SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુક્તિસાગરસૂરિ ૫૩૭ શ્રી વૃતકલોલ પાર્શ્વનાથ તીર્થ ૨૫૪. અબડાસાની પંચતીર્થનું મુખ્ય કેન્દ્ર સુથરી છે. મૂળનાયક શ્રી ધૃતકલજીની પ્રતિમા પ્રભાવિક હાઈને તેના વિશે અનેક આયાયિકાઓ સંભળાય છે, જેનો સાર આ પ્રમાણે છે: ખાણમાં કામ કરતા મેઘ ઉડીઆને અધિષ્ઠાયક દેવ દ્વારા સૂચન મળ્યું કે ગોધરા જવું, ત્યાં છીકારીને દેવરાજ ઉગમણું નાકે બળદ ઉપર પ્રતિમા સાથે મળશે. તેને સો કોરી આપી પ્રતિમા લઈને સુથરી આવવું. છીકારીમાં દેવરાજને પણ સ્વપ્નમાં સૂચન મળ્યું, જે અનુસાર ઘટના બની અને ચમત્કારિક પ્રતિમા સુથરી પધાર્યા. સંપ્રતિએ મૂલ બિંબ ભરાવેલું અને પાછળથી કલ્યાણસાગરસૂરિએ તેને છીકારીમાં પ્રતિષ્ઠિત કરેલું એ વિશે નોંધી ગયા છીએ. ગામમાં શ્રાવકોની વરતી ન રહેતાં પ્રતિમાજી હાલારથી કચ્છ પધાર્યા. ૨૩૫૫. પ્રતિમાજીનાં નામાભિધાન સંબંધક અનુકૃતિ દ્વારા જણાય છે કે એક વાર મેઘણે સાધર્મિક વાત્સલ્ય કર્યું. હવાડામાં ઘી રાખેલું. જનસંખ્યા વધતાં ઘી ઘટશે એમ લાગેલું, આથી ઉડીઆએ પ્રતિમાજીને હવાડા પાસે મૂક્યાં. સૌ જમી રહ્યા છતાં ઘી ઘટયું નહીં. એ ચમત્કાર પછી તેનું ધૂતકલેલ નામ રાખવામાં આવ્યું. આ નામનું કોઈ તીર્થ પ્રસિદ્ધિમાં નથી છતાં ઉક્ત પ્રતિમાની સ્થાપના પહેલાં પણ ધૃતકલેલછનું નામ સુપ્રસિદ્ધ હતું. એથી એમ પણ મુચિત થાય છે કે આ તીર્થ સત્તરમા સૈકા પહેલાં પ્રાદુભૂત થયું. આ વિશે કેટલાંક પ્રમાણે નિમ્નત છે. ૨૩૫૬. કલ્યાણસાગરસૂરિ શિ. મોહનસાગરે “પાર્શ્વનાથ છંદમાં આ પ્રમાણે નેપ્યું છે–“ભીડભંજન ને તકલેલ, વિન હર થાપે નિજ બોલ. સં. ૧૯૬૭ માં પં. વિનયકુશલ શિ. પં. શાંતિકુશલે “ગોડી પાર્શ્વનાથ સ્તવન માં ઘુતકલેલજીને ઉલ્લેખ કર્યો છે. જુઓ “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ.” વિજયપ્રભસૂરિ શિ. ૫. મેધવિયે “પાર્શ્વનાથ નામમાલા” (સં. ૧૭૨૧)માં આ તીર્થં–નાયકનો ઉલ્લેખ કર્યો છે. ૧૭ મા સૈકાના પ્રારંભમાં ૫. રત્નકુશલે “પાર્શ્વનાથ સંખ્યા સ્તવનમાં પ્રભુને મહિમા આ પ્રમાણે ગાય છે— ધૃતકલોલ જિણેસર જે નર પૂજસઈ, તસ ધરિ ધૃતર્લોલ; ઘણું કહ્યું કંચણ કપડ કામિની પુત્રનું રે, કરસઈ તે રંગ લેલ. ૨૩૫૭. હાલ જ્યાં જિનાલય છે ત્યાં પહેલાં એક હતું. જ્યાં આંબલીના ઝાડ નીચે ધોરી માર્ગ પર કેક બનાવીને પ્રતિમાજી મૂકવામાં આવેલાં, સં. ૧૭૨૧ માં જ્ઞાનસાગરના ઉપદેશથી સંધે કાક ચય કરાવ્યું, સં. ૧૮૯૬માં શિખરબંધ જિનાલય બંધાવીને તેમાં વૈશાખ સુદી ૮ ના દિને પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરી. * ગુજ પુરુષોત્તમ જેઠાએ પ્રતિકાખર્ચ આપો હાઈ ને તેને તથા ઉડીને વજારોપણ વંશપરંપરાગત હક્ક પ્રાપ્ત થયું. ઉડીઆના વંશજોએ ત્યાં ઉપાશ્રય બંધાવ્યું. તેરાના ગોરજી હીરાચંદ તારાચંદે ત્યાં શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યું. અહીં થયેલી પ્રતિષ્ઠાઓ વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશ. અહીના દંડ નાગજીશાહને મહારાવ દેશળજીએ નગરશેઠની પાગડી બંધાવી અને જમીન જાગીર આપી તામ્રપત્ર કરી આપેલું. એમની તથા એમના વંશજોની તેમજ સર વશનજી, ખેતશી ખીંઅશી, એમના બંધ ડોસા ખીઅસીની અહીં ઘણી સેવાઓ છે. સં. ૨૦૧૨ ના ચૈત્ર વદિ ૧૨ ના દિને જિનાલયને શતાબ્દી મહોત્સવ ઉજવાયે, જે પ્રસંગે અહીં અનેક ગામના સંઘે તેમસાગરજીને આચાર્યપદ-સ્થિત કર્યા. ક્ષમાનંદજીના મતાનુસાર આઠમના દિને પ્રતિષ્ઠા ન હોઈ શકે. તે એ અનુમાન કરે છે કે જિનાલયની પ્રતિષ્ઠા સાતમના દિને થઈ હશે. એવી જ રીતે જ્યોતિષાનુસાર તેઓ જણાવે છે કે શ્રી અનંતનાથ જિનાલયની વર્ષગાંઠ શ્રાવણ સુદી ૮ ના દિને ઉજવાય છે તે વ્યાજબી નથી. નેમ રક્તાતિથિ હોઈ ને પ્રતિષ્ઠા ન થાય, દસમના દિને થાય. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy