SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૫ अमरादे समस्त कुटुंब श्रेयार्थे । श्री अञ्चलगच्छे श्री गुणनिधानसूरीणामुपदेशेन श्री पार्श्वनाथबिंब कागपितं प्रति० ॥ ખંડન-મંડનાત્મક ગ્રંથો ૧૪૫૬ અ. વધમાનસૂરિ પ્રણીત “મુહપત્તિ પ્રકરણને અંતે અંચલગીય સિદ્ધાંતોની સૂચિ આપવામાં આવી છે. તેમાં એવું દર્શાવાયું છે કે અન્ય ગચ્છાની અને અંચલગચ્છની મૂલ માન્યતાઓમાં કેટલું સામ્ય તેમજ ઉષમ છે સૈદ્ધાતિક ત્રિપન માન્યતા બાદ તેમાં મુહપત્તિ વિશે વિચારણા કરવામાં આવી છે. ગ્રંથમાં અંચલગરછની વિચારધારાને વિકત રીતે રજૂ કરવામાં આવી હોઈને તે ખૂબ જ વાંધાજનક છે. તેમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આ ગએ ૧૨૦ જિનાજ્ઞાઓને નિવેધ કર્યો છે ! કાંતિસાગરજીના સંગ્રહમાં એની પ્રત છે, જેનો લેખન સમય ૧૬ મી સદી છે. ૧૪પ૬ બ. ધર્મમૂર્તિસૂરિએ પણ “વિચારસાર” નામક સમાચારી વિષયક ગ્રંથ રચ્યો છે, જેમાં અન્ય ગચ્છની ૧૩૫ માન્યતાઓની વિચારણું છે. આ ગ્રંથની પ્રત જોધપુરના સંગ્રહમાં છે. જુઓ જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૧, નં. ૯૯૯. અમરસાગરસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં આ મહત્વપૂર્ણ ગ્રંથને કયાયે ઉલ્લેખ સુદ્ધા નથી ! ધર્મમૂર્તિ મરિના ગ્રંથ માટે જુઓ પેરા નં. ૧૫૮–૯૨. વિવેકમે ૧૫૦૮ અ. વિવેકમેએ ગચ્છનાયકનાં ઐતિહાસિક ગીત પણ લખ્યાં, જેનું સંકલન ૧૭મી સદીના હરતલિખિત ગુટકામાં થયું છે, જે કાંતિસાગરજીના સંગ્રહમાં ઉપલબ્ધ છે. શ્રેષ્ઠીવર્યો અને ગ્રંથોદ્ધાર ૧૫૭૯ અ. ધર્મમૂર્તિ સૂરિના પ્રયાસોથી ગ્રથોદ્ધારનાં વિશદ્ કાર્યો થયાં. તે વખતની પ્રત–પુખિકાઓ ઈતિહાસપૂરક છે. ઉમરવાતિ કત તત્વાર્થસૂત્ર સભાસ્ય ’ની પ્રતના અંતે જણાવાયું છે કે-“સં. ૧૬૩૧ ના કાર્તિક વદિ ૮ ને શનિવારે રસઈઆ ગોત્રીય શ્રેણી સૂરા, ભાર્યા રત્નાદે પુત્ર આસા ભાવ ઘધૂ પુ. ડાહીઆ ભાવ રંગાઈ પુત્ર સીધર અને દેધર. સીધરે જીરાપલ્લી, અબુદાચલ આદિ મહા તીર્થોની યાત્રા કરી સાતે ક્ષેત્રમાં વિત્ત સફળ કર્યું. તેની ભાર્યા ખીમાઈ શીલાલંકાર ધારિણી, દેવગુરુ-ધર્મારાધક હતી. એની રત્નકુક્ષીથી રાજહંસ સમાન નગરાજ અને પાસા નામક બે પુત્રો અવતર્યા. નગરાજની ભાર્યા લીલાઈ સમ્યકત્વ, શીલાદિ સકલ ગુણ ધારિણી હતી. તેને કર્માસી, દેવા, સહિજા અને રાજપાલ એમ ચાર સંધવી પદધારક પુત્ર હતા. ચતુર્થ પુત્ર રાજપાલની ભાર્યા મનાઈની રત્ના અને રમા નામક બે કન્યાઓએ “ તત્વાર્થ ભાસ્ય”ની પ્રત બહુ દ્રવ્યવ્યય કરી પોતાનાં કલ્યાણાર્થે અંચલગ છેશ ધર્મપ્રતિસૂરિના ઉપદેશથી નાઈઓ પાસેથી લખાવી અને આચાર્યને સમર્પિત કરી.” ૧૫૭૯ બ. સિદ્ધસેનગણિ કૃત “તત્વાર્થ સૂત્ર સટિક’ની પ્રત પણ ઉક્ત રત્ના અને રમાએ ધર્મ મૂર્તિસૂરિના ઉપદેશથી ૫. સપાતાન પાસેથી લખાવી આચાર્યને સમર્પિત કરી. આ ગ્રંથની પુષ્પિકામાં પણ ઉપર્યુક્ત વર્ણન સંસ્કૃતમાં શબદશઃ છે. જુઓ જોધપુરના સંગ્રહનું જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૨, નં. ૨૫૬ -૬૭. ધર્મમૂર્તિસૂરિને પ્રતિષ્ઠા-લેખ ૧૫૮૧ અ. પાલીતાણાના શ્રી ગોડીજી જિનાલયની ધાતુમૂર્તિ પર આ પ્રમાણે લેખ ઉકીર્ણિત છે; Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy