SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ અચલગ દિન અને દીવાન મુહમ્મદ સફીથી કામ ચલાવ્યું છે. આ સૂબાગીરી દરમિયાન શાહજહાંએ જહાંગીર સામે બળવો કર્યો. એ વખતે રાજ્યના મોટા મોટા અમીરે બે પક્ષે વહેંચાઈ જાય છે. સુંદરદાસ શાહજહાંને પક્ષ લે છે. દીવાન મુહમ્મદ સફી જહાંગીરના પક્ષે રહે છે. સુંદરદાસ રાજા-વિક્રમાજિત આ બળવામાં ભાગ લેવા પોતાના ભાઈ કુંવરદાસને અમદાવાદમાં મૂકીને શાહજહાં પાસે જાય છે અને બળવાની લડાઈમાં આગેવાનીભર્યો ભાગ લે છે. ૧૮૧૨. આ હકીકતમાં પ્રમાણુ-ગ્રંથમાં છેડો ડે ફેર પડે છે. મીરાતે અહમદી કહે છે કે વિક્રમાજિત પોતાના ભાઈ કનેહરને હોદ્દો સંપીને જાય છે; જહાંગીર નોંધે છે કે વિક્રમાજિતનાં મરણ પછી કનેહરને એ હોદ્દો મળે છે. શાહજહાંના બળવાનું કારણ જહાંગીરે ખાસ આપ્યું નથી. સુંદરદાસ વિક્રમાજિતના ચઢાવવાથી તેણે બળવો કર્યો એમ જહાંગીરનું માનવું જણાય છે. મિરાતે અહમદી જણાવે છે કે “નુરજહાં બેગમને તોફાનથી બાદશાહની ઈતરાજી થઈ અને તેનાં કારણે લખવા યોગ્ય નથી. આ બો રાજકીય ઈતિહાસ અત્યંત વિસ્તૃત છે. ટૂંકમાં અંતે સુંદરદાસ–રાજા વિક્રમાજિત આ સંઘર્ષમાં માઈ જાય છે અને બળવો નિષ્ફળ બને છે. ૧૮૧૩. એ બને બાંધ શાહજહાંના પક્ષકાર હતા એમ તેમના કેટલાક મૂર્તિ લેખથી પણ પ્રમાણિત થાય છે. ઉદાહરણાર્થે સં. ૧૬૭૧ ના એક લેખમાં જહાંગીરની વિદ્યમાનતામાં જ “શાહજહાં વિજયરા” એવો ઉલ્લેખ છે. જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ’, લેખાંક ૨૮૯. ૧૮૧૪. આ બધાયે અતિહાસિક તથ્યો પરથી સ્પષ્ટ રીતે તારવણી કરી શકાય છે કે જહાંગીરના સમયમાં થઈ ગયેલા કુંવરદાસ અને સુંદરદાસ નામના બને ભાઈઓ એ જ જૈન ઈતિહાસમાં નોંધાઈ ગયેલા કુંવરપાલ અને સોનપાલ હતા. શિલાલેખો, ગ્રંથ–પ્રશસ્તિઓ અને પ્રત–પુપિકાઓમાં આ વિધાનને પુષ્ટિ આપતી પ્રમાણભૂત સામગ્રીઓ પણ ઉપલબ્ધ છે. છતાં સમગ્ર ભારતના રાજકીય ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી ગયેલા આ બને નરરત્ન માટે આવી અસ્પષ્ટતાઓ ચલાવી શકાય નહીં. ઈતિહાસ આ મુદ્દાના સંદર્ભમાં સવિશેષ પ્રકાશ પાડે એ આપેક્ષિત છે. રૂપચંદને પાળીએ ૧૮૧૫. “ ગૂજરાતનું પાટનગર અમદાવાદ માં સેનપાલના પુત્ર રૂપચંદના પાળીઆને અમદાવાદના જોવાલાયક સ્થળ તરીકે દર્શાવેલ છે. દૂધેશ્વરની ટાંકી પાસે એક ખેતરમાં એક નદી કિનારે એક કૂવે છે. એના થાળામાં એક આરસને પાળીઓ જડેલે છે. પાણીમાં એક ઘોડેસ્વાર અને એની પાસે ત્રણે સ્ત્રીઓની મૂર્તિઓ છે. ઉપલા બને ખૂણે સૂર્ય અને ચંદ્ર છે. મૂર્તિઓનાં મુખ કોઈએ તોડી નાંખ્યાં છે. આરસની તખ્તીની આસપાસ હાંસીઓ છે. એમાં સ્પષ્ટ અક્ષરે દેવનાગરી લિપિમાં લેખ છે. ઘડાનો સામાન તથા મૂતિઓનો પોષાક ઉત્તમ છે. લેખ આ પ્રમાણે છે – संवत १६७२ वर्षे वइशाख सुदि ३ गरेउ सं । सोनपाल पुत्र सं । रुपचंद भारजा रूपश्री कामा केसर जणी त्रणे सागमन कीधो ॥ श्री पातसाहा सलेम वजेराजेः श्री जहांगीर दली श्री अहिमदावाद नगरे साभमति तीरे सभंभवति. ओसव शातीय वृद्ध साषाय लौढागोत्रे रुषभदास ततपुत्र सं । कुअरपाल सोनपाल ॥ ૧૮૧૬. ઋષભદાસના પુત્ર સોનપાલના પુત્ર રૂપચંદની પાછળ એમની ત્રણ સ્ત્રીઓ અહીં સતી થયેલી એની યાદગીરીનો આ પાળીએ છે એમ લેખ ઉપરથી સ્પષ્ટ સમજાય છે. ઋષભદાસને કંરપાલ સોનપાલ નામના બે પુત્રો પણ પ્રસિદ્ધ હતા તેથી બન્નેનાં નામ લેખમાં છેડે આપ્યાં છે. આ બન્ને Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy