SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પર અંચલગરછ દિગ્દર્શન યતિ તો હેબતાઈ જ ગયા. ગાદીપતિ બે દિવસમાં રાધનપુરથી અહીં આવી પહોંચશે એવી તેમને કલ્પના પણ કયાંથી હોય ? ૨૩૭૭. સંઘે રત્નસાગરસૂરિનું ઉમળકાથી સામયુ કર્યું. મેળ કરનારના ઉમંગને તો પાર ન હતો. ગચ્છનાયકની ગેરહાજરીમાં મેળે થાય એ વાતનું એમને દુઃખ હતું. મેળાનો દિવસ ફેરવી ન શકાય એટલે તેઓ લાચાર હતા. સંઘની ઉપસ્થિતિમાં રત્નસાગરસૂરિએ તેમને કહ્યું–મહાનુભાવ ભારમલ શેઠ ! સૌભાગ્યચંદજીની આ રમતમાં તમારા જેવા ચતુર વિચક્ષણ પુરુષ કેમ ફસાઈ ગયા?' આ સાંભળતાં જ તેમનું હૈયું ભરાઈ આવ્યું. જેમની આંખમાંથી આંસુ ન આવે એવા શક્તિશાળી ભારમલશેઠ રડી પડ્યા. સૂરિજીના ચરણે માથું ઢાળી ખૂબ રડ્યા. યતિજીને પિતાની ભૂલ સમજાઈ ગાદીપતિને દ્રોહ કર્યો હોઈને શરીમંદા થયા. દ્રોહ બદલ તેમને દંડ કરવામાં આવે અને સુંદર દાખલે બેસાડવામાં આવે એમ સૌ યતિઓને અનુરોધ થતાં રત્નસાગરસૂરિએ કરી એક હજાર એક હાજર કરવા ફરમાવ્યું. ભારમલશેઠના અનુરોધથી એમના અંગત માણસોએ કોરી પાંચ હજાર એક સરિનાં ચરણોમાં ધરી. આ થેલી હસ્તસ્પર્શ કરી રત્નસાગરજીએ શેઠને પાછી સોંપી પરંતુ શેઠે ઉપાડવાની ના કહી. થોડી આનાકાની પછી એ કેરીઓ છેવટે જીવદયા માર્ગે વપરાઈ આમ મેળે સરસ બને અને ચિરસ્મરણીય રહ્યો ! જુઓ “જ્ઞાતિ જ્યોત' સં. ૨૦૨૩. જ્ઞાતિ મુકુટમણી શેઠ કેશવજી નાયક ૨૩૭૮. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના મુકુટમણું કેશવજી નાયકની સામાજિક તેમજ ધાર્મિક કારકિર્દી ખરેખર, અનુપમ છે. તેમણે ધર્મકાર્યોમાં છૂટે હાથે ધન વાવરીને જૈન ઇતિહાસમાં પોતાનું નામ અવિસ્મરણીય રાખ્યું છે. એ કારણે તેઓ જ્ઞાતિશિરોમણી નરશી નાથાની હરોળનું સર્વોચ્ચ પદ પિતાની જ્ઞાતિમાં પામ્યા છે. ૨૩૭૯. ગાંધી મહેતા ગોત્રીય, દંડશાખીય નાયક મણસીની પત્ની હીરબાઈની કુખે સં. ૧૮૭૫ માં કરછના લાખણીઆ ગામમાં એમને જન્મ થયો. પાછળથી કોઠારામાં આવી વસ્યા. પાંચેક વર્ષની ઉમરે જ પિતાનું મૃત્યુ થવાથી એમનો ઉછેર વિધવા માતાએ મૂલ-મજૂરી કરીને કર્યો. દસેક વર્ષની ઉમરે મામા સાથે મુંબઈ ગયા અને સૌ પ્રથમ નરશી નાથાની પેઢીમાં અને પાછળથી જીવરાજ રતનશીની પેઢીમાં કેટલેક સમય નેકરી કરી. તેઓ સાહસિક અને બુદ્ધિશાળી હેઇને ક્રમે ક્રમે આગળ આવતા ગયા. ૨૩૮૦. એક વખત વિલાયત જતું વહાણુ સફર રદ થતાં મુંબઈ લાંગર્યું. તેમાં ભરેલી ખારેકનું લિલામથી વહેચાણ થતાં, પાસે પૂરા પૈસા ન હોવા છતાં કેશવજી શેઠે માલ ખરીદડ્યો. સદ્ભાગ્યે ભાટીઆ ઝવેરી દેવજી શિવજીની સહાય મળી જતાં એ માલ રૂા. ૮૦૦૦ ના નફાથી ત્રણેક દિવસમાં વેચી નાખે. આમ એમના ભાગ્ય રવિને ઉદય થયો. પછી જેતશી જીવરાજ તેરાવાળા તથા ગૂર્જર દેવજી શેઠના ભાગમાં તેમણે કામ કર્યું. સં. ૧૯૦૦ માં તેમના મામા શિવજી નેણુસીએ પેઢી શરુ કરતાં, તેઓ તેમની સાથે ભાગમાં જોડાયા. ૨૩૮૧. સં. ૧૮૯૫ માં એમનું પ્રથમ લગ્ન સુથરીના વેરસી પાસુનાં બહેન પાબુબાઈ સાથે થયું. માંકબાઈ એમનાં દ્વિતીય પની હતાં. પાછળથી તેઓ વીરબાઈ સાથે પરણ્યા. પાબુબાઈથી સં. ૧૯૦૦માં પુત્રી તેજબાઈ અને સં. ૧૯૦૩માં નરશીભાઈને જન્મ થયે. માંકબાઈએ ત્રીકમજીને જન્મ આપો, પરંતુ તે અલ્પજીવી થયો. વીરબાઈ સાથે એમને ઝાઝો મેળ રહ્યો નહીં. શેઠના પુત્ર નરશીભાઈ ભારે પ્રતા હતા. તેમનાં પત્ની રતનબાઈથી જેઠાભાઈ, મૂલજી અને જીવરાજ નામે ત્રણ પુત્રો થયા. એમના વંશમાં હાલ નાયકભાઈ જેઠાભાઈ નાતિકાર્યોમાં આગેવાનીભર્યો ભાગ લે છે. Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy