________________
“અંચલગચ્છ–દિગ્દર્શન”
વિદ્વાનની દષ્ટિએ– સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ વાઈસ ચાન્સેલર, તેમ જ ગુજરાતની સંસ્કૃતિના ચિંતક સદગત ડોલરરાયભાઇ માંકડ તા. ૨૭-૨-૭૦ તથા તા. ૨૭-૩-૭૦ ના પત્રોમાં જણાવે છે કે –
“.શ્રી અમૃતલાલભાઈએ તમારા વિશે મને વાત કરી હતી. મેં તમારું એક પુસ્તક વાંચ્યું તેના ઉપરથી તમારા અભ્યાસની મારા મન ઉપર ઊંડી છાપ પડી હતી તેની વાત પણ તેમની સાથે થઈ હતી.
“તમારા પુસ્તકે મને મોકલશો તે આભારી થઈશ. મને અભ્યાસમાં કામ પણ આવશે.
“સૌરાષ્ટ્ર આખામાં જ્યાં જ્યાં જૈન મંદિરો (બધા ગચ્છનાં) હોય ત્યાં ત્યાં જઈને જે કંઈ લેખ-સામગ્રી મળે તે એકઠી કરી લેવી જોઈએ. તેવી જ રીતે કેઈપણ ઐતિહાસિક વ્યક્તિ વિશે જૈનએ જે કઈ કાવ્ય રચ્યાં હોય તેની યાદી કરી પ્રકાશિત કરવાને કાર્યક્રમ ઘડી કાઢવા જોઈએ.
“આવું કામ કદાચ તમે જ કરી શકે. પણ એવું કામ થાય તે બહુ ઉપયોગી નીવડે. રાજકોટ આવે ત્યારે મળે તે વધુ ચર્ચા કરીએ. જામવિજ્ય કાવ્ય તથા શ્રીકંઠનું કાવ્ય બન્ને મારી પાસે છે. બને છપાઈ ગયાં છે. શ્રીકંદનું રસકૌમુદી છે એમાં ઐતિહાસિક વિગતો બે ત્રણ જ છે...”
“તમારાં બે પુસ્તક મળ્યાં. તેને માટે ઘણો જ આભારી છું બંને પુસ્તક સંશાધનકારોને અત્યંત જરૂરનાં બને તેવાં છે.
તમે જે પુસ્તકો તૈયાર કરે છે તેમાં એકમાં મારે આમુખ રાખવાનું લખો છો, તો હું તે લખી આપીશ. છપાએલા ફર્મા મને મોકલશે......”
–ોલરરાય માંકડ
પ્રાચ્યવિદ્યા મંદિર, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ડીરેકટર, તેમ જ પ્રાચ્યવિદ્યાના પ્રખર વિદ્વાન હૈ. ભેગીલાલ જ, સાંડેસરા તા. ૧૮-૧૨-૭૦ ના પત્રમાં જણાવે છે—
“ અંચલગચ્છને આ પહેલા જ બૂડહું ઇતિહાસ છે. તમે એને આધારે અને ઉલ્લેખ આપીને બને એટલે પ્રમાણભૂત બનાવ્યો છે, એ જોઈને આનંદ થાય છે.
જેને ઈતિહાસના અભ્યાસીઓ અને સંશોધકોને તમારો આ ગ્રન્થ વિવિધ રીતે ઉપયેગી થશે એમ હું માનું છું. જે સૂચિઓ તૈયાર હતી તે બધી આ ગ્રન્થ સાથે છાપી શકાઈ હોત તો સારું. હજી અલગ પુસ્તિકારૂપે પણ જે તે પ્રગટ થાય તો તે અનેક રીતે કામ આવશે...”
–ભેગીલાલ જ, સાંડેસરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com