________________
૫૧૨
અંચલગ દિન ૨૨૪૫. વાગડના આધઈ ગામમાં નાનચંદે સં. ૧૮૦૭ માં ઉદયસાગરસૂરિ પાસે દીક્ષા લીધી અને એમનું જ્ઞાનસાગર નામ રાખવામાં આવ્યું. સં. ૧૮૧૩માં તેઓ ઉપાધ્યાયપદે વિભૂષિત થયા. સંસ્કૃત, વ્યાકરણદિ શાસ્ત્રોમાં તેઓ નિપુણ હતા. સહજસાગર પ્રકૃતિ મુનિઓએ એમની પાસે વ્યાકરણ, પિંગલ વિગેરેને અભ્યાસ કરે. એમની પ્રેરણાથી વિદ્યાશિષ્ય સહજસાગરે પદ્યગ્રંથો રચેલા. ઉપાધ્યાય જ્ઞાનસાગરે અનુસંધાનરૂપ પદાવલી સંસ્કૃતમાં લખી. ઉદયસાગરિની આજ્ઞાથી સં. ૧૮૨૮માં સુરતમાં રહીને એ લખાઈ એમ પદાવલીને અંતે ઉલ્લેખ છે. આ પદાવલીની પ્રમાણભૂતતા શકિત હોઈને તેની મૂળ પ્રત શેધવી ઘટે છે. સાંપ્રત પ્રતોમાં ઉલ્લેખ છે કે સં. ૧૮૯૩ ના માગશર સુદી ૮ના દિને નાગોરમાં સાચીહર બ્રાહ્મણ રામચંદ્ર લહીઆએ તે લખી. આ પ્રત પણ શેધવી ઘટે છે.
૨૨૪૬. કચ્છ-મુંદરાના ઓશવાળ વડેરા હરસીએ ઉદયસાગરસૂરિ પાસે સં. ૧૮૧૧ માં દીક્ષા લીધી અને તેમનું બુદ્ધિસાગર નામ રાખવામાં આવ્યું. સં. ૧૮૧૫ માં તેઓ ઉપાધ્યાયપદે વિભૂષિત થયા. ઉપર્યુક્ત ચારે ઉપાધ્યાય ગચ્છનાયક ઉદયસાગરસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. હવે કીતિસાગરસૂરિના સમયના શ્રમણને ઉલેખ પ્રસ્તુત છે.
૨૨૪૭જ્ઞાનસાગરના શિષ્ય કરુણાસાગર અથવા તો દયાસાગરે આ અરસામાં કેટલાંક રતવને રચ્યાં. ક્યા જ્ઞાનસાગર તેને નિર્ણય થઈ શકતો નથી.
૨૨૪૮. વા. ક્ષમારાજના શિષ્ય ૫. જ્ઞાનરાજે સં. ૧૮૩૩ના કાર્તિક સુદી ૧૧ને શુકે જયપુરમાં કનકસુંદર કૃત “હરિશ્ચંદ્ર રાજાનો રાસ (સં. ૧૬૯૭)ની પ્રત લખી. પુષિકામાં એમના ભક્ત શ્રાવક દેવાનંદસખાત્રીય વોહરા સં. દીવાન માણેકચંદ દેવજી જીવરાજ, દીવાન ગુલાબચંદ નિહાલચંદનો ઉલ્લેખ છે. કછવાહ રઘુવંશીય મહારાજા પૃથ્વીસિંહના રાજ્યમાં એ પ્રત લખાઈ. મૂલ ગ્રંથના કર્તા કનકસુંદર ભાવડગચ્છના હતા. જુઓ– જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૫૮૪.
૨૨૪૯. ત્રિપુટીમહારાજ જણાવે છે કે ભદારક કીર્તિસાગરસૂરિના શિષ્ય શિવરને “ચૌદ ગુણસ્થાનક સ્તવન” ૯૮ કંડિકામાં રહ્યું. જે. ૫. ને ઈતિહાસ, ભા. ૨ પૃ. ૫૩૭.
૨૨૫૦. સ. ૧૮૩૦ના શ્રાવણ સુદી ૧૫ ને ગુરુવારે નવાનગરમાં શાહ રૂપસી રત્નપાલ પ્રમુખ શ્રાવકેના પઠનાર્થે મેઘરાજ કૃત “સત્તરભેદી પૂજા ની પ્રત લખાઈ.
૨૨૫૧. હરખચંદ્રગણિના શિષ્ય શિવચંદ્ર સં. ૧૮૪૨ માં સુરતના વચૌટાના ઉપાશ્રયમાં રહીને પ્રત્યેક બુદ્ધ કથા સ્તબક એની પ્રત લખી. જુઓ મુનિ પુણ્યવિજયજીનો પ્રશસ્તિ-સંગ્રહ, ભા. ૨, નં. ૩૮૮૦.
૨૨૫૨. ચંદ્રશાખાના કલ્યાણચંદ્રના શિષ સૌભાગ્યચંદ્ર સં. ૧૮૪૮ માં વિંઝાણમાં આવ્યા અને ત્યાં પિશાળ બંધાવી. તેઓ મંત્રવાદી હતા તે વિશે અનુસ્મૃતિમાં અનેક આખ્યાયિકાઓ સંભળાય છે. એમના દાદા ગુરુ માનચંદ્રને વાગડમાં વિહાર હતા. કલ્યાણચંદ્ર સં. ૧૭૯૦ માં રામાઆ આવ્યા સૌભાગ્યચંદ્રના શિષ્ય ખુશાલચંદ્ર થયા, જેઓ સં. ૧૮૬૦ માં વિંઝાણની પિશાળમાં કાળધર્મ પામ્યા તેમના શિષ્ય રામચંદ્ર થયા.
૨૨૫૩. આ અરસામાં સાધ્વી દાનશ્રીનો ઉલ્લેખ મળે છે. તેમણે સં. ૧૮૩૩ના માગશર વદિ ૭ ના દિને સુરતમાં રહી સાધ્વી ગુણશ્રી કૃત “ગુગુણચોવીશી (સં. ૧૭૨૧)ની પ્રત લખી. જુઓ પદાવલી પૃ. ૩૯૧. પ્ર. સેમચંદ ધારસી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com