SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ અંચલગચ્છ દિન સંસ્કાર હતા. એમનાં કુટુંબની સાત વ્યક્તિઓએ દીક્ષા લીધી છે. એમના બંધુ ગાંગજીભાઈ બહેન તથા માસી પ્રવજિત થયાં અને તેમનાં નામ અનુક્રમે ગુલાબસાગર, આણંદશ્રી તથા કુશલશ્રી રખાયાં. તદુપરાંત દીક્ષા લેનાર હતા નાનાભાઈનાં પત્ની, કાકાની પુત્રી, મામા તથા સાતમાં પિતે. આમ માતૃ-પિતૃ પક્ષે ધાર્મિક સંસ્કાર અને આત્મનિષ્ઠાનું સુભગ પ્રતિબિંબ એમનાં નિર્મળ જીવનમાં દેખાય છે. ૨૪૩૯, ગુરુ સાથે સં. ૧૯૬૭ થી ૧૯ સુધી મુંબઈ ચાતુર્માસ રહ્યા. ખેતશી ખીંયશીના સંઘમાં પધારી સં. ૧૯૬૯ ના પોષી પૂનમે શત્રુંજયની યાત્રા કરી. સં. ૧૯૭૦ થી ૭ માં અનુક્રમે ભૂજ, માંડવી, સુથરી, તેરા, સુથરી, ગોધરા અને પાલીતાણામાં ગુરુ સાથે ચાતુર્માસ રહ્યા. એ પછી ગુરુ સાથે વિચારભેદ થવાથી ભિન્ન વિચર્યા. વળી કેટલોક સમય સાથે થયા, પરંતુ ગુરુ શિષ્ય વચ્ચે અંતર વધતું ગયું. આવી સ્થિતિમાં એકાકીપણું સ્વીકારી આત્મસાધના કરી. સં. ૧૯૭૬ થી ૭૬ સુધી આ પ્રમાણે એકલા ચાતુર્માસ રહ્યા–જામનગર, માંડવી, સાંયરા અને ગોધરા. એ પછી તેમસાગરજીને શિષ્ય કરી એલવિહારીપણું ટાળ્યું. ૨૬૪૦. નારાણપુરના વોહરા કચરા જાગાણી ભાર્યા દેમીબાઈની કુખે માગશર વદિ ૧૨ ના દિને નાગજીભાઈનો જન્મ થયો. દાનસાગરજીનો પરિચય થતાં, તેમને વૈરાગ્ય ઉપજો. ગુરુ સાથે અબડાસાની પંચતીથી, કેસર, ગિરનાર આદિ તીર્થોની પગપાળા યાત્રા કરી. સં. ૧૯૮૦ ના ચૈત્ર સુદી ૫ ના દિને જૂનાગઢમાં દીક્ષા લીધી અને એમનું નેમસાગર નામાભિધાન થયું. મણીવિજયે દીક્ષામાં સારો સોગ આપે. એ વર્ષે આષાઢ સુદી ૭ના દિને ભક્તિવિજયની નિશ્રામાં પાલીતાણામાં એમને વડી દીક્ષા પ્રદાન થઈ. અને પ્રથમ ચાતુર્માસ ત્યાં જ રહ્યા. એ પછી તેમણે જૈનશ્રતનો અભ્યાસ કરી પોતાની કુશાગ્ર બુદ્ધિનો પરિચય કરાવ્યો. ગુરુ-શિષ્યની આ અપ્રતિમ જોડીએ ગચ્છને સુંદર અધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડીને શાસનનું નામ અજવાળ્યું. ૨૬૪૧. નેમસાગરજીએ બહુધા પોતાના ગુરુ સાથે અનુક્રમે સં. ૧૮૮૦ થી ૨૦૧૭ સુધીમાં આ પ્રમાણે ચાતુર્માસ કર્યા -પાલીતાણા, પ્રાંતીજ, માંડલ, બે વર્ષ મુંબઈ, પાલીતાણા, લતિપુર, મોરબી, નલીઆ, સાએરા, માંડવી, ભૂજ, લાયજા, માંડવી, ત્રણ વર્ષ જામનગર, લતિપુર, મોરબી, ભૂજ, માંડવી, ભૂજ, ખારવા, લાયજા, ભૂજ, બીદડા, દેઢિયા, નારાણપુર, નરેડી, કોટડી, વરાડીઆ, ભૂજ, બે વર્ષ ગોધરા. છેલ્લાં ચાતુર્માસ ગુથી ભિન્ન થયાં. સં. ૨૦૧૪ પછી મુંબઈમાં જ જુદે જુદે સ્થળે ચાતુર્માસે થયાં. ૨૬૪૨. દાનસાગરજીએ બુદ્ધિસાગરસૂરિ શિ. અજિતસાગરસૂરિની નિશ્રામાં યોગ વહન કરી સં.૧૯૮૨ માં મહુડીમાં રિદ્ધિસાગરસૂરિ પાસે ગણિ પદ અને પ્રાંતીજમાં પન્યાસ પદ ગ્રહણ કર્યા. જખૌનાં ધનબાઈ દેવરાજ માવજીએ પસવ કર્યો. આ અરસામાં તેઓ બહુધા ઉત્તર ગુજરાતમાં વિચર્યા. ૨૬૪૩. રવાના ચાંપશી તથા દામજી માલશી માંથાએ દાનસાગરજીની નિશ્રામાં સં. ૧૯૮૪માં ભાંડુપમાં ઉપધાન તપનો યાદગાર ઉત્સવ કર્યો મુંબઈમાં આ ઉત્સવ સૌ પ્રથમ હાઈને લોકોએ ઘણો ઉત્સાહ દર્શાવ્યો. આ પ્રસંગે કમલશ્રી તથા કલ્યાણકીને દીક્ષાઓ અપાઈ. એ પછી ભાયખલ માં પણ એમની નિશ્રામાં સુંદર ધર્મોત્સવ થયા, તેમજ વૈશાખ સુદી ૫ ના દિને જયશ્રીને દીક્ષા પ્રદાન થઈ કમલશ્રીના ઉપદેશથી સુથરીના ખીમજી આણંદજી પીરે, તથા રૂપશી પીતાંબરે ભદેસરને સંઘ કહ્યો. માલશી માંયાનાં કુટુંબે દાનસાગરજીના ઉપદેશથી ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું, તેમણે રવામાં શાળા કરી, દુષ્કાળમાં અન્નસત્ર શરુ કર્યા તથા માલાસર તળાવ બંધાવ્યું. ૨૬૪૪. સં. ૧૯૮૬ માં નિપુરનું ચાતુર્માસ ચિર સ્મરણીય રહેશે. અહીં અંચલગચ્છના શ્રાવક ન હોવા છતાં સંઘે ગુરુનું અપૂર્વ સ્વાગત કર્યું. દાનસાગરજીની સહૃદયતાનું જ એ પરિણામ હતું. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy