________________
- ૪૨૨
અચલગચ્છ દિદશન કેટલાક કાઉસગ્નિઆ હતા. ઈસર દહેરાની સામે ધના, શાલિભદ્રસી બાનસ્થ મોટી પ્રતિમા ની પૂજા કરી તલાટી ઊતર્યા. સાકરની લાણ કરી. ગુણશિલ ચૈત્ય, શાલિભદ્રને નિર્માલ્ય ફૂપ, રેડણિયાની ગુફા આદિ ઘણાં વર્ષોત્સાહથી જોયા. વિપુલગિરિ પર ચતુર્વિશતિ જિનાલયના દર્શન કર્યા. અજિતનાથ, ચન્દ્ર, પ્રભ, પાર્શ્વનાથ તથા પદ્મપ્રભુનાં ચાર મંદિરમાં પૂજા કરી. એમની પાસે જ જબૂ, મેઘકુમાર, ખધક આદિ મુનિઓના પગલા છે. ત્રીજા પહાડ ઉદયગિરિ પર ચૌમુખ મંદિરના દર્શન કર્યા. પછી રત્નગિરિ પર ઋષભદેવ અને વિશજિનનાં મંદિરોને વન્દન કરી સ્વર્ણગિરિના દેવવિમાન જેવાં જિનાલયની પૂજા કરી. રાજગૃહી નગરીમાં જિનેશ્વરનાં ૩ મંદિરની પૂજા કરી. સંઘપતિ કે અરપાલની રાણી અમૃત તથા સેનપાલની રાણી કાશ્મીરાદે હતી એટલે અહીં સંધપતિએ સંઘને છઠ્ઠ જમણ આપ્યું. ગાંધી વંશના શાહ જટમલ, વચ્છા, હીરાએ પણ સુયશ મેળવ્યું.
૧૭૫. રાજગૃહથી સંધ બડગામ આવ્યો. અહીં ઋષભજિનાલયનાં દર્શન કર્યા. શાસ્ત્રપ્રસિદ્ધ નાલન્દાપાડા અહીં છે, જ્યાં ત્રિશલાનંદન મહાવીર પ્રભુએ ૧૪ ચોમાસાં કર્યા હતા. અહીંથી દક્ષિણની તરફ ૧૫૦૦ તાપસની કેવલ જ્ઞાનની ભૂમિ છે. ચાર ખૂણુના ચેતરામાં ૨ ગૌતમ પાદુકા છે. અહીં પૂજન કરી અનુક્રમે પટના પહોંચ્યા. સુન્દર બગીચામાં પડાવ નાખે. સાવ ચાંપસીએ પ્રથમ સંધ જમણ કર્યું, મહિમના શેઠ ઉદયકરણે બીજુ, મઝારાજ કલ્યાણજીએ ત્રીજું, શ્રીવચ્છ ભેજા, સાહા જામલે ચોથું જમણ કર્યું. કપૂરાના પુત્ર પચૂ, સત્ શાહે પાંચમું જમણું કર્યું. સહિજાદપુર નિવાસી સાડ સીચાએ છ, તેજમાલ બીઆએ સાતમું, લાહોરી સાહ સુખમલે આઠમું જમણ કર્યું. સંઘ ત્યાંથી ચાલ્યો. અનુક્રમે ગોમતીના કિનારે પહોંચે. સ્નાન કરીને ભૂદેવને દાન આપ્યું. જમ્મણપુર આવ્યા, પડાવ નાખે,
૪૧ જિનપ્રતિમાઓને વંદન કર્યા. સાહ ચૌથા, સા વિમલદાસ, સાહ રેખાએ સંધની ભક્તિ હી ત્યાંથી ભાગનાં ચોને વન્દન કરતાં અયોધ્યા નગર પહોંચ્યા. ઋષભદેવ અજિતનાથ, અભિનંદન સુમતિનાથ તથા અનંતનાથ તીર્થકરોની કલ્યાણભૂમિમાં પાંચ ધૂભોનું પૂજન કર્યું. સાતમું સંઘજમણ
" અયોધ્યાથી રત્નપુરી આવ્યા. ધર્મનાથ પ્રભુને વંદન કર્યા. આ વિશાલ સંઘની સાથે અનેક નામાંકિત શકિત હતી જેમાંના થોડાં નામ રાસકારે આ પ્રમાણે આપ્યાં છે–
૧૭૯ . સંઘપતિ કુરિપાલના પુત્ર સંઘરાજ, ચતુર્ભુજ, સાહ ધનપાલ, સુંદરદાસ, શરદાસ, શિવદાસ, જેઠમલ્લ પદમણી, ધમ્મા સાહ, છાંગરાજ, ચૌધરી દર, સાહ છા, હીરા, સહ ભેજા, તેજપાલ, સુંદરદાસ, સાહ રેખા, સાધુ શ્રીવ, જમલ, ઋષભદાસ, વિદ્ધમાન, પચૂ , સચૂ, કટારુ, સહ તારાચંદ, મેહતા વદ્ધન, સુખા, સીચા, સૂરદાસ, પૈસારી, નરસિંહ, સોહિલ્લા, મેઘરાજ, કલ્યાણ, કાજૂ, થાનસિંગ, તારાચંદ, મૂલદાસ, હાંસા, લીલાપતિ ઈત્યાદિ.
૧૭૯૭. અનુક્રમે ચાલતા ચાલતા આગરા પહોંચ્યા. સાનંદ યાત્રા સમ્પન્ન કરી પાછા ફરવાથી બધાને અપાર હર્ષ થશે. સંઘપતિએ આઠમું સંઘજમણ આપ્યું. સમસ્ત સાધુઓને વસ્ત્રાદિથી પ્રતિલાવ્યા. વાચકોને બે હજાર ઘડા તથા તેંત્રીશ હાથી દાનમાં આપ્યા. આગરાના સંઘે ઉમળકાભેર સામૈયું કરી સંઘપતિને મોતીથી વધાવ્યા.
૧૭૯૮. સંઘપતિએ સં. ૧૬૫માં શત્રુ જ્યને સંઘ કાઢ્યો હતો, તેમણે અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી, વિશાળ જિન ચ કરાવ્યાં, સાત ક્ષેત્રોમાં દ્રવ્યવ્યય કરી ચતુર્વિધ સંઘની ભક્તિ કરી. એમનું રાજકીય સ્થાન શું હતું ?
'૧૭૯૯. . બનારસીદાસે કુંવરપાલ અને સેનપાલ કે એમના પિતા અમદાસનાં નામે ભારતના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com