SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૭. શ્રી ધર્મમૂર્તિસૂરિ ત્યાં જ થિર વાસ કરવા માટે આગ્રહભરી વિનંતિ કરી. વૃદ્ધાવસ્થાથી શરીર જર્જરિત થઈ ગયું હોવા છતાં ઉગ્રવિહારી આચાર્ય ત્યાં રિથરવાસ રહ્યા નહીં. ત્યાંથી વિહરતા તેઓ પ્રભાસપાટણમાં પધાર્યા. સંઘે તેમનો મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાવ્યો. ૧પ૦૫. પટ્ટાવલીમાં વિશેષમાં જણાવવામાં આવ્યું છે કે ધર્મમૂતિસૂરિએ એક વખત મધ્યરાત્રિએ ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલી દેવીનું સ્મરણ કર્યું. દેવી પ્રગટ થયાં પરંતુ ગુરુ તેમને નીરખી શક્યા નહીં. આથી ગુમ ચિંતાતુર થયા. દેવીએ ગુરુને પિતાનું સ્મરણ કરવાનું કારણ પૂછતાં આશ્ચર્ય પામેલા ગુરુએ તેમને ન જોઈ શકવાનું કારણ પૂછ્યું, જેના જવાબમાં દેવીએ જણાવ્યું કે સ્વલ્પ આયુવાળા લોકોને પ્રાયઃ પ્રત્યક્ષ દેવોનું દર્શન દુર્લભ હોય છે! એ પછી ગુરુ દેવીને ત્રણ પ્રશ્નો પૂછે છે કે “મારાં આયુનું પ્રમાણુ કહો, ગટ્ટેશપદ કોને પ્રદાન કરવું તથા અબુદાદેવીએ આપેલી વિદ્યાઓ માટે કોને આપવી ?” ઈત્યાદિ. આ પ્રશ્નોના જવાબમાં દેવી ખુલાસાઓ કરે છે કે “હવે આપનું આયુ માત્ર પાંચ દિવસનું બાકી છે. દીક્ષા પર્યાયમાં નાના હોવા છતાં મહાન આચાર્ય કલ્યાણસાગરસૂરિને તમારે ગચ્છશ-પદ પ્રદાન કરવું કેમકે આજે પણ તેઓ જિનશાસનને ઉદ્યોત કરનારા જણાય છે. આગામી કાળમાં પણ તેઓ એવા જ યશસ્વી નીવડશે તેમજ વિદ્યાઓ પણ તમારે તેમને અર્પવી કેમકે હું પણ તેમનું સાનિધ્ય કરું છું અને હવે પછી પણ કરીશ” ઈત્યાદિ. ૧પ૯૬. પછી પ્રભાતે ધમભૂતિ સૂરિએ કહ્યાણસાગરસૂરિને એકાંતમાં બોલાવીને સૂરિમંત્રપૂર્વક આકાશગામિની, અદશ્યકારિણી ઈત્યાદિ વિદ્યાઓ આપી જણાવ્યું“વત્સ! હવે તમારે ગચ્છને ભાર ઉપાડી જિનશાસનની પ્રભાવને કરવી; પ્રજનપૂર્વક ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલીદેવીનું સ્મરણ કરવું તેમજ યોગ્ય પટ્ટધરને જોઈને તથા તેની પરીક્ષા કરીને તેને આ વિદ્યાઓ આપવી' ઈત્યાદિ કહીને ગુરુએ બીજા પણ કેટલાક મંત્રની આજ્ઞા આપી. પછી રત્નસાગરજી આદિ સઘળા પરિવારને એકઠો કરીને ગુરુએ સને જણાવ્યું કે હવેથી તમારે સહુએ કલ્યાણસાગરસૂરિની આજ્ઞામાં રહેવું. સહુએ ગુરુનું વચન કબુલ્યું. પછી નિશ્ચિત થયેલા ગુરુએ પાંચ દિવસનું અનશન કરીને સમાધિમાં તત્પર થઈ પંચપરમેષ્ટિના નમસ્કારનું શુભ ધ્યાન ધરતા કેઈ પણ જાતની વ્યાધિ વિના સં. ૧૬૭૦ ના ચૈત્ર સુદી ૧૫ ને દિવસે સૂર્યોદય કાલે સ્વર્ગલેકમાં સિધાવ્યા. શ્રાવકોએ મળીને મનહર માંડવીમાં એમના પદ્માસનસ્થ દેહને સ્થાપીને ત્રિવેણીના સંગમ પર આવેલાં પ્રભાસતીર્થમાં ચંદનાદિ ઉત્તમ કાષ્ઠો વડે તેમના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. સંઘે એ રથાને એક દેરી બંધાવી અને સં. ૧૬૭૦ ના ચૈત્ર વદિ ૩ના દિવસે કલ્યાણસાગરસૂરિને મહોત્સવ પૂર્વક ગચ્છશપદે અભિયુક્ત કર્યા. ૧૫૯૭. ધર્મમૂતિસૂરિ સં. ૧૬૭૦ ના દેત્ર સુદી ૧૫ ના પ્રભાતે પ્રભાસપાટણમાં સ્વર્ગસ્થ થયા હોવાનું પદાવલીનું વિધાન સંશોધનીય છે. આપણે મુનિ લાખા કૃત “ગુરુપદાવલી ના ઉલેખ દ્વારા જોઈ ગયા કે આચાર્ય સં. ૧૬૭૧ માં ૮૫ વર્ષનું આયુ પાળીને પાટણમાં નિર્વાણ પામ્યા. ડો. જહોનેસ કલાટ ભીમશી માણેકની પટ્ટાવલીને આધારે ધર્મમૂર્તિસૂરિનું સ્વર્ગગમન સં. ૧૬૭૦ માં થયું હોવાનું નોંધે છે કિન્તુ સ્વર્ગગમન સ્થળનું નામ તો પાટણ જ દર્શાવે છે. અગરચંદ નાહટના સંગ્રહની અજ્ઞાત કતૃક “અંચલગ–અપરનામ વિધિપલગ-પદાવલી (વિસ્તૃત વર્ણનરૂપા)' માં પણ ધર્મમૂર્તિસૂરિના સ્વગમનનું સ્થળ પાટણ નિર્દેશિત છે એ અંગે આપણે ઉડ પા છીએ. સં. ૧૬૭ ના વૈશાખ સુદ ૩ ને શનિવારે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી ૨. ઢાગોત્રીય કુંવરપાલ અને સોનપાલે અનેક જિનબિંબોની પ્રતિષ્ટા કરાવી તેના ઉત્કીણિત લેખોમા કલ્યાણસાગરસૂરિનો પટ્ટધર તરીકે Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy