________________
=
૩૯૬
અચલગચ્છ દિગદર્શન પ્રભુની પ્રતિમા ભરાવી. અને જેનામો લખાવી આચાર્યને અર્પણ કર્યા. વળી તેમણે સ્વામીવાત્સલ્યાદ કાર્યો પણ ક્ય.
૧૬૩૫. સં. ૧૬૯૦ માં આયાય અમદાવાદ ચાતુર્માસ રહ્યા. ત્યાં વડેરા ગોત્રીય પારિખ લીલાધર નામના શ્રાવકે તેમના ઉપદેશથી શ્રી મહાવીર પ્રભુની સુવર્ણમય પ્રતિમા ભરાવી, જયશેખરસૂરિ કૃત કલ્પ સૂત્રસુખાવબોધ વિવરણની એક પ્રત સ્વર્ણાક્ષરે લખાવી તથા મેરૂતુંગસૂરિ કૃત પદાવલી લખાવી આચાર્યને વહેરાવી. આચાર્યે ભગવતીસૂત્ર વ્યાખ્યાનમાં સંભળાવ્યું.
૧૬૩૬. વર્ધમાનશાહના નાના પુત્ર જગડુશાહની વિનતિથી ભૂજ જતાં ભાગમાં ગોલ ગોત્રીય દેરાજના આગ્રહથી આચાર્ય માલીઆ ગામમાં માસક્ષમણ રહ્યા. દેરાજે આચાર્યના ઉપદેશથી શું વ્રત અંગીકાર કરી સ્વામીવાત્સલ્યાદિ ધર્મકાર્યો કર્યા. એ પછી જગડુશાહની વિનતિથી સં. ૧૬૯૧ માં આચાર્ય ભૂજ ચાતુર્માસ રહ્યા, અને ત્યાં અમરસાગરસૂરિએ શ્રાવણ સુદી ૭ ને દિવસે “વર્ધમાન–પદ્મસિંહ શ્રેષ્ઠી ચરિત્ર' નામની સંસ્કૃત પદ્યકૃતિ પૂર્ણ કરી.
૧૩૭. એ પછી ગાહાગોત્રીય માડણ શ્રેષ્ઠીના આગ્રહથી આચાર્ય ખાખરમાં સં. ૧૬૯૨ માં ચાતુર્માસ રહ્યા. માડણે તેમના ઉપદેશથી ૧૦૦૦૦ કોરી ઉજમણાદિ ધર્મકાર્યોમાં ખચી. તેણે ઠાણુગસૂત્રની પ્રત લખાવી ગુરુને વહોરાવી. તેની પત્ની ખીમાદેએ ગુરુના મુખથી શ્રાવક દ્વાદશત્રત ગ્રહણક્ય.
૧૬૩૮. સં. ૧૬૯૩ માં વડેરાગોત્રીય સંઘવી માલસીને આગ્રહથી આચાર્ય મુંદરામાં ચાતુર્માસ રહ્યા. માલસીએ તેમના ઉપદેશથી ૩૦૦૦૦ કેરી ખરચી શ્રી ધર્મનાથ પ્રભુની સુવર્ણમય પ્રતિમા ભરાવી, પિતાની પત્ની રાજલદે સહિત ચોથું વ્રત અંગીકાર કર્યું તથા આગમો લખાવી ગુરુને વહરાવ્યાં.
૧૬૩૯સં. ૧૬૯૪ માં પદ્મસિંહશાહની વિનતિથી આચાર્ય માંડવીમાં ચાતુર્માસ રહ્યા. પં. સુંદરસાગરજીએ શ્રેષ્ઠીને અમરસાગરસૂરિ વિરચિત એમનું ચરિત્ર ભાષાંતર સહિત સમજાવ્યું, જે સાંભળી પાસિંહશાહ પ્રસન્ન થયા. પિોષ સુદી ૧૦ને દિવસે શુભ ધ્યાનપૂર્વક શ્રેષ્ઠીવર્ય દિવંગત થયા. ત્યાં મીઠડીઆ ગોત્રીય માણિચંદ્ર આચાર્યના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા ભરાવી.
૧૪. સં. ૧૯૯૫ માં આચાર્ય રાધનપુર ચાતુર્માસ રહ્યા. ત્યાં તેમના ઉપદેશથી કોઠારી ઉજમસીએ સંઘ સહિત તારંગાજીની યાત્રા કરી તથા જયકીતિસૂરિકૃત ઉતરાધ્યયનસૂત્રની ટીકાની પ્રત લખાવીને ગુરુને વહેરાવી. આચાર્ય ત્યાંથી આબૂ તથા ત્યાંની પંચતીર્થીની યાત્રા કરી તથા ઋષભદાસ નામના શ્રાવકની વિનતિથી સાદરીમાં માસક૯પ રહ્યા.
૧૬૪૧. સં. ૧૬૯૬ માં સ્થાલગોત્રીય ઈશ્વરની વિનતિથી ખેરવામાં ચાતુર્માસ રહ્યા. ઈશ્વરે આચાર્યના ઉપદેશથી શ્રી સુમતિનાથ પ્રભુની પ્રતિમા ભરાવી તથા ગેડીની સંઘ સહિત યાત્રા કરી, જ્યાં આચાર્યો એક હજાર નામવાળી સ્તુતિ રચીને શ્રી પાર્શ્વપ્રભુની સ્તવના કરી. - ૧૬૪૨. સં. ૧૬૯૭ માં ઓશિયાનગરીમાં તીર્થયાત્રા કરી આચાર્ય બીકાનેર નગરમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં સાગરમલ શ્રેષ્ઠીએ તેમની ઘણી ભક્તિ કરી, ખેમસાગરજીની દીક્ષા થઈ. સાગરમલ્લ પ્રમુખ શ્રાવકો સહિત ગુરુએ જેસલમેરની યાત્રા કરી. જેસલમેરના લાલણગોત્રીય સ્વરૂપચંદ્ર નામના ધનવાન શ્રાવકે ગુરુની ઘણું ભક્તિ કરી. ત્યાંના સંધના આગ્રહથી આચાર્ય સં. ૧૬૯૮ માં જેસલમેર ચાતુર્માસ રહ્યા. સ્વરૂપચંદ્ર આચાર્યના ઉપદેશથી સંઘ સહિત લોધપુર તીર્થની યાત્રા કરી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com