SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ શ્રી ધર્મમૂતિસૂરિ १६४३ वर्षे चैत्र शुदि चतुर्थी दिवसादारभ्य चैत्र घचलायां दशम्यां शनो पूर्णीकृतानि व्यसनानि लिखितानि । श्री अंचलगच्छे पूज्य भट्टारक श्री, श्री धर्ममूर्तिसूरि विजयराज्ये आचार्य श्री पुण्यप्रभलूरि-तच्छिष्य वाचनाचार्य वाचक शिरोमणि वा० श्री ३ श्री जिनहर्षगणि-तच्छिष्य ऋ० गुणहर्षेण लिखितमस्ति ।। ૧૫. ઉક્ત પ્રત પુષિકાને આધારે પ્રતીત થાય છે કે ધર્મમૂર્તિ સૂરિના વિજયરાજયમાં આચાર્ય પુણ્યપ્રભસૂરિ શિ. વાચનાચાર્ય જિલ્ડર્ષગણિ શિ. ગુણવર્ષ સં. ૧૬૪૩માં વિદ્યમાન હતા. એ વર્ષના ચિત્ર સુદ ૮ ને દિવસે લખવાનો આરંભ કરીને ૧૦મી ને શનિવારે ઉક્ત પ્રત લિપિકૃત કરી. પુ. વિજયજીના સંગ્રહમાં આ ગ્રંથની પ્રત સુરક્ષિત છે. ૧૫૧૭. રાજહંસ કૃત-દશવૈકાલિકસુત્ર બાલાવબોધની પ્રત પુમ્બિકામાંથી આ પરંપરાનું સકાઓ સુધીનું વંશવૃક્ષ આ પ્રમાણે મળી આવે છે: सं० १६६२ का० वदि पूशनौ लि० दिपालिकायाः अवाग् शक्तिपुरमध्ये अंचलगच्छे भ० धर्ममूर्तिसूरीश्वर विजयराज्ये आचार्य जिनचंद्रसूरि १ । पद्मदेवसूरि २ । सुमति. सिंधसूरि ३ । अभयदेवसूरि ४ । अभयसिंहसूरि ५ । गुणसमुद्रसूरि ६ । माणिक्यकुंजरसूरि ७ । गुणराजसूरि ८ । विजयहंससूरि९ । पुण्यप्रभसूरि १० । तच्छिष्य वाचनाचार्य वाचक जिनहर्षगणि तच्छिण्य उपाध्याय श्री गुणहर्षगणिभिः लिखितं ।। ૧૫૧૮. ઉપર્યુક્ત આચાર્ય પરંપરામાં ધુરંધર આચાર્યો થઈ ગયા છે જેમને વિશે આગળ ઉલ્લેખ થઈ ગયો છે. જે પ્રસ્તુત પ્રતપુપિકા અનુપલબ્ધ હોત તો આ આચાર્યોની શિષ્ય પરંપરા વિશે આપણે અજ્ઞાત જ રહ્યા હતા. આ પ્રતપુમ્બિકા દારા આપણે ઉક્ત આચાર્યોને ગુરુ-શિષ્ય તરીકે સંબંધ જાણું શકીએ છીએ. ૧૫૧૯. ઉક્ત જિનહર્ષગણિ પણ સં. ૧૬ ક૨. પછી આચાર્યપદ-સ્થિત થયા હતા એમ તેમના પ્રશિષ્ય ન્યાનસમુદ્ર કૃત “જ્ઞાન છત્રીશી' (સં. ૧૭૦૩)ની પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે. આચાર્ય પુણ્યરત્નસૂરિ ૧૫૦. ગચ્છનાયક ભાવસાગરસુરિ શિ. સુમતિસાગરસૂરિ શિ. ગજસાગરસૂરિ શિ. પુણ્યરત્નસૂરિ ધર્મમૂર્તિસૂરિના સમકાલીન આચાર્ય હતા. “અંચલગચ્છ આચાર્ય પરંપરા વિવરણ” નામક ગ્રંથ દ્વારા એમના જીવન વિશે આ પ્રમાણે જાણી શકાય છે: ગૂર્જર દેશના અમદાવાદ નગરમાં શ્રીમાલ જ્ઞાતીય સા. મંગલની ભાર્યા ભાવિલદેને ત્યાં સં. ૧૯૧૦ માં તેમનો જન્મ થયો. એમનું મૂલ નામ પાયા હતું. સં. ૧૯૨૬માં ૧૬ વર્ષની ઉમરે તેમણે ગજસાગરસૂરિ પાસે દીક્ષા લીધી. સં. ૧૬૩૬ માં ગુરુએ તેમને આચાર્યપદે વિભૂષિત કર્યા. ગુરુના દેહાવસાન બાદ સં. ૧૬૫૯ માં તેઓ તેમના સમુદાયના મુખ્ય આચાર્ય થયા. સં. ૧૬૮૫ માં ૭૫ વર્ષની ઉમરે તેઓ દેવલોક પામ્યા. 1:૨૧. પુષ્યરત્નસૂરિએ સં. ૧૬ ૩૭ ના શિાખ વદિ ૫ ને રવિવારે ૨૮૧ ગાથામાં “સનતકુમાર રાસ' રચ્યો. ગ્રંથ પ્રશસ્તિમાં કવિ આર્ય રક્ષિતસૂરિ-જયસિંહસૂરિ–ધર્મઘોષસૂરિ–મહેન્દ્રસિંહસૂરિના અનુક્રમમાં સુમતિસાગરસૂરિ થયા હોવાનું વર્ણવે છે, જેમના શિષ્ય ગજસાગર અને તેમના પુણ્યરત્નસૂરિ થયા. તેમણે સં. ૧૬ ૪૦ ના ફાગણ સુદ ૧૩ ને ગુરુવારે પેટલાદમાં રહીને કર કડિકામાં ‘સુધર્માસ્વામી રાસ” ર. મોહનલાલ દલીચંદ દેસાઈ નેમિયાદવ રાસ ” (૬૪ ગાથા) આ ગ્રંથકર્તાની કૃતિ ગણાવે છે. જુઓ જે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy