________________
૪૮૪
અચલગચ્છ દિગ્દર્શન (૧) વાસુપૂજ્ય વન : સં. ૧૭૭૬ માં શ્રી વાસુપૂજ્ય જિન બિંબની અંજારમાં ગચ્છનાયક વિદ્યાસાગરસૂરિની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા થઈ તે પ્રસંગે આ સ્તવન રચ્યું.
(૨) શીતલનાથ સ્તવન : મુંદરાગામમાં રહીને રચ્યું. કવિ પ્રાયઃ ગચ્છનાયક સાથે ત્યાં જ ચાતુર્માસ રહેલા.
(૩) શીતલનાથ સ્તવન : સં. ૧૭૯ માં અંજારમાં ચાતુર્માસ રહીને રચ્યું. (૪) વીર પંચકલ્યાણક ચઢાળિયું : સં. ૧૭૮૧ માં સુરતમાં ચાતુર્માસ રહીને રચ્યું. (૫) પાર્ધ જિન સતવન : સં. ૧૭૯૪ માં ભૂજમાં ચાતુર્માસ રહીને ભદ્રવ માસમાં રચ્યું. (૬) ગેડીજી સ્તવન : કચ્છી બેલીમાં આ સ્તવન ગોડીજીની યાત્રા કરીને લખ્યું. (૭) વીશી : સં. ૧૭૮૧માં સુરતમાં ચાતુર્માસ રહીને રચી. (૮) વિદ્યાસાગરસૂરિ રતવન : ગચ્છનાયકની ગુણગર્ભિત સ્તુતિ છે. (૯) મૂખની સઝાય : આ બેધક કૃતિ ભીમશી માણેકે સઝાય-માળામાં પ્રકાશિત કરી.
(૧૦) ચંદનબાળા સઝાય : સં. ૧૭૮૨ ના આષાઢ વદિ ૬ ને રવિવારે સુરતમાં રહીને ત્રણ હાલમાં રચી.
(૧૧) સદેવંત સાવલિંગા રાસ : ૨૪ ઢાલમાં સં. ૧૭૮૨ ના મહા સુદી ૭ ને બુધે સુરતમાં ર. જુઓ : જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૫૪. આ કથા ગુજરાતમાં જ નહીં, ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં આબાલવૃદ્ધ જાણિતી છે. ચરિત્રનાયકના આઠ ભવના નેહ-વિજોગની કથા સ રસપૂર્વક વાંચે છે. પ્રાચીનકાલથી આ કથા અનેક ભાષાઓમાં મળે છે. જૈનોએ પણ આ વિષય પર કેટલીક લોકપ્રિય રચનાઓ કરી, જેમાંની નિત્યલાભની કતિ પણ એક છે. જાઓ ચીમનલાલ ડો. દલાલને– વસંત ' સં. ૧૯૭૨ માં ચિત્રના અંકમાં પ્રકટ થયેલ લેખ “સદયવત્સ સાવળિંગાની જૈન કથા.” આ કૃતિથી કવિની સાહિત્યકાર તરીકેની પ્રતિભા જાણી શકાય છે.
(૧૨) વિદ્યાસાગરસૂરિ રાસ : ૧૦ ઢાલનો આ ઐતિહાસિક રાસ ગચ્છનાયક વિદ્યાસાગરસૂરિના નિર્વાણને ઉદ્દેશીને સં. ૧૭૯૮ ના પિષ ૧૦ ને સોમવારે અંજારમાં ચોમાસું રહીને ગુના ગુણગાન રૂપે લખાય છે. જુઓ–અતિહાસિક રાસ સંગ્રહ', ભા. ૩. સંપાદક વિજયધર્મસૂરિ. કવિ ચરિત્રનાયકના સહચર વિદ્યાશિષ્ય હેઈ ને રાસમાં નિરપિત બાબતે અત્યંત વિશ્વસનીય ગણાય. અનુગામી પટ્ટધર ઉદયસાગરસૂરિના જીવન વિષયક બાબતો પણ રાસમાં કવિએ વણી લીધી છે.
૨૧૦૪. ઉપર્યુક્ત કૃતિઓ ઉપરાંત નિત્યલાભ (૧૩) છ— જિનસ્તવન (૧૪) શ્રી પારતવન (કચ્છીમાં સમેત પ્રકીર્ણ કૃતિઓ રચી તથા કેટલાક ગ્રંથની પ્ર પણ લખી. સં. ૧૭૭૦ ના માઘ વદિ ૧૩ ને સોમ રાજનગરમાં શાહ વાછડાના પુત્ર ધર્મચંદ્રના પઠનાર્થે જ્ઞાનસાગર કૃત “ઈલાયચીકમાર ચોપઈની પ્રત લખી. સં. ૧૭૭૧ ના ભાડવા સુદી ૧૦ ના દિને સુરતમાં શાહ સોમાભાઈના વાંચનાથે “આત્મકુલક તબક’ની પ્રત લખી. પિતાની કૃતિ “ચોવીશી ની પ્રત સં. ૧૭૮૨ માં સુરતમાં રહીને લખી.
૨૧૦૫. નિત્યલામની કૃતિઓ દ્વારા સ્પષ્ટ થાય છે કે એમનો વિહાર કચ્છ તથા સુરત તરફ સવિશેપ હતો. કચ્છી બોલીમાં એમણે કૃતિઓ રચી હોઈને તેઓ ત્યાંના વતની પણ હોય. ગોડીજીમાં એમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com