SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ કર૦ અંચલગચ૭ દિદશ ૧૭૮૮. પટણામાં શ્વેતાંબર મંદિરમાં એક ઋષભદેવ ભગવાનનું તથા બીજું ખમણુવસહીમાં પાર્શ્વનાથ ભગવાનનું છે. ડુંગરીની પાસે સ્થૂલિભદ્રસ્વામીની પાદુકા છે. સુદર્શનશેદની પાદુકાઓનું પણ પૂજન કર્યું. જે સવાલ જૈની શાહે સમસ્ત સંઘની ભેજનાદિ દારા ભક્તિ કરી. બીજે દિવસે ખંડેલવાલ જ્ઞાતિના સા. મયણુંએ સંઘ જમણ કર્યું. પટણાથી આગળ માર્ગ સંકીર્ણ છે એટલે ગાડીઓ અહીં જ છોડીને ડોલીઓ સાથે લીધી. ચાર મુકામ કરીને સંધ ચા. ફતેપુરમાં ૧ મુકામ કર્યો. ત્યાંથી અડધા કોસથી વાનરવન જોયું. મહા નદી પાર કરીને બિહારનગર આવ્યા. અહીં જિનેશ્વર ભગવાનના ત્રણ મંદિર હતાં. રામદેવના મંત્રીએ આવી નમસ્કાર કર્યા અને કાર્ય પૂછયું. સંધપતિએ કહ્યું-અમે ગિદૌરના ભાગે આવીએ એવું વચન મંગાવે ! મંત્રીએ માણસ મોકલીને વચન મંગાવ્યું. ૧૭૮૯. બિહારમાં એક મુકામ કરી પાવાપુરી પહેચ્યા. ભગવાનની નિર્વાણ ભૂમિ પર પીપલ વૃક્ષની નીચે ચોતરા પર પ્રભુના ચરણને વંદન કર્યા. તીર્થયાત્રા કરીને મુહમદપુરમાં નદીના કિનારા પર પડાવ નાખ્યો. સંઘપતિએ ચોથું સંધજમણ આપ્યું. ત્યાંથી નવાદા ગયા. સાદિક મહમ્મદખાનના પુત્ર મીજ દુલ્લાહે આવીને સંઘપતિને મળે. એને પહેરામણ આપી. જિનાલયના દર્શન કરી પ્રયાણ કર્યું. સબરનગર પહોંચ્યા. રામદેવ રાજાના મંત્રીએ આવીને સ્વાગત કર્યું અને સારા રથાનમાં પડાવ નંખાવ્યો. સંઘપતિએ રાજાને મળીને યાત્રા કરવાનું કહ્યું. રાજા બ્રાહ્મણ હતો. એણે કહ્યું-“બે ચાર દિવસમાં જ આપ થાકી ગયા ? આપનાથી પહેલાં જે જે મોટા સંઘપતિ આવ્યા છે તેઓ મહિનાઓ સુધી અહીં રહ્યા છે.” સંધપતિ એની મને વૃત્તિ સમજીને પાછા આવ્યા. ચાર મુકામ કરીને સિંહગુફામાં પણ શ્રી વદ્ધમાન સ્વામીની પ્રતિમાને વન્દન ક્ય. ૧૭૯૦. સંઘપતિએ વિચાર્યું કે આ બ્રાહ્મણ લેભી છે; સંઘને જોઈને એની નજર ફરી ગઈ છે. સંઘપતિએ નિશાન વગાડ્યાં. લોકોએ રાજાને સમજાવ્યો. સંઘપતિએ કહ્યું-અમને ઘણું દિવસો થઈ ગયા. પાલગંજ નિકટ નથી, અમને માર્ગ બતાવો ! રામદેવે કહ્યું-“જે હું માગું તે આપો !” સંધપતિએ કહ્યું—“જે માગશો તે આપશું, પરંતુ જોરથી કામ નહીં થાયકાંઈક હમણાં કાંઈક પાછળ લઈ લેશે.” રામદેવે કહ્યું–“પછી શું થશે ? હમણાં આપી દો ! ” સંધપતિએ કહ્યું-“ તમે તમારું વચન ચૂકી ગયા છે, તમને ધિક્કાર છે ! તમારા મસ્તક ઉપર પગ રાખીને હું પાલગંજ જાઉં ત્યારે તું મને ઓશવાલ સમજજે ! ” સંઘપતિએ આવીને પ્રયાણની તૈયારી કરી. રાણીએ રાજા રામદેવને ખૂબ ફટકાર્યો ત્યારે તેણે સંધપતિને મનાવવા માટે મંત્રીને મોકલ્યો. મંત્રીએ બહુ જ અનુનય વિનય કર્યો પણ સંઘપતિએ તેને એકદમ સાફ જવાબ આપી દીધે. સંઘપતિ સંધ સહિત નવાદા આવ્યા. ત્યાં મીજા અંદુલા આવીને મળ્યા. એમણે કહ્યું કેઈ ચિન્તા નહીં, ગુમ્મા(ગોસા)ના રાજા તિલકચંદ હોંશિયાર છે; એમને બોલાવું છું ! મીર્જાએ તત્કાલ પોતાનો મેવડા દૂત રવાનો કર્યો. રાજા તિલકચંદ મીજાને પત્ર વાંચી આનંદિત થયો અને પોતાના લેકેને એકત્ર કરવાનું કાર્ય પ્રારંવ્યું. રાણીએ આ તૈયારી જોઈ કારણ પૂછ્યું. આખરે તેણુએ પણ એજ સલાહ આપી કે “રાજા રામદેવની જેમ તમે મુખઈ કરતા નહીં; સંઘપતિ મોટા દાનેશ્વરી તથા આત્માભિમાની છે; યાત્રા કરાવવા માટે સન્માનપૂર્વક એમને લઈ આવશે.” ૧૭૯૧. રાજ તિલકચંદ્ર સૈન્ય સાથે મીની પાસે પહોંચ્યો. મીએ તેને સંઘપતિની પાસે લઈ જઈને કહ્યું કે –“તેઓ મોટા વ્યવહારી છે, એમની પાસે હજરતના હાથનું લખેલું ફરમાન છે. એમને કઈ કષ્ટ આપશે તે અમારા ગુનેગાર થશે.” રાજાએ કહ્યું, “કોઈ ચિંતા ન કરે, યાત્રા કરાવીને એમને નવાદા પહોંચાડી દઈશ. એમની એક પાઈને પણ હરકત નહીં થાય. જે નુકશાન થશે તે Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy