SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉદયસાગરસરે ' (૧૯) શાંતિનાથ ચરિત્ર:-૨૭૦૦ કપરિમાણને સંસ્કૃત ગદ્ય ગ્રંથ. ' (૨૦) લઘુ ક્ષેત્રસમાસ બાલાવબોધ –જેની સં. ૧૮૫૬ માં લખાયેલી પ્રત લીંબડીના ભંડારમાં છે. નં. ૬૨૫. (૨૧) સિદ્ધગિરિ સ્તુતિઃ મો. દ. દેશાઈ ઉદયસાગરસૂરિની કૃતિ જણાવે છે.. ગૂ.ક. ભા. ૩, પૃ. ૧૪. (૨૨) વર્ધમાન દાવિંશિકા અવયૂરિક સિદ્ધસેન દિવાકરજીની મૂલ બત્રીશી પર ઉદયસાગરસૂરિએ સુંદર અવચૂરિ લખી. મૂળગ્રંથ એવો અર્થઘન છે કે તેની ટીકાના આધાર વિના કાવ્ય ચમત્કૃતિ કે મૂળ અર્થ સમજવો ભારે કઠિન છે. ૨૦૩ ક પરિમાણતી આ અવયુરિમાં મૂલચંતી અનેક ખૂબીઓ કવિએ સુંદર રીતે દર્શાવી છે. અફસની વાત છે કે જૈન સાહિત્યમાં અનેક ટીકાકાર થઈ ગયા પરંતુ કોઈએ ભાગ્યે જ દિવાકરજીની ગૂઢ અને ગંભીરાર્થક બત્રીશીઓ પર પ્રકાશ પાડ્યો હોય. આ બત્રીશીઓની અપૂર્વાર્થતા અને કર્તાની મહત્તાનો ખ્યાલ કરીએ તે તેના પર અનેક વાતિક અને વિશદ્ વ્યાખ્યાઓ થવા જોઈતાં હતાં. કિન્તુ અતિ પ્રાર્થક હોવાના કારણે એનું રહસ્ય પ્રકટ કરવા કેઈએ હિમ્મત ન કરી હેય ! પ્રસ્તુત અવસૂરિ જે. ધ. પ્ર. સભા, ભાવનગર દ્વારા પ્રકટ થઈ છે. ૨૨૨૫. ઉદયસાગરસૂરિએ કેટલાક ગ્રંથે પણ લિપિકૃત કર્યા છે. ઉદાહરણાર્થે સં. ૧૭૮૯ માં બુરહાનપુરના શ્રી કસ્તુરચંદ લાલચંદના વાંચનાર્થે તથા પ્રતિષ્ઠાથે તેમણે તપાગચ્છીય ગુણરત્નકૃત પ્રતિ કલ્પ’ની પ્રત લખી. એ ગ્રંથમાં બિંબ, વજ, કલશ ઈત્યાદિનો પ્રતિષ્ઠા વિધિ દર્શાવેલ છે. અંચલગચ્છ પ્રણીત વિધિ-વિધાનો ઓસરતા જતા હતા તેનું સૂચન આ ગ્રંથની લોકપ્રિયતા દ્વારા મળે છે. અંચલગચ્છ–નાયક પોતે અન્ય ગચ્છના વિધિ-વિધાને દર્શાવે એવા ઉદાહરણો ભાગ્યે જ અન્ય ગોમાં જોવા મળે ! ૨૨૨૬. ઉદયસાગરસૂરિએ અનેક ગ્રંથો રચ્યા, તે વિશે અ૫ ઉલ્લેખ કરી ગયા. સાહિત્યક્ષેત્રે આવું ઉચ્ચ પ્રદાન કરી જનાર આ ગ૭ના પધરોમાં તેઓ છેલ્લા જ છે. એ પછીના પટ્ટધરોએ કઈ ઉલ્લેખનીય કૃતિ પણ લખી નથી એ વાત ખરેખર, આશ્ચર્યપ્રદ જ ગણાય. ઉદયસાગરસૂરિની વિદ્વત્તાને બિરદાવતાં ઉપા. દર્શનસાગરજી વર્ણવે છે : તસ માટે સંપ્રતિ સમયમાં મુજ ગુરુ પરમ સહાય; શ્રી ઉદયસાગરસૂરિ રાજે ગચ્છમાં જસ પ્રતાપ સિવાય રે. આગમ નિગમને જાણે જે ગુરુ જૈન ન્યાય કહે છે; લક્ષણ સાહિત્ય અલંકૃત છંદના પાર લહ્યા ગુણ ગેહ રે. ૨૨૨૭. એમની ઘણી કૃતિઓ મુદ્રિત થઈ હોઈને, આ ગ્રંથકારે અનેક વિદ્વાનેનું ધ્યાન ખેંચ્યું છે. સાહિત્ય—પ્રવૃત્તિની ઓટ વખતે એમણે રચેલી કૃતિઓ સારી ગગુના પામી શકી છે. સાંપ્રત ભારતીય ગ્રંથકારે ઉપરાંત પાશ્ચાત્ય ગ્રંથકારોએ પણ ઉદયસાગરસૂરિની સાહિત્યકૃતિઓ વિશે રસપ્રદ નોધ કરી છે, જેનાં અવતરણે ઉધૃત કરવા પ્રસ્તુત છે. ૨૨૨૮. ડૉ. જહોનેસ કલાટ એમને વિશે આ પ્રમાણે જણાવે છે : 67. Udayasagari-suri, son of Sa Kalyanji in Navanagara and of Jayantibai, mula naman Udıyachandra, born Sainvat 1763, diksha 1777, acharya 1797, gachchhes, in the same year, margasir sudi 13+ Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy