SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રસાગરસૂરિ કચ્છ દેશ શુભ સાર રે, સંઘ મિલિયો સવિ વિસ્તાર રે; લઘુ ઓશવાલ અતિ શ્રીકાર રે, એ તો મુંબઈ બંદર મુઝાર. પાટ મહોચ્છવ પ્રેમનું થાય રે, સહુ સંઘ સકલ હરખાય રે; ગુણિજન તિહાં ગુણવલિ ગાય રે, નરનારી સર્વે નમે પાય. ૮ ઓગણસે અડતાલિસમયે રે, શ્રાવણ માસ શુકલ પક્ષ તાપે રે; દશમી બુધવાર ઠહરાયે રે, પાટ મહોચ્છવ તે દિન થાપે. ૧૨ એમના વિશે અન્ય કવિઓએ પણ ગહુલીઓ રચી છે. જુઓ “ગલી સંગ્રહ', નં. ૧૩૫ થી ૧૩૭. શોધક મુનિ ધર્મસાગર. ૨૫૩૩. તે વખતની દમામદાર સાહેબી, શહેનશાહી ગાદીને ઠાઠ, સંઘનું અજોડ સન્માન, જૈન જગતમાં અંચલગચ્છનું ગૌરવ અને ખુદ ગાદીપતિની અસાધારણ વિદ્વત્તા એ બધા એકત્રિત સંયોગો છતાં સૂરિજી એમાં કદિય અંજાયા કે લેપાયા નહિ. પ્રાકૃતમાં પ્રાકૃત માણસને તેઓ અગાઉ જેટલા જ હળતા–મળતા. વૈભવ અને વિદ્વત્તાના ઢગની નીચે છુપાયેલું એમનું જીવન સંત કેટીનું જીવન હતું. અપાર વૈભવ વચ્ચે તેઓ જનક વિદેહીનું જીવન જીવતા. એમનું સંત જીવન અંદરથી અટુલાપણું, એકત્વ અને અલિપ્તતા ઝંખતું હતું. એમની યોગનિષ્ટ કારકિર્દીનું એ જ રહસ્ય હતું. જીવન પરિવર્તન ૨૫૩૪. ગચ્છનાયક જિનેન્દ્રસાગરસૂરિનાં જીવનનું પરિવર્તન કરવામાં તે વખતના કલુષિત વાતાવરણ મુખ્યત્વે ભાગ ભજવ્યો. એમનું આંતરિક જીવન તો ભિન્ન જ હતું. હવે બાહ્ય જીવન પણ પરિવર્તિત થવાનું હતું. પર્યુષણ પર્વની વ્યાખ્યાન સભાને અગાઉથી ઝગડતા બે જ્ઞાતિ–પોએ નિમિત્ત બનાવી અને ઝગડો વ્યાખ્યાનપીઠ લગી પહોંચાડ્યો. કિન્તુ સૂરિજી કોઈપણ પક્ષના સાધન કે નિમિત્ત ન બન્યા. કઈ પક્ષ તરફ વજન પાડવાને બદલે તરત જ વ્યાખ્યાન સભા છોડી ગયા અને મુંબઈને તિલાંજલિ આપવાના નિર્ણય પર આવી ગયા. વીશા ઓશવાળ જૈન સંધ અને ગુજરાતી જૈન સંઘને આ વાતની ખબર પડતાં તેમણે પોતાને ત્યાં પધારવા ખૂબ વિનતિઓ કરી. પણ સુરિજી દાદર આવ્યા. ત્યાં પણ તેમને ઘણું વિનતિઓ આવી. પરંતુ તેમને હવે મુંબઈ પરથી મોહ છૂટી ગયો હતો. અંતે સં. ૧૯૫૧, માં તેઓ કચ્છ પધાર્યા. - ૨૫૩૫. કચ્છમાં ગોધરા, ભૂજપુર, માંડવી, જખૌ, તેરા, નલિયા એમ વિવિધ સ્થળે માસાં કર્યા, અને બધે વિચર્યા. સં. ૧૯૫૬ માં તેઓ જખૌ ચાતુર્માસ રહ્યા. અબડાસામાં એમનું સૌ પ્રથમ ચોમાસું હોઈને ગામોગામથી સંઘો મોટી સંખ્યામાં એમનાં દર્શનાર્થે આવતા. ચોમાસું ઉતરતાં પિોષ વદિ ને રવિવારે જખૌથી નલિયા પધાર્યા. લક્ષ્મીચંદજી અને એમના શિષ્ય દયાલચંદજી એમને વળાવવા જખૌના સંધ સાથે ઠેઠ નલિયા સુધી ગયેલા. નલિયામાં એમનું સુંદર સ્વાગત થયું. પંદરેક દિવસ એમનાં રોકાણ દરમિયાન ખૂબ ધર્મચર્ચાઓ થઈ. મહા સુદી ૭ ને ગુરૂવારે તેઓ વિહાર કરી તેરા પધાર્યા, જ્યાં સંઘે એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને ચાતુર્માસ માટે વિનંતિ કરી. કછ તો જાણે પિતાને પ્રભુ મળ્યા હોય, દેવાંશી તરવે અવતાર લીધો હોય, એવું એમનું તેજ નીરખી, જ્ઞાન અનુભવી વાણી સાંભળી મંત્ર મુગ્ધ બની ગયું! હિન્દુ, મુસલમાન સહિત અઢારે આલમ એમને વચનસિદ્ધ મહાપુરુષ તરીકે પૂજવા લાગી. સં. ૧૯૬૦ માં નલિયા ચાતુર્માસ રહ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy