SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પુણ્યસાગરસૂરિ ૫૧૭ संवत् १८४४ वर्षे वैशाख सुद १३ दिने ओसवाल ज्ञातीय...षुशालचन्द सुरचंद श्री धर्मनाथ विवं श्री अञ्चलगच्छे ॥ ૨૨૬૮. એ જિનાલયની આરસની મૂર્તિ ઉપર આ પ્રમાણે ગુટક લેખ પ્રાપ્ત થાય છે– સં. ૨૮૪ વ...વર 7 તાના...એ અરસામાં પુણ્યસાગરસૂરિ સુરતમાં જ બહુધા બિરાજતા હતા. સં. ૧૮૪૩ માં એમને આચાર્ય તેમજ ગચ્છનાયક પદ સુરતમાં જ પ્રાપ્ત થયેલાં. ૨૨૬૯. શત્રુંજયગિરિ ઉપર પાંચ પાંડ્વનાં મંદિરની પાછળના સહસ્ત્રકૂટનું મંદિર સં. ૧૮૬૦ ના વૈશાખ સુદી ૫ ને સોમવારે સુરતના શ્રી શ્રીમાલ જ્ઞાતીય શાહ ભાઈસાજી પુત્ર લાલભાઈ પુત્ર માહાભાઈના પુત્ર ખુબચંદભાઈએ પુણ્યસાગરસૂરિના ઉપદેશથી ગોહેલ ઉનડજીનાં રાજ્યમાં બંધાવ્યું. આરસના સહસ્ત્રકૂટનાં પ્રવેશદ્વાર તરફને બને તેમાં થોડા ફેરફાર સાથે ઉક્ત હકીકતનો ઉલ્લેખ છે. પાછળથી ઉમેરવામાં આવ્યું છે કે એ સહસ્ત્રકૂટ જિનબિંબની પ્રતિષ્ઠા તપાગચછીય વિજયજિનેન્દ્રસૂરિએ કરી. મૂળ લેખો માટે જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ' લેખાંક ૩૨૪ અને ૩૨૫. ડૉ. બુલરે આ લેખ વિશે એપિઝાફિયા ઇન્ડિકા,” ભા. ૨, પ્રકરણ ૬ માં નોંધ લખી છે. ૨૨૭૦. પુણ્યસાગરસૂરિન પદ મહોત્સવ કરનાર લાલચંદ્ર ઉક્ત લેખમાં કહેલ લાલભાઈ સંભવે છે. ર૭૧. શત્રુંજયગિરિ ચડતાં સૌ પ્રથમ ડાબી તરફ આવતા “ઈચ્છા-કુંડ'નું નિર્માણ પણ પુણ્યસાગરસૂરિના ઉપદેશનું જ ફળ છે. એ કુંડની સમરસ આરસની તખ્તી ઉપર વિસ્તૃત શિલા પ્રશરિત છે. તેમાં જણાવાયું છે કે સં. ૧૮૬૧ ના માગશર સુદી ૩ ને બુધવારે પુણ્યસાગરસૂરિના અધ્યાત્મિક શાસનમાં ઈચ્છાભાઈએ આ કુંડ બંધાવ્યો. સુરતના શ્રીમાળી જ્ઞાતીય સિંધા પુત્ર કપૂરચંદ પુત્ર ભાઈસાજી પુત્ર નિહાલચંદના પુત્ર ઈચ્છાભાઈ થયા. તે વખતે પાલીતાણામાં ગેહેલ ઉનડજીનું રાજ્ય હતું. નિહાલચંદની આજ્ઞાથી શાહ ભાઈચંદે તથા રત્નચંદે કાર્ય કર્યું. મુનિ ધનસાગરે પ્રશસ્તિ લખી, ઈત્યાદિ. મૂળ લેખ માટે જુઓ-૧ અંચલગચ્છીય લેખસંગ્રહ લેખાંક ૩૨ ક. ૨૨૭૨. ઈચ્છાભાઈ તથા તેની પત્નીની પ્રતિમા એ લેખની સામી બાજુએ છે. ઈચ્છાભાઈના પૂર્વજો વિશે આગળ વિસ્તારથી કહેવાઈ ગયું છે. ડો. બુલરે પણ આ લેખની સંક્ષિપ્ત ને “એપિઝાકિયા ઈન્ડિકા' ભા. ૨, પ્રકરણ ૬ માં આપી છે, જેને આધારે મૂળલેખ શોધી શકાય. ૨૨૭૩. પુણ્યસાગરિની અધ્યક્ષતામાં કચ્છના અભપુરમાં શ્રી આદિનાથ જિનાલયની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. સ. ૧૮૪૬ ના વૈશાખ સુદી ૧૩ ના દિને મૂલનાયકની સ્થાપના થઈ. વિશા ઓશવાળ, ગાંધીગેત્રીય શાહ પત્રામલ ભારાના પુત્ર જીવરાજ અને ભણે સ્નાત્ર મહોત્સવ કર્યો, યાચકોને દાન આપી સંતોષ્યા અને સ્વામીવાત્સલ્ય કર્યું. ગચ્છનાયક ઉપરાંત સૌભાગ્યચંદના શિષ્ય સ્વરૂપચંદ એ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રતિષ્ઠાનું વર્ણન “આદિનાથ ચોઢાળિયામાં કર્યું છે. માનસાગર શિ. રંગસાગરે સં. ૧૮૫૧ ના ચૈત્ર સુદી ૧૦ના દિને “ધૃતકલેલ સ્તવન' રચ્યું તેમાં તે બો નૈવે છે કે એ દિવસે પુષ્પસાગરસૂરિ સુથરી પધારેલા, એ વર્ષને આવાઢ વદિ ૧ ના દિને ગચ્છનાયક જખૌ પધારેલા એમ શ્રી વીર ગર્લ્ડલી દ્વારા જણાય છે અચલગચ્છપતિ સોહે, પુણ્યસાગરસૂરિ મન મોહે રે; સુથરી શહેરે આવી, એ તો દિન દિન તેજ સવાયા. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy