________________
૫૨
અચલગચ્છ દર્શન ઈમ હુઆ તિહાં ઉછવ અનેક વાયા ઘણું વિવેક રે;
આચારજને સંઘ સદ્ વંદે, ભવભવ પાપ નિકદે રે. ૨૨૦૬. નાગપુરના જૈન ભંડારના ગુટકા દ્વારા શત્રુંજયની છીપા વસહી ટુંકની વિગત આ પ્રમાણે के : संवत् १७४१ ( ? १७८१) वैशाख शुदि ७ विधपक्षे विद्यासागरसूरिविजय राज्ये सूरतनगरवास्तव्यः सा0 गोविन्दजी पुत्र गोडीदास जीवनदास कारितं श्री आदिनाथ बिम्ब प्रतिष्ठितं च खरतरगच्छे उपाध्याय दीपचंदगणि पं० देवचन्द्रगणिना। मासेम દ્વારા જણાય છે કે એ બાંધવોએ શત્રુંજયગિરિ પર છીપાવસહીની ટૂંકમાં શ્રી આદિનાથબિંબની પ્રતિષ્ઠા કરાવી. જુઓ-જે. ધા. પ્ર. લેખ', પરિશિષ્ઠ પૃ. ૯, સં. મુનિ કાન્તિસાગરજી.
૨૨૦૭. સં. ૧૮૨૭માં રાધનપુરથી સુરત લખાયેલા પત્રમાં જીવનદાસના પશમ વિશે કહેવાયું છે. જુઓ–બરાધનપુર પ્ર. લે. સં.' સં. વિશાલવિજયજી, પૃ. ૨૨૯.
૨૨૦૮. ગોડીદાસના પુત્ર નિહાલચંદ પણ પ્રતાપી પુરુષ હતા. એમને વિશે ઉપા. દર્શનસાગરે આદિનાથ રાસ ની ગ્રંથ-પ્રશસ્તિમાં ઉલ્લેખ કર્યો છે. સં. ૧૮૨૧ માં કચરા કીકાએ ગેડીજીનો સંઘ કાલે તેમાં નિહાલચંદ ભળેલા અને ધૃત લહાણ કરેલી. ગોડીદાસના ભાણેજ એ સંઘમાં સંઘપતિ તરીકે હતા. જુઓ–ઉપા. જ્ઞાનસાગર કૃત “તીર્થમાળાનું વર્ણન.
૨૨૦૯. મંત્રી જીવનદાસના પુત્ર મંત્રી હર્ષચંદ્ર પુ. વિજયચંદ્રના પઠનાર્થે ઉદયસાગરસૂરિના રાજ્યમાં મુનિ તેજસાગરે સં. ૧૮૧૯ ના ભાદ્રવા સુદી ૧૦ ને રવિવારે સુરતમાં રહીને જ્ઞાનવિમલસૂરિ કૃત સીમંધર જિન સ્તવન બાલાવબોધ'ની પ્રત લખી. શાહ ધર્મચંદ અને ગુલાબચંદ
૨૨૧૦. સુરતનાં એશિવાળ શાહ હાંસાના પુત્ર ધર્મચંદે ઉદયસાગરસૂરિના ઉપદેશથી અનેક પ્રતિછાઓ કરાવી હતી. “ગુણવર્મા રાસ'ની પ્રશસ્તિમાં એમને વિશે કહેવાયું છે
ઓશવાળ નાતે અતિ ઘણું દીપતા, ધર્મચંદ્ર ધર્મવંત; ગુરુ ઉપદેશે અતિ આડંબરે, કીધા પ્રતિષ્ઠા મહંત. વ્રતધારી ગુરુરાગી અતિ ઘણું, હાંસશાના સુત સાર;
સુગુરુ કૃપાએ જીવાદિક તણ, અર્થ લહે સુવિચાર રે. ૨૨૧૧. સુરતના ધર્મકાર્યોમાં શાહ ખુશાલ, મંત્રી ગેડીદાસ અને જીવનદાસ સાથે ધર્મચંદનું નામ પણ સંકળાયેલું રહેતું એમ “વિદ્યાસાગરસૂરિ રાસ'ના નિમ્નત ઉલ્લેખ દ્વારા જણાશે–
મંત્રી ગોડીદાસજી રે, બાંધવ જીવણ જોડ;
ધરમચંદ શાહ સંધમાં રે, મલી આ મનને કેડ. ૨૨૧૨. સં. ૧૮૨૧ માં કચરા કીકાએ સુરતથી કાઢેલા ગોડીજીના સંઘમાં ધર્મચંદ પણ સંઘપતિ તરીકે હતા. જુઓ જ્ઞાનસાગર કૃત “તીર્થમાલા.” કચરા કીકાએ કાઢેલા શત્રુંજયના સંઘમાં ગુલાબચંદ પણ ઉપસ્થિત રહેલા.
૨૨૧૩. ઉદયસાગરસૂરિએ સુરતમાં રહીને સં. ૧૭૯૭ના આષાઢ સુદી ૨ના દિને “ગુણવર્મા રાસ' શાહ ગુલાબચંદના આકહથી રચ્યો, જુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com