SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ અચલગચ્છ દિગ્દર્શન ૧૭૬ પછી શારીરિક સ્થિતિ નાજુક હોવા છતાં આચાર્યો કચ્છ તરફ વિહાર કર્યો. પાટણના ઘણા શ્રાવકો તેમને ઠેઠ રણ સુધી વળાવવા આવ્યા. રણ ઉતરી ધીમે ધીમે ગ્રામાનુગ્રામ વિહરતા આચાર્ય ભૂજમાં પધાર્યા. ત્યાંના સંઘે મહોત્સવપૂર્વક તેમને નગરપ્રવેશ કરાવ્યો. જગડુશાહ પ્રભૂતિ શ્રાવકેએ એમની ઘણી ભક્તિ કરી. મહોપાધ્યાય રતનસાગરજી પણ ત્યાં જ બિરાજમાન હતા, વૃદ્ધાવસ્થામાં પણ પોતાની અમૃત જેવી મધુર વાણીથી સૌને ધર્મ પમાડતા હતા. સં. ૧૭૧૭ માં આચાર્ય ભૂજમાં ચાતુર્માસ રહ્યા. એ એમનું અંતિમ ચાતુર્માસ હતું. ૧૬૫ર. પટ્ટાવલીમાં જણાવાયું છે કે કલ્યાણસાગરસૂરિએ પિતાની નિરંતર સેવા કરનાર, વિનયાદિ ગુણ સમૂહથી શુભતા મહોપાધ્યાય રત્નસાગરજીને તેમણે વિવિધ પ્રકારના કલ્યો તથા મંત્ર આદિ આપ્યાં. અંજાર નગરથી અમરસાગરસૂરિને તેડાવી કેટલીક પાઠસિદ્ધ વિદ્યાઓ આપી. પરંતુ અદશ્ય કરનારી વિદ્યા અને આકાશગામીની વિદ્યાના પાદલેખનની વિધિ પાઠમાત્ર જ આપી એટલે કે એ બને વિદ્યાઓને સિદ્ધ કરવાની આજ્ઞા આપી નહીં. સં. ૧૭૧૮ ના વૈશાખ સુદી ૩ ને દિવસે સૂર્યોદય વેળાએ શુભધ્યાન ધરતાં લ્યાણસાગરસૂરિજી કાળધર્મ પામ્યા. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી તથા ઉદયસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલ કલ્યાણસાગરસૂરિ રાસમાં કલ્યાણસાગરસૂરિના કાળધર્મને જે દિવસ દર્શાવવામાં આવ્યો છે તે શંકિત છે. સં. ૧૭૧૮ ના શ્રાવણ વદિ ૫ ને ગુસ્વારે તેમના ઉપદેશથી ધર્મ મૂર્તિસૂરિની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા થઈ હોઈ ને એ દિવસ પછી તેમનો દેહોત્સર્ગ થયો હોય એ વધુ સ્વીકાર્ય છે, જે અંગે પાછળથી વિચારણું કરીશું. શિષ્ય સમુદાય ૧૬૫૩. કલ્યાણસાગરસૂરિને શિષ્ય પરિવાર ઘણો વિશાળ જણાય છે. પદાવલીમાં ઉલ્લેખ છે કે એમના અગિયાર મહોપાધ્યાયો, જેમાંના પ્રથમ સાતે ધર્મમૂર્તિરિ પાસે દીક્ષા લીધી હતી, પરંતુ વડીદીક્ષા વખતે કલ્યાણસાગરસૂરિના શિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા હતા, તેમનાં નામે આ પ્રમાણે છે : (૧) રત્નસાગર (૨) વિનયસાગર (૩) ઉદયસાગર (૪) દેવસાગર (૫) સૌભાગ્યસાગર (૬) લબ્ધિસાગર (૭) સૂરસાગર (૮) સહજસાગર (૯) કમલસાગર (૧૦) સમયસાગર (૧૧) ચંદ્રસાગર. એ સૌ આચાર્યના હસ્તદીક્ષિત શિષ્યો હશે, કેમકે બીજા પણ અનેક ઉપાધ્યાયનાં નામો પણ ઉપલબ્ધ છે. પદાવલીના ઉલ્લેખ અનુસાર એમના પરિવારમાં સર્વે મળી ૧૧૩ સાધુ અને ૨૨૮ સાધ્વીઓ હતાં. અહીં કેટલાક શ્રમણોને ઉલેખ પ્રસ્તુત છે. વાચક મેલાભ અપરામ મહાવજી ૧૬૫૪. સં. ૧૭૦૫ માં તેઓ વિદ્યમાન હતા. લાભશાખામાં અનેક સાહિત્યકાર થઈ ગયા છે, તે વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. મેલાભ એ શાખાના જ હતા. એમનું વંશવૃક્ષ આ પ્રમાણે છે – વિનયેલાભ મેરુલાભ. ૫ઘલાભ માણિકયલાભ સહજસુંદર સત્યલાભ નિત્યલાલ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy