SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અમરસાગરસૂરિ દા માટે સામાજિક, આર્થિક તેમજ રાજકીય પરિસ્થિતિ પણ જવાબદાર તે હતી જ. આ અંગે સવિશેષ ચર્ચા અહીં અસ્થાને છે. એટલું જ જણાવવું . છે કે આ બધી બાબતોની પશ્ચાદભૂમિમાં ગરછની પ્રવૃત્તિનો ઇતિહાસ સમજ આવશ્યક છે. પ્રકીર્ણ પ્રસંગે ૧૯૭૭. આ અરસામાં અંચલગચણીય શ્રમણોને કચ્છમાં સવિશેષ વિહાર રહ્યો, છતકલૅલ પાર્શ્વ નાથજીનો મહિમા પ્રકટ થયો. ધૃતક લેલ પાર્શ્વનાથજીની પ્રભાવક પ્રતિમાજીથી સુથરી નીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયું અને અબડાસાની પંચતીર્થીનું કેન્દ્ર ગણયું. આ વિશે પાછળથી સપ્રમાણ ઉલ્લેખ કરીશું. ૧૯૭૮. ઓસવંશીય ગાંધી ગોત્રીય, પારકરમાં થયેલા તિલાશાહ નામના અંચલગીય શ્રાવકે સં. ૧૭૫૩ માં જ્ઞાનપંચમીનું ઉજમણું કરી ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. બીકાનેરમાં થયેલા શ્રેણી બેનદાસ ઘણું દાનવીર થઈ ગયા. તેમણે ૯૦૦૦૦ પીરછનું દાન દઈ દીક્ષા લીધી હતી. આ વંશમાં ગલકડામાં થયેલા ધનાશેઠે ચારિત્ર્ય લઈ, શત્રુંજય પર પચીશ દિવસનું અનશન કરી દેહત્યાગ કર્યો. કાલુ ગામમાં થયેલા પિમા શેઠે પોતાની સ્ત્રી સહિત દીક્ષા લેતી વેળાએ ઘણું દ્રવ્યદાન કર્યું. ઉદેપુરમાં થયેલો સાદૂલ સન્યસ્ત લઈ પચીશ દિવસનું અનશન કરી શત્રુંજય પર ધર્મારાધનપૂર્વક દિવંગત થયો. જુઓ “જૈન ગોત્ર સંગ્રહ' પૃ. ૮૬. ૧૯૭૯. ઓસવંશીય દેવાણંદસખા ગોત્રીય, ભણગોલવાસી નાગાજણે અમરસાગરસૂરિના ઉપદેશથી ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું છે. આ વંશના માંઢાનિવાસી વિસાએ તથા ખેતાએ ત્યાં વાવો બંધાવીને સ્વામીવાત્સલવાદિ કાર્યોમાં ઘણું દ્રવ્ય ખરચ્યું. કચ્છ નલિયાના રહીશ મૂલાશાહે મૂલાસર નામનું તળાવ બંધાવ્યું. કચ્છ સાભરાઈમાં થયેલા ભાવડના પુત્ર પદમણીએ સં. ૧૭૪૫ માં ત્યાં શ્રી સુવિધિનાથજીને શિખરબદ્ધ પ્રાસાદ બંધાવ્યો. સં. ૧૭૩૧ માં સાભરાઈને શાહ કાનડે શત્રુંજય તથા ગોડીજીના સંઘ કાઢી ઘણું દ્રવ્ય ખરચ્યું તથા સદાવ્રતો બંધાવ્યાં. સં. [૭૪૩ માં કચ્છ ગેધરાના રહીશ ગવર, લખા તથા નરસએ ઘા દ્રવ્ય ખરચી સ્વામીવાત્સલયાદિ કાર્યો કર્યા. સં. ૧૬૫૧ માં ધ્રોલના રહીશ રાજે ત્યાં સેલરવાવ બંધાવી. સં. ૧૭૩૭માં કચ્છ વારાહીના રહીશ આસગે ત્યાં વાવ બંધાવી, તે લઘુ– સજનીય થયો. જુઓ જૈ. ગે. સં. પૃ. ૧૦૧-૨. ૧૯૮૦. ઓસવંશીય હરિયા ગેત્રીય અમરકેટના રહીશ આસરશાહે આસરવસહી નામનો જિનપ્રાસાદ તથા એક વાવ બંધાવ્યાં. સં. ૧૭૨૮ માં આ વંશના લઠેરડીના રહીસ આસરે સાભરાઈ અને ડુમરા વચ્ચે આસરાઈ તલાવ બંધાવ્યું. હરિયાના કુલમાં પાસવીર પણ પ્રધાન પુરૂ થયા. તેમણે અમરકોટમાં યશપાર્જન કર્યું. તેઓ રાજમાન્ય હતા. મરુસ્થલી મારવાડમાં પણ તેમની ઘણી પ્રસિદ્ધિ હતી. જુઓ “ હરિયાશાહ રાસ.' ૧૯૮૧. ઓસવંશીય દેઢિયાગોત્રીય, ભોરાલામાં થયેલા ભાણું વિગેરે ત્રણ ભાઈઓએ કુલદેવીની શિખરબદ્ધ દેરી બંધાવી, દેશતેડું કરી બસો મણ ધૃતનું ખરચ કર્યું, સંઘ કાઢી શત્રુંજયની યાત્રા કરી. દેશલપુરમાં થયેલા દેવને ત્યાં ઉપાશ્રય કરાવ્યો. સં. ૧૭૬૮ માં દેશલપુરમાં જેતાશાહે શત્રુંજ્યની યાત્રા કરી, ઘેર આવી વાવ બંધાવી, ભુજપુરમાં સાગરના પુત્રો જગા તથા કાલાએ દેશતેડું કરી સજન સારણ કરી, વાવ બંધાવી, તથા યાત્રા કરી ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. સ. ૧૭૬માં ભુજપુરમાં કુંભાના પુત્ર રણમલે ધર્મકાર્યોમાં ઘણું ધન ખર્ચી દેશતેડું કર્યું, તેમાં સાતસો મણ વૃત વાપર્યું. રણમલને મહારાવ દેશળજી તરફથી ઘણું સન્માન મળ્યું હતું. સં. ૧૬૪૭ માં ભેજાએ વાહિયાથી માડીની વાટે ભોજા વાવ બંધાવી છે. સં. ૧૭૩૬ માં દેવન તથા સોજાએ લુપડીમાં મેળો કરી ઘણું Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy