SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ Yos અચલગચ્છ દિદશને ૧૭૦૫. હિંગુલ પ્રકારના કર્તા વિનયસાગર તે કોણ એ નક્કી કરવા માટે પૂરતાં સાધન નથી. આ ગ્રંથના કર્તા સંભવિત રીતે અંચલગચ્છીય વિનયસાગર હતા. એ અરસામાં ખરતરગચ્છમાં પણ આ નામના ગ્રંથકર્તા થઈ ગયા છે. આ બે વિનયસાગરજી ઉપરાંત આ નામના એક ત્રીજા મુનિવર પણ થઈ ગયા છે. સં. ૧૭૦૦ પહેલાં આ ગ્રંથ ઉપાધ્યાય વિનયસાગરજીએ લખે. ૧૭૦ ૬. હિંગુલનો અર્થ હિંગલક થાય છે. આ કૃતિને “હિંગુલ પ્રકરણ” એવા નામથી હી. હં. અનુવાદ સહિત ભીમસી માણેકે સન ૧૯૦૦ માં પ્રકાશિત કરી. એનું આદ્ય-પદ્ય હાથપોથી લખનારનું હશે એમ લાગે છે. બીજું પદ્ય “હિંગુલ” થી શરૂ થાય છે, અને આ કૃતિને વાસ્તવિક પ્રારંભ આ પઘથી જ હશે એમ લાગે છે. જાઓ– हिङ्गलप्रकरोऽयं च बालारुणो विचक्षणाः । तर्कयन्तीति यं दृष्ठवा पद्मप्रभो मुदेऽस्तु सः ॥ કર્તાએ આ કૃતિ મુખ્યતયા અનુષ્ટ્રપમાં રચી છે, અને પ્રક્રમોમાં વિભક્ત કરી છે. બ્લેક ૧૫ અને ૧૬ માં સચવાયા મુજબ આમાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, પરિગ્ર, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, સત્યરતિ, પરાપવાદ, માયા મૃષાવાદ, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનકને અંગે અઢાર પ્રક્રમે તેમજ ઘુત, માંસ, મદિરા, વેશ્યા, આખેટ (શિકાર), ચોરી પરદારાગમન–એ સાત વ્યસન સંબંધી ૭, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મ પરત્વે ૪, તેમજ જિનેન્દ્રપૂજા, ગુરુભક્તિ અને ઉદ્યમને અંગે એકેક પ્રક્રમ છે. એ પ્રત્યેક પ્રક્રમમાં ચાર-પાંચ પદ્યો છે. ૧૭૦૭. ભજવ્યાકરણના પ્રણેતા મહે. વિનયસાગરજી છે. એમણે આ પદ્યાત્મક વ્યાકરણ કચ્છના મહારાવ ભારમલના કુંવર ભોજરાજની તુષ્ટિ માટે એની વિનતિથી રહ્યું છે. ગ્રંથનું નામ એ દષ્ટિએ યથાર્થ છે. પ્ર. હીરાલાલ ર. કાપડિયા જૈ. સં. સા. ઈ. નં. ૧, પૃ. ૨૭૪ માં આ વ્યાકરણ સં. ૧૬ ૫ લગભગમાં રચાયું હોવાનું માને છે. પરંતુ તે વિચારણીય છે. ભોજરાજજીનો રા યત્વકાલ સં. ૧૬૮૮ થી સં. ૧૭૦૧ સુધીનો હોઈને આ વ્યાકરણ એ સમય દરમિયાન રચાયું હોવાનું નિર્ણિત થાય છે. આ ગ્રંથ નિર્ણયસાગર મુદ્રણાલયમાં સં. ૧૯૭૫ માં પ્રકાશિત થયેલ છે. ૨૦૨૮ કલોક પરિમાણને આ ગ્રંથ ત્રણ ખંડમાં વિભક્ત છે. પ્રત્યેક ખંડમાં અનુક્રમે ૭૦૦, ૧૦૭૮ અને ૨૫૦ પદ્યો છે. એ પૈકી ઘણાં ખરાં અનુષ્ટ્રપમાં છે. ૧૭૦૮. પ્રથમ વૃત્તિનો પ્રારંભ લોકેશને પ્રણામ કરીને કરાયો છે. બીજા પદ્યમાં સરસ્વતીએ સંત સૂત્રો રચ્યાં છે એમ કહ્યું છે. ત્રીજા પદ્યની શરુઆત “ફુ ૩ ૪ ટૂ રતનાના થી કરાઈ છે. આમ આ વ્યાકરણ સારસ્વત વ્યાકરણનાં સૂત્રોનું પદ્યાત્મક વિવરણ છે એમ છે. કાપડિયા જણાવે છે તે યુક્ત છે. પૃ. ૭૬ ના, લૅક ૨૪૪ માં કર્તા વર્ણવે છે –“સરોવરમાં પદ્મો જેમ ભમતા ભમરાઓની શ્રેણિમાં શોભે છે તેમ અંતભૂત સૂત્રો પદ્યોની શ્રેણિમાં શોભે છે.' અલબત્ત, કેટલાક પ્રયોગો પાણિનીના વ્યાકરણને આધારે અપાયા છે. પ્રથમ વૃત્તિના અંતમાં પ્રશસ્તિ રૂપે બે પદ્યો છે. એમાં ભોજરાજા રાજ્ય કરે છે એવો ઉલ્લેખ છે. આથી આ કૃતિ એ રાજાના રાજ્ય દરમિયાન રચાઈ છે એમ ફલિત થાય છે. ૧૭૦૯. દ્વિતીયા ત્તિની શરૂઆત શ્રીધરને નમનપૂર્વક કરાઈ છે. ત્યારબાદ ધાતુઓના પ્રત્યયોને Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy