________________
અંચલગચ્છ દિને ૫૬૦ મહાદેવપુરીમાં સંઘે શ્રી કુંથુનાથ જિનાલય તથા પત્રીમાં શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યાં. જખોના ખાના કાનજી લખમશી ભાર્યા રાણબાઈ પુત્ર મૂલજીએ સં. ૧૯૨૧ ની અંજનશલાકા વખતે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. જખૌના મહાજનમાં મોટો સંઘર્ષ થયો જેને નિવારવા અનેક પ્રયાસો થયા. જુઓ વિદ્યાવિજયકૃત “મારી કચ્છ યાત્રા.” શિષ્ય-સમુદાય
૨૪૪૯ વખતસાગર શિ. ભાવસાગર શિ. ઝવેરસાગર અમરનામ રત્નપરીક્ષક સારા કવિ થઈ ગયા, તેઓ ભાવનગરમાં સવિશેષ રહ્યા. કવિ પિતાના વિદ્યાગુરુ તરીકે અમરવિજય અને ચિદાનંદને ગૌરવપૂર્વક ઉલ્લેખ કરે છે. જુઓ –
કવિ નિજ ઉપકારી અબ વરણે, તપગચ્છ વંશ દીપાયો રે; અમરવિજય વિદ્યાગુરુ મારા, કૃતવર આશીષ પા. પાઠક નવ પલ્લવ સમ કત્તાં, અર્થ આચાર્ય ગણાયો રે; શ્રી ચિદાનંદ ગુરુ ધર્માચારય, અનુભવ શ્રદ્ધા છાય.
સિદ્ધગિરિની તલેટીએ વાંદી, ચરણનું પ્રેમ લગા. ૨૪૫૦. સં. ૧૯૧૮ ના કાર્તિક પૂનમ ને રવિવારે શત્રુંજયની યાત્રા કરી ૧૬ ઢાલમાં સિદ્ધગિરિ વર્ણન રૂ૫ “તીર્થમાલા” તેમણે ભાવનગરમાં રચી. પ્રેમાભાઈ હેમાભાઈને મુનીમ ખેમચંદ જયચંદે કવિ સાથે યાત્રા કરી રાયણ પગલાની દેરીને ઉદ્ધાર કર્યો. તેના પુત્ર લલ્લુભાઈને કવિએ ટ્રકની સમજ આપી.
૨૪૫. સં. ૧૯૨૧ ના માઘ સુદી ૭ ને ગુરુવારે કરાવજી નાયકે કરાવેલી અંજનશલાકા પ્રસંગે કવિ પાલીતાણામાં ઉપસ્થિત રહેલા અને ફાગણ સુદી ૮ ને સોમવારે ૮ ઢાલમાં “અંજનશલાકા સ્તવન' ભાવનગરમાં રચ્યું જેમાં એ ઐતિહાસિક પ્રસંગનું વિશદ્ વર્ણન છે. કવિએ ૫ ઢાલમાં “ભવ નાટકને ગર” તેમજ પ્રકીર્ણ કૃતિઓ રચ્યાં. અંજનશલાકા વખતની અનેક મૂતિઓના લેખોમાં કવિનું નામ છે. ભાવનગરમાં એમના ઉપદેશથી કેશવજી નાયકે ગૌતમ ગણધરની દેરી બંધાવી. કવિના શિષ્ય કસ્તુરસાગર થયા, જેમનાં નામથી ભાવનગરમાં કસ્તુરસાગર ગ્રંથ ભંડારની સ્થાપના થઈ.
૨૪૫૨. ઉપા. મુક્તિલાભ શિ. ક્ષમાલાએ સં. ૧૮૯૩ ના ચિત્ર વદિ ૧૫ ને દિને મુક્તિસાગરસૂરિ સાથે પાવાગઢની યાત્રા કરી “મહાકાલી માતાને છંદ' ર, તથા નલીઆમાં સ્નાત્ર મહોત્સવ પ્રસંગે “સ્નાત્ર પૂજા” રચી. તેમણે તથા તેમના શિષ્ય સુમતિલાલે સ. ૧૮૯૭ માં નલીઆમાં ચોમાસું રહીને માઘ સુદી ૫ ને બુધવારે વિરવસહીની શિલા-પ્રશસ્તિઓ લખી. ક્ષમાલાભે સં. ૧૮૯૭ની શરદ પૂર્ણિમા ને શનિવારે ભૂજમાં મુક્તિસાગરસૂનિ પસાયથી નવપદજીનાં સ્તવને રમ્યાં. સં. ૧૮૯૯ માં તેઓ ગચ્છનાયક સાથે જામનગરમાં પણ ચાતુર્માસ રહ્યા અને ત્યાં સયા, સ્તવનાદિ કૃતિઓ રચી.
૨૪૫૩. દેવચંદ્રના શિષ્ય સકલચંદ્ર સં. ૧૯૨૨ના કાર્તિક વદિ ૨ ને રવિવારે ત્રીકમજી વેલજી માલુના સંધ સાથે કેશરીઆઇની યાત્રા કરી “ ધૂલેવા સ્તવન' રચ્યું. કવિ જિનદાસે પણ “કેશરીઆઇ સ્તવન માં આ સંધનું વર્ણન કર્યું. હીરજી હંસરાજ ખાનાએ જિનદાસ નામથી ભક્તિ કાવ્યો રચ્યાં. સં. ૧૯૨૨ ને આધાઢમાં ઉપા. વિનયસાગરના પસાયથી જ્ઞાનની લાવણી', સં. ૧૯૩૦ ના આપાડી પૂનમ ને બુધે વિવેકસાગરસૂરિના પસાયથી “ચોવીશી', સં. ૧૯૩૫ માં નરસિંહપુરામાં “ ત્રણ વીશી પૂજા”
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com