને પ્રકટ કરવા માટે પૂરતું નથી. (૬) ઉક્ત ચિહ્ન કયા અક્ષરની કઈ આકૃતિમાંથી જન્મ્યું તે અંગેનાં અનેક તર્કોમાં એક એમ જણાવે છે કે જૈન સંસ્કૃતિએ શ્રી વીર સ`૦ ૯૮૦ માં જૈન શ્રુતને ગ્રંથબદ્ધ કરવાની શરૂઆત કરી તે ઘટનાના સ્મૃતિ-ચિહ્ન તરીકે તેને ઘટાવી શકાય, કેમ કે તેનો મરાડ જોતાં તે ૯૮૦ વંચાય છે. (૭) લેખના અંતમાં શ્રી, શ્રીરસ્તુ, કલ્યાણમસ્તુ, શ્રેયસ્કૃત, શુભ ભૂયાત્, ચિર નૠતુ આદિ અનેક પ્રકારનાં આશીવચનો લખાતાં શિલા-પ્રશસ્તિનાં અંતિમ પદ્યોમાં ‘ જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર પ્રકાશિત રહે ત્યાં સુધી આ પ્રશસ્તિ જયવંત રહેા' એમ કે એને મળતાં અનેક પ્રકારનાં વર્ણનો જોવા મળે છે. ઉદાહરણાથે જુઓ લેખાંક ૨૮૮, ૩૧૦, ૩૧૫, ૩૪૮ વગેરે. (૮) ઉપયુક્ત આશીવ`ચનો ઉપરાંત લેખના અંતિમ અક્ષર તરીકે ૩ કે ૪ જેવું ચિહ્ન જોવામાં આવે છે. કયાંક “જી” પણ મૂકાય છે; જુઓ લેખાંક ૧૪૦, ૪૧૦, ૪૮૭ ઈત્યાદિ. આ ચિહ્ન શાનું છે અને કયા દૃષ્ટિબિન્દુના ઉપલક્ષમાં તેનો પ્રયાગ કરાતા હશે એ માટે કશે. ઉલ્લેખ મળતે નથી. આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી આ સંબંધમાં નોંધે છે કે— સામાન્ય નજરે જોતાં “છ” અક્ષર જણાય છે, પરંતુ અક્ષરના મરોડનું ઔચિત્ય વિચારતાં એ પૂર્ણ કુંભનું ચિહ્ન હોવાની અમારી કલ્પના છે. પૂર્ણ કુંભને આપણે ત્યાં દરેક કા'માં મંગલ તરીકે પસંદ કરવામાં આવે છે. એ જ રીતે એની આકૃતિને અહીં અન્ત્ય મંગલ તરીકે પસંદ કરવામાં આવી હેાય એમ અમારૂં અનુમાન છે.’A ' શબ્દાત્મક અકા ઉત્ઝી' લેખામાં અનેક સ્થાને શબ્દાત્મક અંકોનો ઉપયાગ કરવામાં આવ્યા છે, ઉદાહરણાથે ‘શરાબ્ર-નિધિ-ભૂ-વષે’ (લે૦ ૮૬૭). સ૦ ૧૯૦૫ સૂચવવા આવા શબ્દાત્મક અંકો પ્રયેાજાયા છે. આ અંકોની કલ્પના જે તે સમયમાં પ્રચલિત ધાર્મિક તેમ જ વ્યાવહારિક વસ્તુઓની ગણતરીને આધારે કરવામાં આવી છે; જેમ કે શર=પ, અભ્ર=॰, નિધિ=૯, ભૂ=૧-એટલે કે ૧૯૦૫. સંખ્યાનો નિર્દેશ શબ્દાંકા દ્વારા કરવા અંગેના ઉલ્લેખા ઉત્તરાધ્યયન સૂત્ર', સૂત્રકૃતાંગ’ આદિ આગમ ગ્રંથા ઉપરાંત વૈદિક ગ્રંથામાંથી પણ પ્રાપ્ત થતા હાઇને આવા પ્રયાગની પ્રાચીનતા સમજી શકાય છે. ઘણીવાર આવા શબ્દાંકે એ સંખ્યાઓનું સૂચન પણ કરતા હાઇને નિણૅય કરવામાં અનેક મુશ્કેલીએ સાતી હાય છે અને કયારેક તે ગૂંચવાડા પણ પેઢા થાય એ સ્વાભાવિક છે. આથી સાચી સંખ્યા જાણવા માટે અન્ય પ્રમાણેાનો આધાર પણ લેવે! પડે છે. A ‘ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા’ નામે લેખ, ‘જૈન ચિત્રકલ્પદ્રુમ’ અંતત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com "
SR No.034742
Book TitleAnchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAkhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
Publication Year1971
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy