________________
અંચલગચ્છ દિગ્દર્શન ગઢવાળીમાં શ્રી ગોડીજીનું. ભવાનજી ચાંપશીની માતા વાલબાઈએ ગોડીજીનાં જિનાલયને ખર્ચ આપો તથા ગંગાબાઈ ટેકરશી માણેકે પ્રતિષ્ઠા કાર્યો કર્યા. શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા ઉક્ત ઘણું જિનાલયોના જીર્ણોદ્ધાર થયા.
૨૫૨૪. સુરતના અંચલગચ્છીય શ્રાવકોએ સં. ૧૯૩૯ ના માઘ સુદી ૫ ને સોમવારે પ્રતિષ્ઠાઓ કરાવી. દશા શ્રીમાળી હીરાચંદ મોતીચંદે (ભાર્યા જેકેર) તથા ઓશવાળ શ્રાવકે ખીમચંદ પૂરચંદ, જીવણચંદ કેશરીચંદ (ભાર્યા નંદકુંવર ) વિગેરેએ જિનબિંબો ભરાવ્યાં. એ વખતે અંચલગચ્છીય શ્રમણોને વિહાર એ તરફ ન હોઈને વિજયગુણરત્નસૂરિ શિ. પં, નવલવિજયે પ્રતિષ્ઠા કરાવી. જુઓ - ગોપીપુરામાં શ્રી સંભવનાથ જિનાલયના ગોખલાના લેખ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com