SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ થી મુક્તિસાગરસૂરિ ૫૫ પૂરામા તેમની સાથે હતાં એ વિશે ઉલ્લેખ કરી ગયા છીએ. દસેક માસની મુસાફરી બાદ એમની તબિયત બગડી. સં. ૧૯૧૩ ના આસો માસમાં તેઓ મરણ પામ્યા. મૃત્યુ પહેલાં બધા જ્ઞાતિ-અગ્રેસરને પિતાની પાસે બોલાવીને હિતશિખામણ આપી અને ઉપા. વિનયસાગર પાસે અણસણ વ્રત લીધું. એમના પછી જ્ઞાતિએ કોર્ટકચેરીઓમાં લાખો રૂપીઆ બરબાદ કર્યો. ૨૩૪૩. ભારમલશેઠે સં. ૧૯૦૯માં નલીઆમાં ઉપાશ્રય બંધાવ્ય તથા ત્યાં સં. ૧૯૧૦ માં શ્રી શાંતિનાથ જિનાલય તથા પુંડરિક ગણધરની દેરી બંધાવ્યાં. એમનાં મરણ પછી એમના ભત્રીજા માડણ ગોવિંદજી, વીરજી નરશીની પેઢીના ભાગીદાર થયા. માડણને કેશવજી અને ગોવિંદજી નામે બે પુત્રો થયા. કેશવજીના પૌત્ર લક્ષ્મીચંદ ધનજી કેશવજી સર વશનજીની પુત્રી લીલબાઈ સાથે પરણ્યા હતા. ૨૩૪૪. નરશી નાથાનાં સુકૃત્યોમાં એમના ભાણેજ માડણ તેજીને સારે હિસ્સો હતો. સાંધાના ધુલ્લા તેજશી હીરજીનાં પત્ની સારબાઈની કૂખે તેઓ જમ્યા. એમનાં પત્ની કુંવરબાઈથી પુત્ર જેઠાલાલ થયા. સં. ૧૯૨૧ માં થયેલી અંજનશલાકા વખતે એમણે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. એ પ્રતિમા–લેખમાં એમને ધુલ્લા-લેડાયા ઓડકના કહ્યા છે, જે દ્વારા સ્પષ્ટ થાય છે કે લેડાયાની પેટાશાખા ધુલ્લા એડક હતી. જુઓ હાલારના મોટી ખાવડીનાં શ્રી ચંદ્રપ્રભુ જિનાલયના મૂલનાયકનો લેખ– संवत् १९२१ ना माघ सुद ७ गुरौ श्रीमदंचलगच्छे पूज्य भट्टारक श्री रत्नसागरसूरीश्वरजीमुपदेशात् श्री कच्छदेशे श्री सांधाणनगरे उशवंशे ज्ञाति लघु शाखायां धुलालोडाया गोत्रे सा० माडण तेजसी भार्या कुंवरबाई पुत्र जेठाभाई श्री चन्द्रप्रभबिंब પિત છે આવા બીજા પણ અનેક લેખો ઉપલબ્ધ થાય છે. ૨૩૪૫. માડણ તેજશીએ સાંધાણુમાં તિલકટ્રકની સ્થાપના કરી. ટૂંકમાં હાલ નવ જિનાલયો છે. શ્રી શાંતિનાથ પ્રભુનું મૂલ જિનાલય, શિખર ઉપરનું શ્રી આદીશ્વર જિનાલય, તળનું શ્રી શાંતિનાથ જિનાલય અને શ્રી પાર્શ્વનાથજીની બે દેવકુલિકાઓ તથા શ્રી મુનિસુવ્રત જિનાલય તેમણે સં. ૧૯૧૦ માં મુક્તિસાગરસૂરિના ઉપદેશથી બંધાવ્યાં. તદુપરાંત નલીઆમાં વીરવસહી ટૂકમાં શ્રી સુમતિનાથની દેવકુલિકા બંધાવી. તિલકટ્રકમાં પાછળથી બીજાં જિનાલયો થતાં તેને ઘણો વિસ્તાર થયો. માડણશેઠ સં. ૧૯૩૧ માં દેવશરણ પામ્યા. ૨૩૪૬. નરશી નાથાના કુટુંબીબંધુ વર્ધમાન પણ આ તારા મંડળના તેજલ્દી સિતાર હતા. તેઓ • શેઠના અત્યંત વિશ્વાસુ અને આજ્ઞાંકિત હતા. એમને પગલે વર્ધમાનશેઠે પણ ધર્મકાર્યોમાં ઘણું ધન વ્યય કર્યું છે. એમનું વંશવૃક્ષ આ પ્રમાણે છે : પાલણ–વીરો–ભારમલ-તેજા–નેણશી, ભાર્યા પૂરબાઈ પુત્ર વર્ધમાન. તેમના વંશજો હાલ વિદ્યમાન છે. વર્ધમાનશેઠે નલીઆમાં વીરવસહીમાં શ્રી કુંથુનાથ પ્રભુની દેવકુલિકા બંધાવી તથા સં. ૧૯૨૧ ના મહા સુદી ૭ને ગુરુવારે પાલીતાણામાં અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવેલી. ૨૩૪૭. નરશી નાથાનાં કુટુંબમાં હરભમશેઠ પછી અભેચંદ રાઘવજી મુખ્ય હોઈને તેઓ જ્ઞાતિ શિરોમણીનાં નામે વહીવટ કરતા અને જ્ઞાતિમાં અગ્રપદે બિરાજતા. એમનાં માર્ગદર્શન હેઠળ અનેક કાર્યો થયાં જે જ્ઞાતિના ઈતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાશે. અભેચંદનો પ્રભાવ જ્ઞાતિ ઉપર ઘણે હતો. આભાયા રાઘવજીનાં નામે જ્ઞાતિના અગત્યના દસ્તાવેજોમાં એમનો ઉલ્લેખ થયો છે. સં. ૧૯૪૨ ના આ સુદી ૧૩ ને રવિવારે મહાજને હરભમશેઠનાં મૃત્યુ પછી અભેચંદશેઠને પાગડી બંધાવીને જ્ઞાતિશિરોમણીની ગાદીએ બેસાડેલા. નરશી નાથા ચેરિટી ટ્રસ્ટનાં સર્જનમાં એમને હિસ્સો મહત્ત્વપૂર્ણ છે. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy