SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રત્નસાગરસૂરિ - પપs આપેલે. અભેચંદ રાઘવજીએ તેમના વતીથી એ યાદગાર કાર્ય પાર પાડ્યું તે વિશે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. શેઠ શિવજી નેણશી ૨૪૨૭. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના પાંચમા શેઠ શિવજી નેણશી લેડાયા ગોત્રીય, કોઠારાના વતની હતા. તેમનાં કુટુંબનું વંશવૃક્ષ આ પ્રમાણે છે– સવાણી નેણુશી પદમશી (તેજબાઈ) શિવજી (પદમાબાઈ) રામજી ડેરાજ (માલબાઈ) પ્રતાપસી ઘેલાભાઈ (રબાઈ) (પદમાબાઈ–નાનબાઈ) ઉફડ ખી અશી નાગશી (પુમાબાઈ) (પ્રેમાબાઈ) લખમશી. (રાણબાઈ) (સોનબાઈ) મેઘંજી ગોવિંદજી હીરજી - લક્ષ્મીચંદ ક૯યાણજી આણુંજી ૭ ૨૪૨૮. શિવજીશેઠ અને તેમના બંધુ પદમશી મુંબઈ ક્યારે આવ્યા તે ચોક્કસ કહી શકાતું નથી. સં. ૧૮૯૦ ની આસપાસ આવ્યા હોવાનું અનુમાન થાય છે. શરૂઆતમાં તેઓ બંદરમાં મજૂરી કરતા. થોડો અનુભવ મળતાં પડાવ બંધાવી માલની હેરફેરનું કામ કરતા થયા. એ વખતે સ્ટીમરો ખાસ ન હેવાથી નાના પડાવો દ્વારા જ માલ જતો આવતો. આ ધંધામાં એમને સારો નફો થયો. ૨૪૨૯. સં. ૧૯૦૦ ની આસપાસ પિતાનાં નામથી પેઢી ઉઘાડી. ભત્રીજ ઘેલાભાઈ અને ભાણેજ કેશવજી નાયક પણ તેમાં ભાગમાં જોડાયા. તેઓ બન્ને વાણિજ્યપટુ હેઈને પેઢી તરતી થઈ. પછી તે દેશદેશાવર અને ઠેઠ ચીનમાં પણ પેઢીઓ નાખી. આ વિશે કેશવજી નાયકનાં જીવન-વૃત્તના સંદર્ભમાં આગળ ઉલ્લેખ થઈ ગયો છે. ૨૪૩૦. શિવજી નેણશીનું યાદગાર સ્મારક તે કોઠારાનું શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર છે. કેશવ નાયક અને વેલજી માલના ભાગમાં તેમણે આ જિનાલય બંધાવ્યું. નાદુરસ્ત તબિયતને લીધે તેઓ કોઠારામાં રહ્યા અને કુશળ કારીગરોને કામે લગાડી કાર્ય પાર પાડયું. બાંધકામ પાછળ છૂટે હાથે ધન ખરચવામાં આવ્યું અને પરિણામે બેનમૂન સ્થાપત્યનું નિર્માણ થયું. શિવજશેઠની દેખરેખનું એ ફળ હતું એમ કહેવામાં વાંધો નથી. ૨૪૩૧. સં. ૧૯૧૮ માં એ જિનાલયની ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. નવરંકને મેળ કરવામાં આવ્યો. . શિવજીશેઠ પિતાનું મૃત્યુ અલ્પ સમયમાં ધારી ઘનને છૂટે હાથે ખરચી જીવન કૃતાર્થ કર્યું. એમની અંતિમ ઈચ્છા પરિપૂર્ણ થઈ. એ પછી તેઓ કેકારામાં જ મૃત્યુ પામ્યા. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy