SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રસાગરસૂરિ ૧૮૫ શ્રી શાંતિનાથ જિનાલય, નાંગલપુરમાં શામજી પદમશી માંડવીવાલાએ શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૫૯માં કેટલા તથા ભોજાઈમાં સંઘે શ્રી શાંતિનાથ જિનાલયે બંધાવ્યાં. ૨૫૬૨. સં. ૧૯૬૦માં લુણીમાં સંઘે શ્રી શાંતિનાથ જિનાલય,શેરડીમાં શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યાં. ' લુણીનાં જિનાલયનો શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર થશે. શેરડીમાં સં. ૨૦૦૬ના માધ સુદી ૬ ને શુક્રવારે ઉત્સવપૂર્વક જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા થઈ. સં. ૧૮૬ ૦માં વરાડીઆમાં દેવજી મુરજીની મુખ્ય સહાયથી શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાયું, જેમાં સં. ૧૯૮૦ માં નાંગલી સેજપારની પુત્રી ગંગાબાઈએ મીનાકારી કામ કરાવ્યું. અહીં નારાણજી શામજીએ પણ ધર્મ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું. ૨૫૩. સં. ૧૯૬૨ માં કુંવરજી શામજીએ રાણપુરમાં શ્રી વીર જિનાલય, મેટી વંઢીમાં સંઘે શ્રી કુંથુનાથ જિનાલય, સં. ૧૯૬૩માં તલવાણમાં સંઘે શ્રી સુમતિનાથ જિનાલય તથા ચુંદડી અને મકડામાં જિનાલ બંધાવ્યાં. ૨૫૬૪. ચાંગડાઈમાં સં. ૧૯૬૫ માં તથા ત્રગડીમાં શ્રી આદિનાથ જિનાલયે બંધાયાં. ચાંગડાઈમાં શ્રાવણ સુદી ૫ને રવિવારે શ્રી અનંતનાથની પ્રતિષ્ઠા થયેલી પરંતુ વિજારોપણ પ્રસંગે માણસો પડી જવાથી આશાતના થયેલી. આથી જિનાલયનું પાયાથી વિસર્જન કરી, નવું જિનાલય બંધાવી સંઘે તેની સં. ૧૯૮૯ના માઘ સુદી ૧૭ ને બુધવારે રવિચંદ્રના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. ૨૫૬૫. સં. ૧૯૬૬ માં સંઘે હાલાપુરમાં શ્રી શીતલનાથ જિનાલય, ખીંઅરાજ લધાએ લાલામાં, તથા સંઘે સં.૧૯૬૭માં નરેડીમાં તેમજ રામાણીઆમાં શ્રી ચંદ્રપ્રભુ જિનાલયો, સં. ૧૯૬૮માં દેઢીઆમાં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં. ૨૫૬ ક. નાના આસબીઆના દેરાજ યમલે સં. ૧૯૭૦માં બીદડામાં શ્રી પાર્શ્વનાથ જિનાલય, સંઘે સં. ૧૯૭૧માં વાંઢમાં શ્રી કુંથુનાથ જિનાલય, સં. ૧૯૭૨ માં ડોણમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય, સં. ૧૯૭૨ માં છસરામાં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં. ૨૫૬૭. સંઘે સં. ૧૯૭૮માં મોથારામાં તથા દેવપુરમાં, સં. ૧૯૭૯ માં ભોંયરામાં શ્રી પાર્શ્વનાથ જિનાલ બંધાવ્યાં. સં. ૧૯૭૯ ના માઘ સુદી ૧૧ ના દિને લાયજામાં શ્રી વીર જિનાલયની ગૌતમસાગરજીના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ. અહીં રાવસાહેબ રવજી સેજપાલે અનેક ધર્મ કાર્યો કર્યાં. ૨૫૬૮. ગોયરસભામાં ઠાકરશી હીરજી કારિત શ્રી ચંદ્રપ્રભુ જિનાલયની સં. ૧૯૮૪ના વૈશાખ સુદી ૭ ને ગુસ્વારે, એ વર્ષ સુથરીમાં ગોવિંદજી લખમશી કારિત શ્રી અજિતનાથ જિનાલયની શ્રાવણ સુદી, ૧૫ ને શુક્રવાર તથા સં. ૧૯૮૫ ના માધ સુદી ૧૭ ને શુક્રવારે સંધ કૉરિત શ્રી નેમિનાથ જિનાલયની ખારવામાં પ્રતિષ્ઠા થઈ ગોવિંદજી લખમશીએ સં. ૧૯૮૮ ના વૈશાખ સુદી ૧૭ ને બુધવારે રાપરગઢવાલીમાં શ્રી પાર્શ્વબિંબની પણ પ્રતિષ્ઠા કરાવી. ૨૫૬૯. જખૌમાં કાયાણી કારિત શ્રી શામળીઆઇ જિનાલયની સં. ૧૯૮૮ ના માધ સુદી ૧૦ ને ગુરુવારે, સં.૧૯૮૮ના વૈશાખ વદિ ૭ને ગુરુવારે વારાપધરમાં વેલજી ડુંગરશીએ શ્રી આદિનાથ પ્રભુની, એ જ વર્ષે વૈશાખ વદિ ૧૩ ને ગુરુવારે સુથરીમાં સંઘે કલ્યાણસાગરસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ૨૫૭૦. હામલા મંજલમાં પૂંજા રાધાના પ્રયાસથી સં. ૧૯૯૦ના વૈશાખ સુદી ૧૦ ને ગુરુવારે તથા સં. ૧૯૯૨ ને વૈશાખ સુદી ૬ને સેમવારે સણોસરામાં શ્રી અજિતનાથ જિનાલયની પ્રતિષ્ઠા થઈ. એ વર્ષે સાંતલપુરમાં પણ જિનાલય બંધાયું. ૨૫૭૧. સં. ૧૯૯૩ માં મૂલજી ઓભાયાએ કપઈઆમાં શ્રી પાર્શ્વનાથ જિનાલય, સં. ૧૯૯૫ માં ૭૪ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy