SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ અંચલગચ૭ દિન સં. ૧૭૭૮માં યાત્રા કરી પિતાનું ગાત્ર નિર્મળ કર્યું. એવી રીતે દક્ષિણનાં અન્ય તીર્થોની પણ તેમણે યાત્રા કરી અને શ્રાવકોએ પણ અનેક પ્રકારના લાભો લઈ જીવન કૃતાર્થ કર્યું. ૨૦૯૪. એવી રીતે સ્થાને સ્થાને મિઠામતીઓની શંકા-આશંકાઓનું નિવારણ કરતાં વિદ્યાસાગરસૂરિ ઔરંગાબાદ પધાર્યા. શ્રાવિકા સાકરબાઈએ ધામધૂમથી ગુરુનું સામૈયું કર્યું, સોના-રૂપાનાં ફૂલોથી ગુરુને વધાવ્યા. ૨૦૯૫. સં. ૧૭૮૯ માં તેઓ પુનઃ બુરહાનપુર પધાર્યા. આચાર્યના શિષ્ય જ્ઞાનસાગરજીએ એ વર્ષે કસ્તુરચંદના વાંચનાથે “પ્રતિષ્ઠા કલ્પ”ની પ્રત લખી. એ પછી પણ આચાર્ય કેટલેક સમય એ પ્રદેશમાં વિચરતા રહ્યા. સુરત તરફ વિહાર - ૨૦૦૬. દક્ષિણપથના વિહાર દરમિયાન સુરતના સંઘની આગ્રહભરી વિનતિ આવતાં આચાર્ય ત્યાં પધાર્યા. ખુશાલશાહે મોટી ધામધૂમથી ગુરુને પ્રવેશોત્સવ કર્યો અને શ્રીફલની લહાણ કરી. ૨૦૯૭. સુરતમાં વિદ્યાસાગરસૂરિએ સં. ૧૭૯૭ ના કાર્તિક સુદી ૩ ને રવિવારે જ્ઞાનસાગરજીને આચાર્યપદ પ્રદાન કરી એમનું ઉદયસાગરસૂરિ નામ આપ્યું. શાહ ખુશાલ, મંત્રી ગોડીદાસ અને જીવનદાસે ભવ્ય મહોત્સવ કર્યો. એ પછી વિદ્યાસાગરસૂરિએ અણુસણુપૂર્વક ત્યાં જ પિતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો. ૨૦૦૮. સુરત અંચલગચ્છની ધર્મપ્રવૃતિનું તે વખતે અગત્યનું કેન્દ્ર ગણાતું. આ વાતની પ્રતીતિરૂપે અહીં મણભાઈ બકરભાઈ વ્યાસનું કથન ઉધૃત કરવું પ્રસ્તુત ગણાશે. “લગભગ દસેં બસે વર્ષ પહેલાં સુરતના સંઘના આગેવાને સાથે તેમને (લાડવા શ્રીમાળીઓને) મતભેદ પડ્યો હતો. મતભેદનું કારણ કોઈ લેખી પૂરાવાથી મને મળ્યું નથી, પણ ઘરડાઓને મોઢે સાંભળેલી અનેક વાતોને ક્યાસ કરતાં મને સમજાયું છે કે મતભેદનું કારણ ગમેદ હતો. સંવત ૧૭૦૦ થી ૧૮૦૦ સુધીના સૈકામાં સુરતના સંઘના આગેવાનો ઘણે ભાગે અંચળગછના મોહમાં પડ્યા હતા. અંચળગચ્છના આચાર્યો અને મોટા મોટા પ્રતિષ્ઠિત સાધુઓ અહીં ચોમાસું કરી રહેતા હતા. વીસા શ્રીમાળી આગેવાનો મુખ્યત્વે તેમના અનુરાગી હતા. તેમણે હરિપુરામાં ભવાનીના વડની પાસે જમીન લઈને ત્યાં અંચળગચ્છને ઉપાશ્રય બંધાવ્યો હતો.' ૨૦૯૯. “હરિપુરામાં મુખ્ય શ્રાવકે જોઈ એ તો લાડવા શ્રીમાળી અને ઉપાય ત્યાં એટલે જે લાડવા શ્રીમાળી બે આ ગચ્છના અનુયાયી થાય તો જ અહીં રહેનારા સાધુઓને અનુકૂળ પડે. એ વખતે સાધુઓ (યતિ) વચ્ચે ગ૭ની મતામતી બહુ હતી. જે લાડવા શ્રીમાળી તપગચ્છને જ વળગી રહે તો આ સાધુઓને અનુકૂળ આવે નહિ. આથી એ ગુના અનુયાયીઓએ લાડવા શ્રીમાળીબેને આગ્રહ કર્યો કે તમે અંચળગછના શ્રાવક થાઓ. બીજી તરફ તપગરવાળાનો તેમના ઉપર આગ્રહ હોય એ પણું સ્વાભાવિક છે. પહેલાં લાડવા શ્રીમાળીમાંના કેટલાક શરમવાળાઓએ સંધના આગેવાનોને હા કહેલી, પણ પાછળથી સર્વના વિચારે એ ઠરાવ નામંજૂર થયો, એથી લાડવા શ્રીમાળીઓએ અંચલગચ્છ સ્વીકારવાની ના પાડી. આધી સંધના આગેવાનોને પિતાનું અપમાન થયેલું લાગ્યું ને વેર બંધાયું. એવામાં કઈ બાનું નીકળતાં અંચલગચ્છના સાધુને કોઈ લાડવા શ્રીમાળી સાથે તકરાર થઈ એ વાત સંઘમાં ગઈ. અને સાધુને માર માર્યો, તેવી આશાતના કરી એવો લાડવા શ્રીમાળી જ્ઞાતિ ઉપર આરોપ મૂકીને આખી જ્ઞાતિને સંઘ બહાર કરી. થઈ રહ્યું, મોટા કરે તે સવા વીસ! અહીંના આગેવાનોએ લાગવગ વાપરીને Shree Sudharaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy