________________
२५ પ્રત્યય પ્રજિત છે, જુઓઃ ખેતલદે, કઉતિગદે, સિરીદે વગેરે. નામોને સંક્ષિપ્ત કરવાની પ્રવૃત્તિ પ્રાચીન હોઈને પાણિનિએ પણ આ પ્રકને વિચારણા કરી છે; ભારહુત અને સાંચીના લેખોમાં આવતાં આવાં સંક્ષિપ્ત નામે પણ એક જ સાંસ્કૃતિક પૃષ્ઠ ભૂમિનું ચિત્ર ઉપસ્થિત કરે છે. (૮) શ્રેણીઓનાં નામે દેશી ભાષામાં છે તે શ્રમણોનાં નામ સંસ્કૃતમાં છે, એ તફાવત પણ નજર સામે સ્પષ્ટ તરી આવે એવો છે. ઉદાહરણાથે સિદ્ધાન્તસાગરસૂરિ આ નામને સમાન અર્થાવાળા શબ્દ પ્રયોજીને પણ દર્શાવેલ; જેમ કે “સિદ્ધાન્ત સમુદ્ર” “સિદ્ધાન્ત સિંધુ” કે સિદ્ધાન્તાવ.” લેખોમાંથી આવા દુષ્ટાન્તો અનેક સ્થાને જોવા મળે છે. આ સંબંધમાં અન્ય ઉદાહરણે આ પ્રમાણે છે. ઝવેરસાગર=રતનપરીક્ષક (લે. ૪૫), ભાગ્યચંદ્ર ભાગ્યેન્દુ (લે. ૮૮૯).
વારને પણ પર્યાયવાચી શબ્દો દ્વારા દર્શાવવામાં આવતા, જેમકે રવિવાર=આદિત્ય વાસરે, સોમવાર=ચંદ્રવાસરે, શુક્રવાર=ભૃગુવાસરે. આવા પ્રયોગો પ્રચલિત હોઈને તેને અર્થ સમજવામાં મુશ્કેલી પડતી નથી. (૯) નામના અધ્યયનથી લેકભાષા ઉપરાંત લોકપ્રથા પર પણ પ્રકાશ પાડી શકાય છે. લેખાંક ૭૭૭ માં “છીતર” અને લે. ૩૩૫ માં “છતરાજી” નામો છે, તે પરથી જણાય છે કે તેમની માતાના પુત્ર જીવતા નહીં. દેશી ભાષામાં “છીતર” તૂટી ગયેલી ટેકરીવાચક શબ્દ છે એમ હેમચંદ્રાચાર્ય નંધ્યું છે ડે. વાસુદેવશરણ અગ્રવાલ આ સંબંધમાં નિધે છે કે –“જબ પુત્ર કા જન્મ હુઆ તે માતાને ઉસે છીનરી મેં રખકર ખીંચકર ધૂરે પર ડાલ દિયા, જહાં ઉસે ઘરકી મેહતરાનીને ઉઠા લિયા. ઈસ પ્રકાર માનાં પુત્ર કો મૃત્યુ કે લિયે અર્પિત કર દિયા ગયા. મૃત્યુ કા જે ભાગ બચ્ચે મેં થા ઉસકી પૂર્તિ કર દી ગઈ. ફિર ઉસ બચ્ચે કો માતા-પિતા નિષ્કય દે કર મેલ લે લેતે થે, વહ માનાં મૃત્યુદેવ કે ઘરસે લૌટ કર નયા જીવન આરમ્ભ કરતા થા. ઈસ પ્રકાર કે બચ્ચોં કો “છીતર” નામ દિયા જાતા થા. અપભ્રંશ મેં “સલૂ' યા “સુલ્લા’ નામ ભી ઉસી પ્રકાર કા થા.”x (૧૦) જેમ શ્રમણોનાં નામ આગળ એમનું પદ દર્શાવવામાં આવતું તેમ શ્રાવકનાં નામ આગળ સ્થાન કે વ્યવસાયસૂચક પૂર્વપદને ઉપગ થતો. જાગીરદાર કે જમીનદારનાં નામ આગળ ઠકકુર-ઠાકુર તથા રાજ્યાધિકારી કે હોદેદારનાં નામ આગળ મહત્તમ-મહંતુ એવાં પદો મૂકાતાં. જેઓ તીર્થ સંઘ કાઢતા તેમનાં નામ આગળ સંઘવી લખાતું. જેઓ મંદિરની વ્યવસ્થા સંભાળતા તેઓ ગેઝી કહેવાતા, જે શબ્દ હાલમાં ગોઠી કે પૂજારીના અર્થમાં રૂઢ થઈ ગયે છે.
સાહ, વ્યવહારી, શ્રેણી આદિને પણ વિશેષ અર્થ હતો. સોના-ચાંદી બજારના વેપારીઓ માટે જ શ્રેષ્ઠીપદ વપરાતું, ઝવેરીઓ માટે “પારેખ” શબ્દ પણ નિયત હતો. અન્ય વેપારીઓ માટે “વ્યવહારી” અને બાકીનાઓ માટે સાહુ કે સાઠ પદ પ્રયોજાતાં. વર્તમાનમાં આ બધી સંસ્થાઓ ઝાંખી પડી ગઈ છે અને ઉક્ત પદો પણ ચોક્કસાઈથી લખાતા નથી. કિન્તુ પૂર્વ પરંપરા અનુસાર પ્રત્યેક નગરમાં સોના-ચાંદીની, શરાફેની કે ઝવેરીઓની પેઢીઓની ચોક્કસ સંખ્યા રહેતી અને વિધિપૂર્વક ચૂંટણી બાદ જ તેઓએ વ્યવસાયોના
“બીકાનેર જૈન લેખ સંગ્રહ” નાહટાજી દ્વારા સંપાદિતઃ પ્રાફિકથનમાંથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com