SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ = == = = અચલગચ્છ મિશન જિનાલય-ઉપાશ્રય નિર્માણ ર૨૫૬. અમદાવાદમાં શેખના પાડામાં શ્રી પાર્શ્વનાથ જિનાલય કીર્તિસાગરસૂરિના સમયમાં અંચલગચ્છીય સંઘે બંધાવ્યું. આ મંદિરમાં ૧૯ મા સૈકાની શ્યામ આરસની પ્રાચીન ચોવીશી છે. લાકડાનાં તોરણો અને થાંભલાનું નકશીકામ દર્શનીય છે. પાસે જ અંચલગચ્છીય ઉપાશ્રય છે. રતનપોળમાં શ્રી શાંતિનાથ જિનાલય પણ અંચલગચ્છીય શ્રાવકોએ બંધાવ્યું, જેમાં ૬૯ પાષાણની અને ૧૦ ધાતુની પ્રતિમાઓ, ૧૫ સિદ્ધચક્રો તથા ૨ ધાતુનાં યંત્ર હતાં. જુઓ– જૈન શ્વેતાંબર મદિરાવલી.” માંડલ પણ અંચલગચ્છની પ્રવૃત્તિનું પહેલેથી જ મહત્વનું કેન્દ્ર રહ્યું છે. ત્યાં આજે પણ ગચ્છના ઘણા શ્રાવકો છે. ત્યાં સાધુ-સાધ્વીના બે ભિન્ન ઉપાશ્રય તથા જેન ભારતી ભૂષણ વિદ્યાશાળા પુસ્તકાલય, બે જિનમંદિરો આદિ છે. અહીંના સાધુના ઉપાશ્રયને લેખ આ પ્રમાણે છે: संवत् १८४२ वर्षे श्रावण वदि, १२ श्री ब...भट्टारक श्री ७ श्री कीर्तिसागरसूरीश्वर... આ પંચકણુ શિલાલેખ દ્વારા જાણી શકાય છે કે ઉપાશ્રય કીર્તિ સાગરસૂરિના ઉપદેશથી સં. ૧૮૪૨ ના શ્રાવણ વદિ ૧૨ ના દિને અંચલગીય શ્રાવકોએ બંધાવ્યું. હાલ ઉપાશ્રયનું નૂતન સંસ્કરણ થયું છે, પણ ફક્ત લેખ પહેલાની જેમ જ રાખ્યો છે. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy