________________
અંચલગચ્છ દિગ્દર્શન પેપર પણ ઘણો સમય વિતાવ્યો, જે દ્વારા એમના વિદ્યાવ્યાસંગ અને પાંડિત્ય સચિત થાય છે. અહીં એમના ગ્રંથને સંક્ષિપ્ત ઉલેખ પ્રસ્તુત છે--
(૧) શાંતિનાથ ચરિત્ર: જુઓ પદાવલી પૃ. ૩૫૧ અ. સોમચંદ ધારસી. (૨) સુરપ્રિય ચરિત્રઃ જુઓ પદાવલી પૃ. ૩૫૧ અ. સેમચંદ ધારસી. (૩) જિનસ્તોત્રોઃ એ સ્તોત્રોની ચિત્રબદ્ધ પ્રતો અનેક હતી. (૪) વીસ વિહરમાન સ્તવનઃ આદિ–“શ્રી સીમંધર સાંભલઉ એક ગોરી અરદાસ.” (૫) અગડદત રાસ : જુઓ જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૪૬૭.
(૬) પાર્શ્વનાથ સહસ્ત્રનામ : અપરનામ પાર્શ્વનામાવલી. ૧૫. સંસ્કૃત શ્લેક પરિમાણની આ કૃતિ અનેક ભંડારમાં છે. સં. ૧૬૯૬ માં ખેરવાના સ્થાલગોત્રીય શ્રેષ્ઠી ઈશ્વરે કાઢેલા ગેડીઝના સંઘમાં આ સ્તુતિ કવિએ કરેલી. શ્રી પાર્શ્વ પ્રભુનાં હજાર નામ કવિએ આપ્યાં છે. આ પ્રકારની કૃતિઓ જેન સાહિત્યમાં ગણીગાંઠી જ છે.
(૭) પાર્શ્વનાથ અષ્ટોત્તરશત નામ : જુઓ પ્રો. વેલણકરનું સૂચિપત્ર જિ. ૨. પૃ. ૨૪૪.
(૮) મિશ્રલિંગ કોશ : અપરના લિંગાનુશાસન-લિંગ નિયમિશ્ર લિંગ નિર્ણ. પોતાના શિષ્ય વિનયસાગર માટે સંસ્કૃતમાં આ વ્યાકરણ ગ્રંથ લખ્યો. એક કરતાં વધારે લિંગના એટલે કે જાતિનાં નામોની સૂચિ ગ્રંથમાં છે.
(૯) મિશ્ર લિંગ કોશ વિવરણઃ જુઓ . બુલરનો ૬ છેરિપોર્ટ નં. ૭૬૨.
(૧૦) માણિયસ્વામી સ્તવન : ૧૮ સંસ્કૃત શ્લોકમાં કુલપાકનાથ ઋષભદેવની કવિએ વિવિધ છંદમાં સ્તવના કરી છે. હૈદરાબાદના આલેરગામની પાસે કુલ્યાક ગામની બહાર ભરત ચક્રવર્તીએ બંધાવેલ મનાતા આ જિનાલયની કલ્યાણસાગરસૂરિએ યાત્રા કરેલી. લીલા માણેકમાંથી પ્રતિમા તૈયાર થઈ હેઈને તે માણિજ્યસ્વામી તરીકે પ્રસિદ્ધ થઈ. કર્ણાટકના રાજા શંકરગણે પ્રતિમાને પ્રસ્થાપિત કરી, તેની પૂજા માટે ૧૨ ગામો આપ્યાં. તેના અભિષેક જલથી કલ્યાણમાં મરકી શાંત થઈ.
(૧૧) સંભવજિન સ્તવનઃ ૧૨ સંસ્કૃત શ્લેકમાં સુરતના શ્રી સંભવનાથની સ્તવનારૂપે. (૧૨) સુવિધિનાથ જિન સ્તવન : ૬ સં. લે. સિતેતરપુરના સ્વામી શ્રી સુવિધિનાથની સ્તવનારૂપે. (૧૩) શાંતિનાથ જિન સ્તવનઃ ૧૩ સં. શ્લે. નવાનગરના શ્રી શાંતિનાથની સ્તવનારૂપે. (૧૪) શાંતિનાથ જિન સ્તવનઃ ૧૯ સં. શ્વે. કવિએ કર્તા તરીકે શુભસાગર નામ આપ્યું છે. (૧૫) અંતરિક્ષ પાર્શ્વનાથ સ્તવન : ૮ સં. લે. વિદર્ભના શરપુરનાયકની સ્તવનારૂપે. (૧૬) ગૌકિક પાશ્વષ્ટક : ૧૦ સં. લે. મરુદેશના પ્રસિદ્ધ તીર્થનાયકની સ્તવનારૂપે. (૧૭) દાદા પાર્શ્વનાથ સ્તવનઃ ૯ સં. શ્વે. વડોદરાના શ્રી દાદા પાર્શ્વનાથની સ્તવનારૂપે. (૧૮) કલિકુંડ પાર્શ્વષ્ટકઃ ૯ સં. લે. કલિકુંડનાયક શ્રી પાર્શ્વપ્રભુની સ્તવનારૂપે.
(૧૯) રાવણ પાર્વાષ્ટક: ૯ સં. શ્લે. અલવર પાસેના રાવણે પાર્શ્વનાથની સ્તવનારૂપે. આજે આ વિચ્છેદ તીર્થ છે. તે વખતે તેનો ભારે મહિમા હતો. અનુશ્રુતિ વર્ણવે છે કે રાજા રાવણુ અને મદદરીએ અહીં વેળુની પ્રતિમા કરાવી તેનું પૂજન કરેલું, તેનું રાવણ પાર્શ્વનાથ નામ પડ્યું. મેવાડના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com