SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૦ અંચલગચ્છ દિગ્દર્શન તથા દરવાજાની છત્રી પરના લેખ દ્વારા એમના ભક્ત શ્રાવકે વિશે પણ જાણી શકાય છે. પૂરણચંદ નાહરે ઉક્ત બને લેખ “ જેન લેખ સંગ્રહ માં પ્રકાશિત કરેલા. જાઓઃ અં. લેખ સંગ્રહ, લેખાંક ૩૨૧-૨. આ શ્રમણોને વિહાર રાજસ્થાન તરફ જ હશે. પં. બલૂચંદ શિષ્ય હેમચંદ ૨૧૯૫. સં. ૧૮૧૫ ના વૈશાખ સુદી ૩ ને રવિવારે વડનગરમાં પં. મલુચંદે તેમના શિષ્ય હેમચંદના વાંચનાર્થે “રમલશાસ્ત્ર”ની પ્રત લખી. પ્રતપુપિકામાં એમની પરંપરા આ પ્રમાણે દર્શાવેલ છે: ગુણનિધાનસૂરિ–પુણ્યચંદ્ર–માણિચંદ્ર-વિનયચંદ્ર- રવિચંદ્ર-કલ્યાણચંદ્ર–વીરચંદ્ર–મલ્કચંદ્ર– હેમચંદ્ર. પ્રત લેખકના કાકા ગુરુ ખીરચંદ્ર શિ. મેઘચંદ્ર અને પદ્મચંદ્રનો ઉલ્લેખ પણ પુષિકામાં છે. અંચલગચ્છની ચંદ્રશાખાની આ શ્રમણ–પરંપરા છે. શાહ કસ્તુરચંદ લાલચંદ ૨૧૯. બુરહાનપુરના અગ્રણી શ્રાવક શ્રેષ્ઠ કસ્તુરચંદ લાલચંદનો ઉલ્લેખ અનેક પ્રાચીન ગ્રંથેમાંથી મળે છે. એ અરસામાં જૈનાચાર્યોને એ તરફ સવિશેષ વિહાર હોઈને એમને વિશે ઘણું લખાયું છે. સં. ૧૭૮૭માં ઉદયસાગરસૂરિએ ત્યાં ચાતુર્માસ રહીને “છ ભાવ સઝાય” લખી તેમાં કવિ એમને વિશે આ પ્રમાણે જણાવે છે – ધર્મ ધુરંધર પુણ્ય પ્રભાવક, કસ્તુરચંદ સૌભાગી રે; જિન પૂજે જિનચય કરાવે, સૂત્ર સિદ્ધાંતના રાગી રે. કવિએ એમના આગ્રહથી ઉકત ગ્રંથ ર. ૨૧૯૭. વા. નિચલામ વિદ્યાસાગરસૂરિ રાસમાં જણાવે છે કે સૂરિએ વિશેષાવશ્યક વિવરણ સહિત સંભળાવીને કસ્તુરશાહને પ્રતિબોધ કર્યો . કસ્તુરશાહ તિહાં બૂઝવ્યા, ટાલ્યા મનસંદેહ; વિશેષાવશ્યક સંભલાવિને, સૂત્ર અરથ ધરિ નેહ. ૨૧૯૮. અન્ય ગચ્છના સાહિત્યમાંથી પણ એમને વિશે ઘણું મળે છે. “ન્યાયસાગર રાસ' (સં. ૧૭૭)માં કવિ પુણ્યરત્ન જણાવે છે કે કસ્તુરચંદ શ્રી પાર્શ્વપ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. જુઓ– જિનવિજયજી સંપાદિત જે. એ. ગુ. કા. સંચય, પૃ. ૯, પદ્મવિજયકૃત ‘ઉત્તમવિજય નિવણ રાસ' (સં. ૧૮૨૮) માં કસ્તુરચંદ વિશે સુંદર ઉલ્લેખ મળે છે. એ રાસમાં જણાવાયું છે કે સં. ૧૭૯૬ ના વૈશાખ સુદી ૬ પહેલાં શ્રેષ્ઠીવર્યા મૃત્યુ પામ્યા. જુઓ “જૈન રાસમાળા', ભા. ૧, પૃ. ૧૫૮-૯, ૨૧૯૯. કસ્તુરચંદ શાહે પ્રતિષ્ઠાદિ કાર્યો ઉપરાંત ગ્રંથોદ્ધારનું કાર્ય પણ કર્યું. “રત્નાકરાવતારિકા ” ની પ્રત તેમણે સં. ૧૭૮૭ કાર્તિક વદિ ૮ ના દિને લખાવી. જુઓ- જે. સા. પ્રદર્શન–પ્રશસ્તિ-સંગ્રહ' ભા. ૨, પૃ. ૩૦૭. સં. ૧૭૮૯ માં એમના વાંચનાથે જ્ઞાનસાગરજીએ “ પ્રતિષ્ઠા ક૯૫ 'ની પ્રત લખી એમ પુપિકા દ્વારા જણાય છે. શાહ ખુશાલચંદ કપૂરચંદ સિધા ૨૨૦૦. શ્રીમાલી વૃદ્ધશાખીય ખુશાલચંદ અને તેમના પત્ની સૂર્યાબાઈ સુરતના સંઘમાં અગ્રપદ હતાં. એમના પૂર્વજો વિશે ઉદયસાગરસૂરિએ “ગુણવર્મા રાસમાં ઘણું જણાવ્યું છે. શ્રીમાળી જ્ઞાતિ શિરે Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy