SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અમરસાગરસૂરિ ૪૬૩ જ્ઞાનસાગરજીની કૃતિઓ ૧૯૮૯. જ્ઞાનસાગરજની કૃતિઓની નેંધ આ પ્રમાણે છે: (૧) શુકરાજ રાસ : સં. ૧૭૦૧ શુચિ ( ઉનાળામાં ?) કૃષ્ણપક્ષની ૧૩ને દિવસે, પુષ્ય નક્ષત્રમાં સેમવારને દિવસે પાટણમાં રહીને કવિએ આ રાસ ર. ચાર ખંડની આ ગુર્જર પદ્ય કૃતિમાં ૧૪૫૯ કંડિકા છે. હા, દેશી અને પાઈને ઉપયોગ આ કૃતિમાં વિશેષ છે. કવિ જણાવે છે કે “શુકરાજ ચરિત” માં દીક્ષાનો અધિકાર નથી. પરંતુ તે અહીં “શ્રાદ્ધવિધિ થી વર્ણવ્યો છે. (૨) ધમ્મિલ રાસ : સં. ૧૭૧૫ ના કાર્તિક સુદી ૧૩ ને ગુરુવારે આ રાસ રચાયો. કવિએ એમાં આવકસત્ર', “ધમિલ બૃહત્તિ', “ લધુ ધમ્મિલ ચરિત્ર ', “ વાસુદેવહિંડી” ઈત્યાદિ ગ્રંથોનો આધાર લધે. ૩ ખંડમાં રચાયેલી આ ગુર્જર પદ્ય કૃતિમાં ૧૬ ૩૫ કાવ્યકંડિકા છે. (૩) ઈલાચી કુમાર ચોપાઈ : સં. ૧૭૧૯ ના આસો સુદ ૨ ને બુધવારે અમદાવાદના શેખપુરમાં રહીને પાઈ રચાઈ. એમાં “આવશ્યક સૂત્ર ', “વૃંદારવૃત્તિ ', “ઋષિમંડલ” એ ત્રણે ગ્રંથને આધાર કવિએ લી. ૧૬ હાલની આ ગુર્જર પદ્યકૃતિમાં ૨૬૯ કાવ્યકંડિકાઓ છે. (૪) શાંતિનાથ રાસ : સં. ૧૭૨૦ ના કાતિક વદિ ૧૧ ને રવિવારે પાટણમાં રહીને રાસ ર. ઉત્તરાધ્યયન સૂત્ર , હેમચંદ્રાચાર્ય કૃત “શાંતિચરિત્ર અને કવિએ ગ્રંથમાં આધાર લીધો. ૬૨ ઢાલની આ ગુર્જર પદ્ય કૃતિમાં ૨૨૦૫ કંડિકા છે. (૫) ચિત્રસંભૂતિ એપાઈ: સં. ૧૨૧ ના પિષ સુદી ૧૫ ને ગુસ્વારે અમદાવાદના શેખપુરમાં રચના. “ ઉત્તરાધ્યયનવૃત્તિ ', “ઉપદેશ ચિંતામણિ, “ઉપદેશમાલા કર્ણિકા', હેમચંદ્રાચાર્ય કૃત “ત્રિષદિશલાક ચરિત્ર એ ગ્રંથોને કવિએ આધાર લીધો. ૩૯ ઢાલમાં સર્વ મળીને ૧૧૦૦ ગુર્જર કાવ્ય કંડિકાઓ છે. (૬) ધન્ના અણગાર સ્વાધ્યાય – સં. ૧૭૨૧ના શ્રાવણ વદિ ૨ ને શુક્રવારે ખંભાતમાં ચાતુર્માસ રહીને આ કૃતિ રચી. ૫૯ ગુર્જર કંડિકાની આ કૃતિ છે. (૭) સ્થૂલભદ્ર નવરાસો :–૯ ઢાલની આ ગુર્જર પદ્યકૃતિમાં કવિએ શૃંગાર આદિ નવે રસના વિષયો રથૂલભદ્ર અને કેશ્યા એ વચ્ચેને પ્રસંગ લઈ સુંદર રીતે પ્રતિપાદિત કર્યા છે. કાવ્ય રસિક છે. (૮) રામચંદ્ર લેખ:-સં. ૧૭૨૩ ના આસો સુદી ૧૩ ને દિવસે પઢાળમાં રહીને કવિએ આ ગૂર્જર પદ્યકૃતિ રચી. ભગવાન રામચંદ્રજીના સીતાજી પરના પત્ર રૂપે આ કૃતિ છે. (૯) આષાઢભૂતિ રાસ –સં. ૧૨૪ ના પોષ વદિ ૨ ને દિવસે ચક્રાપુરમાં રચના. આષાઢભૂતિ જેવા અલ વિદ્યાબળ ધારક મુનિવર મોદકની લાલચમાં એક નારીના પાસમાં કેમ જકડાય છે એ કથા વસ્તુ. કવિ જણાવે છે કે આ ગ્રંથ તેમણે અંચલગીય તિલકસૂરિ કૃત “પિંડ વિશુદ્ધિ ટીકા', તથા જયશેખરસૂરિ કૃત “ઉપદેશ ચિન્તામણિ'ના આધારે રચ્યો. ૧૬ હાલમાં સર્વે મળીને ૩૫૧ પદ્યો છે. આ ગ્રંથની ભાવનગરના સંગ્રહની પ્રત સદાચિગણિએ લખી છે. (૧૦) પરદેશી રાજાને રાસ :-સં. ૧ર૪ ના જેઠ સુદી ૧૭ ને રવિવારે ચકાપુરીમાં, રાયપશ્રેણું સૂત્રનો આધાર લઈને રચના. ૩૩ હાલમાં ૧૧૦૦ ગુર્જર પડ્યો છે. વૈજલપુરમાં સં. ૧૭૯૬ ના પિસ સુદી ૮ ને બુધવારે પં. પ્રેમચંદે આ ગ્રંથની એક પ્રત લખી. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy