SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિવેકસાગરસૂરિ ૫૬ ૨૪૬૧. કચ્છનાં મહત્ત્વનાં કેન્દ્રોમાં તેઓ ચાતુર્માસ રહેલા અને મહારાવ તરફથી સારું માન પામેલા. સં. ૧૯૩૪ માં એમની અધ્યક્ષતામાં ઉનડોઠમાં જિનાલયની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૯૦૯ માં જામનગરમાં ચાતુર્માસ પણ રહેલા તે વખતે જામ વિભાજી તેમનાં વ્યાખ્યાનો સાંભળવા ખાસ પધારતા. જામસાહેબે એમના પ્રત્યે અત્યંત ભક્તિભાવ વ્યક્ત કરેલ. આ દ્વારા એમને પ્રભાવ મુચિત થાય છે. ૨૪૬૨. સં. ૧૯૪૦ થી ૧૯૪૮ સુધી સતત તેઓ મુંબઈમાં રહ્યા. સં. ૧૯૪૮ ના માગશર માસમાં ભીમજી શામજીએ કેશરઆઇને સંઘ કાઢેલે તેમાં ઉપસ્થિત રહેલા. યાત્રા બાદ વળતી વખતે ઝામરાની ગંભીર બીમારી થઈ. જિનેન્દ્રસાગર, ભાગ્યસાગર આદિ શિષ્યોએ સુંદર શુકૂવા કરી, યુરોપિયન તથા દેશી ડૉકટરે રાતદિવસ સેવામાં હાજર રહ્યા પરંતુ વ્યાધિ જીવલેણ નીવડ્યો. પટ્ટશિષ્ય જિનેન્દ્રસાગરજીને ગચ્છને ભાર સોંપીને તેઓ સં. ૧૯૪૮ ના ફાગણ સુદી ૩ ને ગુરુવારે ૩૭ વર્ષનું આયુ પાળીને મુંબઈમાં કાલધર્મ પામ્યા. યતિ સમુદાય ૨૪૬૩. વિવેકસાગરસૂરિના સમયમાં તેમજ તેમના પછી યતિ સમુદાયનો પ્રભાવ ઉતરતી કળામાં હતો. છતાં કેટલાક યતિઓએ શાસન સેવામાં ઠીક ઠીક કાર્ય કર્યું છે. ગચ્છનાયકના શિષ્ય ભાગ્યસાગરે શત્રુંજયમાં કેટલીક પ્રતિષ્ઠા કરાવી. “ચિત્રસેન પદ્માવતી ચરિત્ર બાલાવબોધ”ની પુપિકા દ્વારા ક્ષમાવર્ધન વિશે આ પ્રમાણે જાણી શકાય છે : “સં. ૧૯૨૯ ફા. વદિ ૨ રવી રાત્ર ઘટી ૪. જાતે ભ. વિવેકસાગરસૂરિ શ્રી મુંબઈ ચાતુર્માસ. તદ આજ્ઞાકારિ પૂજ્ય માવિત્ર શ્રી મેઘલાભજી તત શિષ્ય મુ. સુમતિવાદ્ધનજ તત શિષ્ય મુ. ક્ષમાવઠુંનેન લિપીકૃત. સ્વવાંચનાર્થ. શ્રી બાએટ મધ્યે શ્રી આદિનાથ પ્રસાદાત.” સં. ૧૯૩૮ ને માગશર સુદી ૧૧ ને ગુરુવારે તિલકકુશલે “ધૂતકલેલ સ્તવન” રચ્યું. ૨૪૬૪. પાટણ નિવાસી શામજીએ ગચ્છનાયકની ગહુલી રચી છે તેમાં સં. ૧૯૪૫ ના મહા સુદી ૭ ને રવિવારે વિવેકસાગરસૂરિની નિશ્રામાં સુથરીમાં થયેલા દીક્ષા-મહોત્સવને ઉલ્લેખ છે. જુઓ“ગર્લ્ડલી સંગ્રહ” નં. ૧૩૧ કવિ પ્રેમચંદે પણ ગુગુણ ગર્ભિત સુંદર ગહુલીઓ રચી છે. ૨૪૬૫. વિંઝાણ પિશાળના સુમતિચંદ્ર શિ. તારાચંદ વિધિ-વિધાનમાં નિપુણ હતા. તેમણે લખેલી હાથ પ્રત, જમીન-મહેસુલ અંગેના દસ્તાવેજો ઈત્યાદિ ઘણુ જગ્યાએ ઉપલબ્ધ છે. સં. ૧૯૨૧ માં પાલીતાણામાં થયેલી અંજનશલાકા પ્રસંગે તેઓ ખાસ ઉપસ્થિત રહેલા. તેમના શિષ્ય ગુલાબચંદ્ર થયા. સામાજિક અને ધાર્મિક સમસ્યાઓ ૨૪૬૬. આ અરસામાં નાની મોટી અનેક સામાજિક અને ધાર્મિક સમસ્યાઓ પ્રાદુર્ભૂત થઈ. એક કે સમાન જ્ઞાતિઓમાં પળાતા બે ધર્મોને પરિણામે કેટલાક પ્રસંગોમાં ધર્મ પરિવર્તને થયાં, તો વળી કેટલાકમાં એક જ જ્ઞાતિ અને ધર્મમાં સામાજિક અને ધાર્મિક હિત અથડામણમાં આવ્યાં. કેટલાકમાં બ્રાહ્મણ અને જૈન વચ્ચેના વર્ષો જૂના પ્રણાલિકાગત સામાજિક અને ધાર્મિક મુદ્દા પર અનાદર થયો. આ બધા અવનવા પ્રસંગે પટાતા યુગનાં એંધાણે જ કહી શકાય. સામાજિક અને ધાર્મિક મૂલ્યનાં પરિવર્તનના આ યુગમાં આ બધી સમસ્યાઓએ દૂરગામી અસર પહોંચાડી હોઈને તેને સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો પ્રાપ્ત થાય છે. ૨૪૬૭. કચ્છી દશા ઓશવાળ અને કરાડ એ બે જ્ઞાતિઓ વચ્ચે સં. ૧૯૨૫ માં મુંબઈની Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy