SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી રત્નસાગરસૂરિ પ૪૭ દષ્ટિએ અને સંબંધથી ભારતના તમામ રાજાઓથી હું મોટો છું. મેઘાડંબર છત્ર ફક્ત રાજવંશી મહાપુણોને ધરાય અને સિદ્ધક્ષેત્રમાં તેવો અધિકાર એકલા મને જ છે...” * અમદાવાદના આગેવાનોને બાતમી મળતાં આ પયંત્રનો તેમણે વિરોધ કર્યો કેમકે આ અપમાન ગછનું નહીં પરંતુ જૈનશાસનનું છે. કેશવજીશેઠે પણ રાજાને ચેતવણી આપી કે “હું જોઉં છું કે મારા શિરછત્રના શિર ઉપરથી છત્ર કાણુ ઉતારે છે!” એમની નિડરતા અને હિમ્મતથી કાવતરું નિષ્ફળ ગયું એટલું જ નહીં રાજાએ ગચ્છનાયકનાં સામિયામાં જાતે હાજરી આપી પ્રાયશ્ચિત કર્યું. ૨૪૦૨. અંજનશલાકા માટે વિશાળ મંડપ રચી તેમાં સાતેક હજાર જિનબિંબ પધરાવવામાં આવ્યાં. પિષ વદિ ૧૦ના દિને ઠાઠમાઠથી જ જાત્રાને વરઘોડો કાઢવામાં આવ્યો. ૧૧ ના દિને દેશચંદ્રગણિએ કુંભ * આ બાબત ખરી ન હોય તો પણ મૂરસિંહની જૈન સમાજ વિરુદ્ધની પ્રવૃત્તિ સર્વવિદિત છે. તેની મનોભાવના આ હતી. (૧) શત્રુંજય પહાડ ઉપર ટૂંક વિગેરે મિલક્ત છે તેને રાજ્યની માલીકીની ઠરાવી ભારતના સર્વ જેનેના રાજા બનવું. (૨) વિવિધ ઉપાયો યોજી રખોપાની રકમ વધારવી. (૩) જેનેની એકતા તેડવી અને આણંદજી કલ્યાણજીની પેઢીને ભૂંસી નાખવી. પિતાના ઉદ્દેશે પાર પાડવા સન ૧૮૬૧ માં ગાદીએ આવતાં જ તેણે રૂા. ૨ મુંડકાવેરો નાખ્યો. કર્નલ ડબલ્યુ લેગ (સન ૧૮૪૫ મે થી ૧૮૫૮ ફેબ્રુઆરી) જણાવે છે કે તેણે બંધાતી ધર્મશાળાઓમાં સતામણી શરુ કરી, આથી એજન્સીએ પાલીતાણામાં તેના અમલદાર રામરાયને નીમ્યો. સૂરસિંહે પહાડ ઉપરનું ખેડા ઢોરનું ગામ જાપ્ત કર્યું. આથી એજન્સએ વચ્ચે પડીને અમદાવાદ પાસેનું રાંચરડા ગામ અપાવ્યું. જેનેએ ખોડા દેરનું ખાતું છાપરીઆળી ગામમાં રાખ્યું. સન ૧૮૬૪ માં સૂરસિંહનાં લગ્ન પ્રસંગે રાજે જેનેને વંડે, ધર્મશાળા વિગેરે માગી લીધાં પરંતુ પરત કરતા ઘણી મુશ્કેલીઓ ઊભી કરી. આણંદજી કલ્યાણજીની પેઢીના એજન્ટ પાસે મહેમાનો માટે પાકું સીધું માગી તોફાન કરાવ્યા. કેશવજી નાયકની ટૂંકમાં તેમ જ બાબુ ધનપતસિંહની ટ્રકમાં પણ રાજાએ ઘણી ખલેલ ઊભી કરી. પોલીટીકલ એજન્ટ આર. એચ. કીટીંજે (તા. ૩૧-૧-૧૮૬૩ થી તા. ૮-૭-૧૮૬૭) રાજાને એજન્સીની મંજૂરી મેળવીને કામ કરવા ચેતવણુઓ આપી. સૂરસિંહ જેને પાસેથી વધુ રકમ મેળવવા તેણે એજન્સી પાસે જેનેએ આપેલ નજરાણાંની નોંધ બુક તૈયાર કરાવી રજૂ કરી વિનતિ કરી કે જેનો અમને દર સાલ આટલી રકમ ભ. કમીશન એજન્સીએ આની તપાસ માટે જૂનાગઢના દીવાન ગોકળભાઈ અને પોરબંદરના દીવાન કબા ગાંધીનું કમીશન નીમ્યુ. આ કમીશને જાહેર કર્યું કે “ચોપડી વિશ્વાસ કરવા લાયક નથી.' સુરસિંહે અંગ્રેજ સરકારને વિનતિ કરી કે જૈનોએ દર સાલ રાજયને રૂા. ૨૦૧૦" આપવા. સને ૧૯૭૨ માં ઈડરને યાત્રા સંઘ લૂંટાયે. રાજ્ય વળતર આપવામાંથી છટકી જવા માટે સરકારને જાહેર કર્યું કે અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈનો આમાં હાથ છે. જે. બી. પીલે આને કેસ ચલાવ્યો. સને ૧૮૭૫ માં ઉચ્ચ કક્ષાનું કમીશન નીમાયું. તેણે જાહેર કર્યું કે (૧) પાલીતાણાના અમલદારોએ આ બાબતના કાગળોમાં ગરબડ કરી છે. (૨) ડાકોરે શેઠ ઉપર જે આક્ષેપ કર્યો છે તેની તેઓ દિલગીરી જાહેર કરે. (૩) રાજ્ય સંઘને ચેરીના વળતરના રૂ. ૪૫૦ધુ આપે. (૪) રાજ્યના અમલદારો વજનદાર ન હેઈને હવેથી પિતાના સર ન્યાયાધીશ, ન્યાયાધીશ અને પોલિશ અમલદારો એજન્સીની મંજૂરી લઈ રાખે. સને ૧૮૭૭ (સં. ૧૯૩૩-૩૪ ભાદરવા વદિ ૦)) ના દિને સુરસિંહે ગિરિરાજ ઉપર દેટલેકેનો મેળો ભરાવી, ડુંગરી વિગેરેનું ભોજન ખવડાવી જૈન મંદિરોને અપવિત્ર બનાવ્યાં. આની તપાસ માટે પણ કમીશન નીમાયું હતું, ઈત્યાદિ. આવા તો અનેક પ્રસંગો ઈતિહાસને પાને નોંધાયા છે. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy