SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રત્નસાગરસૂરિ ઘોઘા બંદર પહોંચ્યું. ત્યાં નવખંડળને જુહારી ભાવનગર આવ્યું અને ગોડીજીને વંદના કરી. સંધ પાલીતાણા પહોંચતાં તેનું શાનદાર સામયું થયું. ટળેટીમાં પડાવ નાખે. યાત્રા કરી સૌ કતાર્થ થયા. ધમ–સ્વામીવાત્સલ્લાદિ કાર્યો થયાં, સાધુઓની ભક્તિ કરી સૌ પાવન થયાં. સિદ્ધાચલથી સંધ રાજકોટ આવ્યો, સંઘ જોઈ સૌ પ્રભાવિત થયા. મોરબી, શિકારપુર, અંજાર થઈ સંઘ કોઠારા પહેછે. સંઘમાં ૧૧૦૨ ની સંખ્યા હતી. કંકોત્રીઓ પાઠવી કોઠારામાં મોટે મેળે થયો. આઠ દિવસ ઉત્સવ ચાલ્યો. ગચ્છનાયક રત્નસાગરસૂરિ સમેત અનેક શ્રમણે ઉપસ્થિત હતા. ત્રીકમજી વેલજી માલુ રતવને ગવડાવતા. સંઘના ઉમંગનો પાર નહોતો. માધ સુદી ૧૭ ને બુધવારે શ્રી શાંતિનાથ પ્રભુનાં બિંબની મૂલનાયક તરીકે પ્રતિષ્ઠા થઈ. સ્વામીવાત્સલ્યાદિ ઘણાં થયાં. ઘેર ઘેર થાળની પ્રભાવના થતાં પ૦૦૦ થાળ ત્રીકમજી વેલજી ભાલુ તરફથી વહેંચાયા. યાચકોને ઘણું ધન અપાયું જેથી જગમાં યશ વિસ્તર્યો.' ઈત્યાદિ. ૨૪૩૯. સં. ૧૯૧૮ ના માઘ સુદી ૧૩ ને બુધવારે વિજય મુહૂર્તમાં રત્નસાગરસૂરિના ઉપદેશથી મૂલનાયક શ્રી શાંતિનાથ પ્રભુ પ્રમુખ અનેક જિનબિંબની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા થઈ. પાંચુભાઈ તેજશી, ત્રીકમજી વેલજી, પદમશી વીરજી, શામજી હેમરાજ, પરબત લાધા, લાલજી મેઘજી વગેરેએ પણ કલ્યાણ દ્રકના ગઢમાં દેહરાએ બંધાવ્યાં. આની વિગત માટે જુઓ જિનાલયનો શિલાલેખ– “અંચલગચ્છીય લેખસંગ્રહ ” લેખાંક, ૩૩૬. ૨૪૪૦. જિનાલય ઉપરાંત બે માળને વિશાળ ઉપાશ્રય, મહાજનવાડી, પાંજરાપોળ, ફૂલવાડી વિગેરે ઉક્ત ત્રણે શીઆઓએ તૈયાર કરાવ્યાં. પ્રતિષ્ઠા વખતે મુંબઈથી શત્રુંજય તીર્થસંઘ કાઢેલ. કોઠારામાં નવટુંકનો જ્ઞાતિ મેળો કરી સમસ્ત જ્ઞાતિમાં પ્રત્યેક ઘેર બે કાંસાની થાળી અઢી શેર સાકરથી ભરેલી તથા કરી બેની પ્રભાવના કરેલી. આ કાર્યમાં સોળ લાખ કોરીનો ખર્ચ થયેલ જેમાં છ લાખ શિવજી નેણશી, આઠ લાખ વેલજી માલુ તથા બે લાખ કેશવજી નાયકે આપી. ૨૪૪૧. જાણે એક મોટો પહાડ ખડો કર્યો હોય એવી ઘટ્ટ બાંધણીનું આ જૈન મંદિર આખાયે કચ્છમાં વિશાળતા અને ભવ્યતામાં અજોડ છે. પર્વતની શિખરમાળાનું ભાન કરાવતા એનાં ઉપરનાં બાર ઉન્નત શિખર દૂરથીયે પ્રેક્ષકેનું મન હરી લે છે. મંદિરમાં કાચનું કામ પ્રેક્ષણીય છે. અબડાસાની પંચતીથીંમાં ગણાતાં આ તીર્થ સમાન જિનાલયનાં દર્શન કરી ભાવુકે કૃતકૃત્ય થાય છે. સં. ૨૦૦૫ ના શ્રાવણ સુદી ૧૫ ને ગુરૂવારે જિનાલયની ધ્વજદંડ પ્રતિષ્ઠા થઈ. શ્રી અનંતનાથ ટ્રસ્ટ તરફથી જિનાલયને જીર્ણોદ્ધાર થશે. સં. ૨૦૨૧ ના જેઠ વદિ ૧૦ ના દિને જિનાલયને શતાબ્દી મહોત્સવ સંઘે ઉજવ્યો. એ પ્રસંગે નાયકભાઈ જેઠાભાઈને પ્રમુખપદે ત્યાંના સંઘે પંજાની નાતને દશા ઓશવાળ નાતમાં ભેળવી લેવાનું મહત્ત્વપૂર્ણ ઠરાવ કર્યો, જેને અન્ય સંઘોએ પણ પુષ્ટિ આપી. ૨૪૪૨. કચ્છ–પાલણપુર-મહીકાંઠા વિષયક “બોમ્બે ગેઝેટિયર' પુસ્તક ૫, પૃ. ૨૩૧-૨ માં આ જિનાલય વિશે આ પ્રમાણે ઉલ્લેખ છે: Kothara-In this village was finished in 1861 (S. 1918) the richest of modern Cutch Temples, of £ 400000/- the whole cost of the building, one half was given by Velji Malu and the other half in equal shares by Shah Keshavji Nayak and Shivji Nensey, Oswal Vaniyas of Kothara now living in Bombay. The temple, dedicated to Shantinath the sixteenth of the Jain Saints, was; after the style of one in Ahme Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy