SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ અંચલગચ્છ દિગદર્શન વિષે આપણે જાણીએ છીએ. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી નિર્માણ પામેલા જિનાલયો વિશે પણ આપણે અપરિચિત તો નથી જ. અકબરના ફરમાનમાં નિર્દેશિત અનેક જિનાલયો તો એથીયે પ્રાચીન છે. એના ઇતિહાસથી આપણે અનભિજ્ઞ જ છીએ. છતાં અચલગચ્છના શ્રાવકોએ શત્રુંજય ઉપર શતાબ્દીએ પૂર્વે પણ અનેક જિનાલયનું નિર્માણ કરેલું એ બાબતમાં ઈતિહાસ શાખ તો પૂરે જ છે. આ દિશામાં વિશેષ સંશોધન આવશ્યક છે. ગ્રંથોદ્ધાર ૧૫૬૯. ધર્મમૂર્તિસૂરિને સમય શાંતિકાળ હતો. મોગલ સમ્રાટે એ દરેક ધર્મો પ્રત્યે રસ દર્શિતા દાખવી હોઈને એ સમય દરેક દૃષ્ટિએ સુવર્ણકાળ હતો. દરેક ધર્મો બહારના ભયથી ચિન્તામુક્ત બની ગયા હોઈને તેમણે આંતરિક સુધારા તરફ નજર દોડાવી. જૈન ધર્મના ગોએ પણ એ જ માર્ગ અપનાવ્યું. દરેક ગના પટ્ટનાયકે એ ક્રિોદ્ધાર કરને શ્રમણજીવનનાં આચાર-વિચારમાં કડકાઈ આણું. એ વિશે આપણે વિચારી ગયા છીએ. ૧૫૭૦. આચાર-વિચારની શુદ્ધિ પછી ગ્રંદ્ધારનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. મોગલકાળ પહેલાં ભારત આક્રમણો અને હલાએથી ઘેરાઈ ગયેલું હતું. રાજકીર આક્રમણો ધર્મઝનૂનમાં પણ પરિણમ્યા હોવાના દષ્ટાંતની ઇતિહાસમાં કમી નથી. આવી પરિસ્થિતિમાં જૈનધર્મના અમૂલ્ય ગ્રંથરત્નો આગમાં હોમાઈ ગયાં, કેટલાંક નષ્ટપ્રાયઃ થયાં. ઘણુ ગ્રંથે આક્રમણના ભયે ભૂમિગ્રડ કે એવા સુરક્ષિત સ્થાનોમાં ભંડારાઈ ગયા હોઈને જનસાધારણ માટે સુલભ રહી શક્યા નહોતા. ૧૫૭૧. મોગલ સામ્રાજ્યના શાંતિકાળમાં થના પુનરુદ્ધારનું મહત્વપૂર્ણ કાર્ય જૈનાચાર્યોએ ખંતથી ઊપાડયું. આપણે જોયું કે ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી ગ્રથોદ્ધારનું સુંદર કાર્ય થયું છે. બીજા ગચ્છના આચાર્યોએ પણ આ દિશામાં અપૂર્વ કાર્ય કરી બતાવ્યું. પરિણામે આ સમયમાં લખાયેલી જેટલી પ્રતો ઉપલબ્ધ છે તેથી વિશેષ કઈ પણ સમયમાં લખાયેલી પ્રતો ઉપલબ્ધ નથી. ધર્મમૂર્તિસૂરિ અને કયાણસાગરસૂરિના સમયમાં ગ્રંથોદ્ધારનું કાર્ય આ ગચ્છના ઈતિહાસમાં સિમાચિન્હ રચે એવું વિશિષ્ટ રીતે મહત્વપૂર્ણ છે. ૧૫૭૨. ગ્રંથોદ્ધારની સાથે સાહિત્ય-પ્રવૃત્તિ પણ એ અરસામાં વેગવંતી હતી, જે અંગે આપણે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા છીએ. ગ્રંથપ્રશસ્તિઓ અને પ્રતપુપિકાઓમાં આ ગચ્છનો ઘણો ઈતિહાસ વિકીર્ણિત અવરથામાં પણ જળવાઈ રહ્યો છે. આ વખતની પ્રતો દ્વારા તત્કાલીન શ્રમ અને તેમનાં કાર્યો વિશે આપણે ઘણું ઘણું જાણુવા શક્તિમાન બન્યા છીએ. આ બધું તે વખતે લખાયેલી પ્રતોને આભારી છે. એ પ્રત પુષિકાઓમાંથી લિપિસંવત અને સ્થળ, લિપિકારના ગ–ગુરુ અને શિષ્ય ઈત્યાદિ માહિતી ઉપરાંત કેટલાક શ્રેટીવ અને રાજાઓ અંગે પણ ઉપયોગી ઉલ્લેખો મળી આવે છે જે ઇતિહાસ નિરુપણ માટે અગત્યની સામગ્રીની ગરજ સારે છે. અહીં તે માત્ર ગ્રંથોદ્ધારની સંક્ષિપ્ત નોંધ આપવી જ અભીષ્ટ છે. ૧૫૭૩. આ અરસામાં વ્યવહારી ઉદયકિરણે અનેક પ્રતો લખાવીને પ્રોદ્ધારનું મહાપુણ્ય ઉપાર્જન કર્યું છે. અસંખ્ય પ્રત–પુપિકાઓ ઉક્ત વિધાનને પુષ્ટિ આપે છે. કેટલાંક ઉદાહરણ જોઈએ. ૧૫૭૪. ઋષિવર્ધનસુરિ કૃત “નલદવદંતિ રાસ ની એક પ્રત ઉદયકિરશે સં. ૧૬૧૯ ના ચૈત્ર સુદી ૧ ને ગુરૂવારે લખાવી. જુઓ પુપિકા– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy